Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 35
________________ યંતિ મહોત્સવ. ૩૩૩ બપોરના ઉપાશ્રયમાં શેઠ ભગુભાઈ ચુનીલાલભાઈ સુતરીયા તરફથી સ્વર્ગસ્થ નિમીતે પંચકલ્યાણકની પૂજા રાગરાગણીથી ઉમદા ગવૈયાઓએ ભણાવી હતી, તેમજ ઉપાશ્રયની જોડેના દેરાસરે ભભકાદાર આંગી કરાવવામાં આવી હતી. પૂજામાં શેઠશ્રી તરફથી પ્રભાવના કરવામાં આવેલ હતી. વીરના ૩પ સમાવી. શ્રાવણ સુદિ ૩ ના પૂજ્ય ગુરૂવર્ય પન્યાસશ્રી ભાવવિજયજી ગણિવર્ય મહારાજને સ્વગદિન હોવાથી ઉપાધ્યાય શ્રીદયાવિજ્યજી મહારાજના સદુપદેશથી બપોરના ઉપાશ્રયમાં પૂજા રાગરાગણીથી ગવૈયાઓએ ભણાવી હતી, તેમજ જેઓના દેરાસરમાં પ્રભુજીને અંગરચના ઘણું જ ભભકાદાર કરવામાં આવી હતી. વળી પૂજામાં શ્રીફળની પ્રભાવના રાખવામાં આવી હતી. તાધનપુર, ગુરૂવર્ય પૂજ્ય પન્યાસશ્રી ભાવવિજયજી ગણિવર્યની શ્રાવણ સુદિ ૩ ના સ્વર્ગ તિથિ હોવાથી તે દિને સાગરના ઉપાશ્રય અને ઉપાશ્રયના સરીયામને ધ્વજ પતાકાઓ અને સુશોભિત બેડૂથી શણગારી પન્યાસશ્રી લાભવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને જયંતિ ઉજવવાની સભા સવારના નવ વાગે રાખવામાં આવી હતી. પ્રારંભમાં મુનિશ્રી પ્રકાશવિજ્યજીએ મહૂમના જીવનની દુકાણમાં કારકિદી સભાજનેને સંભળાવ્યા બાદ મુનિશ્રી રવિવિજયજીએ દાદાગુરૂની પરોપકાર વૃત્તિ, સૌમ્યભાવ, સમાનદ્રષ્ટિ આદિ ઉપર દલીલસર વિવેચન કર્યું હતું. બાદ પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં સં. ૧૯૭૦ ની સાલમાં મહૂમના શુભ હસ્તે રાધનપુરમાં થયેલ પદવી પ્રદાન મહોત્સવનું વર્ણન કરી તેઓશ્રીની સમાનભાવનાના વખાણ કર્યા હતા. તે વખતે દશેક સંઘાડાઓના સાધુ સાધ્વીઓના આસરે પિણે ઉપરાંત મહર્ષિગણને જોગ અનુષ્ઠાન આચારાંગથી તે શ્રીભગવતી સૂત્ર સુધીના કરાવી, ચાતુર્માસના અંતે માગસર માસમાં પાંચ જણાને ગણું અને પન્યાસપદ આપી પદવી પ્રદાન ઉત્સવ રાધનપુરમાં ઘણા જ ઠાઠમાઠથી ઉજવ્યું હતું, જેમાં રાધપુરની જનતાએ આસરે દશેક હજારની રકમને સદવ્યય કર્યો હતો. બાદ સમય થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. બપોરના આદેશ્વરજીના દેરાસરે રાગરાગણીથી ચુનંદા ગવૈયાઓએ પંચકલ્યાણકની પૂજા ભણાવવા સાથે પરમાત્માને ભવ્ય અંગરચના સાઠેક રૂપીઆના ખર્ચે કરાવવામાં આવી હતી. તેમજ રાત્રીના ઉપાશ્રયમાં પૂજ્ય ગુરૂદેવના ફેટા સન્મુખ રાત્રી જાગરણ રાખી ઘણા જ ભક્તિ ભાવથી શ્રી આદિકવર જૈન સંગીત મંડળીએ રાગરાગણીથી સ્તવનો ગાઈ ભક્તીને લાભ લીધેલ હતો, અને પેંડાની પ્રભાવના કરવામાં આવી હતી. નોટ-આ સિવાય જ્યાં જ્યાં પન્યાસજી મહારાજના સમુદાયના સાધુ સાધ્વીઓ હશે, ત્યાં તેઓશ્રીના સ્વગદિને પૂજાઓ, આંગીઓ, અને મેળાવડાઓ થયેલ હશે. પરંતુ તેઓના સમાચાર આવેલ નહિ હોવાથી આપી શકાયેલ નથી. તંત્રી.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40