________________
૩૨૬
જૈન ધર્મ વિકાસ.
અહંત દર્શન અને ઈવર.
લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર)
(ગતાંક પૃષ્ઠ ૨૭૩ થી અનુસંધાન.) આ વાતને પાશ્ચાત્ય નીરિશ્વરવાદીઓની થઈ, પણ આપણે તૈયાયિકેને પુછી શકીયે છીયે તે પણ પ્રર્મળ કમલ માર્તડકારનાં જ શબ્દોમાં કહીએ તે नहि करुणावताम् यातना शरीरोत्पादक च्यवेन प्राणिनां दुःखात्पादक त्वम् युक्तम्
ઈશ્વર કરૂણાળુ છે તે જીવને કેટલીક (ભયંકર) યાતનાઓ ભેગવવી પડે, તેવું શરીર બનાવવાનું કારણ શું? અને જગતને કર્તા જે ઈશ્વર છે તો પછી આ જગતના માણસે મહાન દુઃખ જે ભેગવી રહેલ છે, તેની જવાબદારી પણ તેની જ માની શકાય એમ કેમ નહિ કહેવાય. આવી ન્યાયપૂર્ણ દલીલથી “ પિતાના રક્ષણ માટે સૃષ્ટીકર્તા ઇશ્વરને માનનારો વર્ગ જણાવે છે. જે જે દુઃખાને અનુભવ કરે છે તેના જવાબદાર ઈશ્વર નથી પણ પિતાના વાવેલા બીજ (કર્મો) છે, અને તેથી તે કર્મોને કર્તા પિતે હોવાથી તેઓ કમને કરનારો વર્ગ પોતે જ જવાબદાર ગણાય. આ દલીલને થઈઝમ મંડળ પણ સ્વીકારે છે કે ઈશ્વર તે કરૂણાળુ છે. તે દુઃખ નથી આપતા.
અર્હત્ દર્શન ઉપરની માન્યતા ધરાવનાર વર્ગનું લક્ષ ખેંચે છે કે જ્યારે ઈશ્વર કરૂણાળુ છે, જગતને કર્તા છે એમ તમારું માનવું છે, તે પછી જીવને દુઃખી શામાટે કરે છે? અને જો તમે એમ કહેશો કે જો પિતાના વાવેલા બીજ (ક)થી દુઃખી થાય છે, તે પછી ઈશ્વરને કર્તા-સુણા એમ માનવાની શું જરૂર રહે છે. કારણકે જીવો પોતે કર્મ કરે છે અને તે કર્મના પરિણામે અનાદિકાળથી જન્મ મરણ કરે છે, અને કર્મના ફળ ભેગવે છે એમજ માનવું પડશે અને તેમ માનવાથી વધારે સરળતા પણ થશે. વળી તમે કમને સ્વીકાર કરે છે, કર્મના પરમાણુને પણ સ્વીકારે છે, માત્ર તમારી માન્યતા એવી હોય કે કર્મના પરમાણું અચેતન હોવાથી તેને ઈશ્વરની સહાય તે જરૂર રહેશે, એ માન્યતા ન્યાયથી વેગળી છે. કર્મના પરમાણુમાં, જીવનાં રાગ-દ્વેષનાં પ્રમાણમાં તે કર્મ પગલે પિતે જ જીવમાં આશ્રય પામે છે, અને તેના પરિણામે શરીરાદિની સ્થીતિ છે. તેથી અહંત દર્શનની આ માન્યતા પ્રમાણે આ સકલ વિશ્વ-જીવાદિક નિ એ સર્વ કર્મ તંત્રને ખેલ છે. તેમાં જગન્સ ઈશ્વરની જરૂર નથી.
ન્યાય દર્શન અને પાશ્ચાત્ય થઈઝમને અહંત દર્શને નિર્મળ નિર્ણય આપો, હવે વેદાંતદર્શનને પિતાને નિર્ણય આપે છે.