Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 27
________________ અનેકાંત–વાદ. ૩૨૫ હોય તે અહિંસાને ન અર્થ કર્યા સિવાય છુટકે ના થાય. આ રીતે ધર્મ, ધર્મ વચ્ચેના ભેદાંતર નીરખવાં હોય તે એના મુળમાં તટસ્થ દ્રષ્ટિએ નીરખવું જોઈએ. આ દ્રષ્ટિએ જોવામાં ખુબ મજા આવશે, જીવનની પ્રગતિમાં–હદયની વિશાળતામાં એ સારી માત્રા બની શકે. એ ભેદાંતરે માટે વાદવિવાદમાં ઉતરવું, શ્રેષના મેરા માંડવા એ મુર્ખાઈ છે. કારણ કે ભેદે તાત્ત્વિક નથી પણ સ્થિતિ સગો અનુસાર થયેલ શાબ્દિક ફેરફાર છે. પછી આ સાચું ને તે ખોટું એ વાદવિવાદ શ? અનેકાંતવાદ ધર્મ, ધર્મ વચ્ચેના ઝગડા સમાવવા આ દ્રષ્ટિ ખીલવવાનું કહે છે. અનેકાંતવાદ અને સહિષ્ણુતા એ પર્યાયવાચી શબ્દ છે, એમ કેટલાકનું માનવું છે. જો કે અનેકાંતવાદ અને સહિષ્ણુતાને ઉદ્દેશ તે એક દિશાએ વહે છે. પણ તે બનને વચ્ચે પ્રમાણે ભેદ મટે છે. સહિષ્ણુતાનું કહેવું છે કે, સામેના મતને સહન કરવો એની સામે કજિયામાં નહિ ઉતરવું. જ્યારે અનેકાંતવાદ એ એવો સિદ્ધાંત છે કે સામેના મતમાંના સત્યને પિછાનવું, સામેના મતના સત્યને પારખવાથી જે હૃદયની વિશાળતાને અને પરસ્પરને ઉપયોગી થવાનો ' લાભ થાય છે, તે એકલા માત્ર સહન કરવાથી પ્રાપ્ત થતી નથી. સમજ્યા વગરનું સહન કરવું ઈચ્છનીય નથી, કારણ કે એથી ભલે કંકાસ ન થાય પણ પરસ્પર ખુલ્લા દિલથી મળી શકતા નથી અને હૃદયને છુપે. ખુણે પરમત ભણું સુગ રહ્યા કરે છે. સત્યને સમજવા તરફ બે દરકારી રાખવાથી એ બદલે મળે છે. વિકાસના માગીએ પરસ્પર મેજ ના ઉડાવી શકે, એ સમું અયોગ્ય શું? આને એક દાખલે લઈ સ્પષ્ટ કરીએ, લગભગ સૌએ મનશુદ્ધિ સાથે શારીરિક શુદ્ધિ ઉપર ભાર મુક્યો છે. આપણે સ્નાનાદિ સ્વીકાર્યા તેમ મુસ્લીમોએ સુન્નત ક્રિયા ઉપર ભાર મૂકયે, આ વિધિથી કાયમ માટે સરસ રીતે પેશાબથી કપડાં અપવિત્ર થતાં અટકી શકે, આ ક્રિયા આપણે સ્વીકારી ના શકીએ, એ જુદી વાત છે. પણ સુગ ત્યજી વિચારપૂર્વક એટલું સમજી શકીએ કે એથી પણ સાચતા જાળવી શકાય છે, તે ઈસ્લામીઓની એ ક્રિયા ભણું આપણાં મન વાણી જે અશ્લીલતા સંગ્રહી રાખે છે, તે જલદી છુટી જાય. સહિષ્ણુતાથી જે સગ જતી નથી તે આમ અનેકાંતવાદથી જાય છે, અનેકાંતવાદી આમ દરેક પ્રસંગે સામેના હેતુઓના ઉડાણમાં ઉતરે છે. જેનફિલસૂફીમાં આ અનેકાંતવાદને મહત્વનું સ્થાન છે. એનું બીજું નામ સ્યાદ્વાદવાદ છે, એ બધાને પિતાનું કરવા ચાહે છે. કારણ કે પિતે સત્ય છે તે પછી બીજા સત્યની સાથે દુશ્મનાવટ હોઈ શકે જ નહિ. જીવન એ સત્યના અંશો છે. પછી એ પરસ્પર મીલન કરી સત્યનાં અહો ગાન ગાવાને બદલે શીદ સત્યના તેજને લડી ઝગડી ઓછું કરે? હરેક ઉપાસકે અનેકાંતવાદ સમજી સત્યની વિશાળતા પારખવાની ખાસ આવશ્યકતા છે. સ્વપરને એ અનંત કલ્યાણકારી છે. (અપૂણ)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40