Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 37
________________ વર્તમાન સમાચાર, ૩૩૫ ખ્યાનમાં બેટે મને કલ્પીત વિરોધ ઉભું કરી, ઉશ્કેરણી કરી મૂકવા સાથે પૂજ્ય ગીતાર્થોનું આવેશયુક્ત, અસભ્યતાપૂર્વક, અપમાનજનક તોછડાઈ ભાષામાં અપમાન કરવા ઉપરાંત હાથ પકડી ખેંચાખેંચી પણ કરી મૂકે છે. આવી જાતનું અસભ્ય વર્તન પૂજ્ય મુનિવર્યો પ્રત્યે કરવું એ શું નવિનપથી વૃદ્ધ અને યુવાન ભક્તોને તેઓશ્રીના મિશન તરફથી સૂચન હશે કે શું ? કારણકે હરેક જગ્યાએ આવા જ દ્રષ્ય બને છે. રાધનપુરમાં આવા દ્રષ્યનું મંગળાચરણ પ્રથમ મુનિશ્રી ખાંતિવિજયજીની સ્વર્ગગમનની શોક સભામાં થયેલ, બીજો પ્રસંગ શાન્તમૂર્તિ આચાર્યદેવ શ્રી વિજયલાવણ્યસૂરીજીના ચાતુર્માસમાં જે બનવા પામેલ છે, તે તે રાધનપુરની જૈન કેમ માટે એક કલંક સમાન જ છે. કે જેથી ભવિષ્યમાં કઈ પણ પૌઢ, વિચરક, જ્ઞાનિ અને ગીતાર્થ મુનિ મહારાજ રાધનપુરને ચાતુર્માસ કરીને સોભાવી શકે તેવું રાખેલ જ નથી. છતાં પણ અન્યાસે આવી ચઢેલા તિર્થોદ્ધારક, શાંતમૂર્તિ સમભાવદ્રષ્ટી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનીતિસૂરીજી મહારાજના સમુદાયના બે સાધુઓ યાત્રાર્થે આવી ચડયા, તેમને જોઈતી બધી વ્યવસ્થા કરી આપવાની કબુલાત આપી, ગુરૂવર્યો પાસે તારદ્વારા આજ્ઞા મંગાવી આપી. આગ્રહપૂર્વક ચાતુર્માસ માટે ગચ્છના મુખ્ય કાર્યવાહકે ક્યા, છતાં ન મળે જોઈતી સગવડ કે ન મળે આવશ્યક સાધન. ચાતુર્માસ દરમિયાન અસાડ વદિ ૮ ના વ્યાખ્યાન સમયે પૂજ્ય ગુરૂવર્ય પન્યાસશ્રી ભાવવિજયજી ગણિવર્યને સ્વર્ગદિન, શ્રાવણ સુદિ ૩ ને આવતો હેઈ તે દિવસે જયંતિ ઉજવવાની હોવાથી પૂજા, પ્રભાવના આદિ માટે વૃદ્ધ પન્યાસશ્રી લાભવિજયજી ગણિવર્ય સદુપદેશ આપતા, અંતમાં જણાવ્યું કે “આવતી અસાડ વદી ૧૪ મંગળવારની છે માટે પ્રતિક્રમણની ધાર્મિક ક્રિયા મંગળવારના પાંચ વાગે થશે.” આટલી સંઘને સૂચના આપતા જ જાણે કે “આભ ન ફાટે હોય તેવી રીતે નુતનપંથીના ભગતડાઓ કે જેઓ પુખ્ત ઉમ્મરના હતા, તેઓ પૂજ્ય પન્યાસજી મહારાજને ઉદ્દેશીને બકવા લાગ્યા કે આપ આવી રીતે કહી જ કેમ શકે? વ્યાખ્યાન પાટ ઉપર બેસીને આમ બેલી શકાશે જ નહિ, તેમ કહેતા વધુ ઉશ્કેરાયાં. અને પૂજ્ય પન્યાસજી મહારાજ સામે હાથે કરી ઉશ્કેરાટ ભરી ભાષામાં યદ્રા તદ્દા બકવાદ કરતા પરિણામે આવેશમાં આવી પન્યાસજી મહારાજને હાથ પકડી પાટ ઉપરથી ઉતારવા જેવી ખેંચતાણ કરવા લાગ્યા. આ રીતે વાતાવરણની ભયંકરતા વધતાં પારેખ દલપતભાઈ વીરવાડીયા વરધીલાલ આદિએ નુતનપંથી પારેખ નરપતલાલ ઉતમચંદ અને વરધીલાલ કચરાભાઈને કડકાઈથી કહ્યું કે સાધુઓને વ્યાખ્યાન પીઠ ઉપરથી પોતાના ધ્યેયને પ્રતિપાદન કરતા કેઈ અટકાવી શકશે જ નહિ, આટલું કહેતા જ મામલે બગડતા નુતન પિંથીઓ વ્યાખ્યાનમાંથી ચાલ્યા ગયા અને મુનિમંડળને ઉપાશ્રયના અંદરના

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40