________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ છે. ]
તવ માંસા. ઉત્તરાવસ્થા કેમ ગાળવી તેની પણ કળા છે અને તેવા વૃદ્ધ માણસના જીવન જાણવાથી આ કળા શીખી શકાય છે. સૂર્ય જેમ સંધ્યાકાળને રમણીય બનાવે છે, તેમ ઉત્તમ આત્મા જીવનના ઉત્તરકાળને સુખી સ્મરણીય બનાવી શકે છે.
જીવન કેવી રીતે લંબાવી શકાય–The prolongation of life.
મનુષ્ય જીવન ટૂંકું છે અને કામ કરવાના ઘણાં છે એ એક સામાન્ય કહેવત છે, માટે માણસે પિતાનું જીવન કેમ લંબાવી શકાય તે જાણવું જોઈએ. માણસનું આયુષ્ય જન્મથી જ નિત થયેલ છે એવું શાસ્ત્રનું વચન છે પણ આપણે આયુષ્ય કેટલું તે જાણતા નથી. વળી નિરુપક્રમી અને એ પક્રમી પણ આયુષ્ય કહ્યાં છે, એટલે આપણું કર્તવ્ય તે એ છે કે-ઇવન ન જોખમાય અને બને તેટલું લંબાય તે પ્રમાણે વર્તવું જોઈએ.
સીતેર વર્ષની ઉંમરે પહોંચ્યા પછી માણસે પિતાના અજબ શરીરના બંધારણનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. તે કેવી રીતે કામ કરે છે ? અને તેની શી જરૂરી છે તે જાણવું જોઈએ. કેવી રીતે શરીરનું પોષણ થાય છે અને પુનર્રચના-recuperation થાય છે તેને તેણે અભ્યાસ કરવો જોઇએ.
માણસના શરીર અને મગજને ટકી રહેવાની–સહન કરવાની અજબ શક્તિ છે જે શક્તિ બીજા નિર્જીવ યંત્રોમાં નથી. પુનર્રચના કરવાની ( recuperative) શક્તિ શરીરયંત્રમાં જ છે, બીજા મોટર વાહન જેવા યંત્રમાં નથી. વળી હાલના વિજ્ઞાનના બળે દાકટરોએ ઓપ આપવાનો અને કાપકૂપ કરવાનું અનેક ઉપાય શોધી કાઢ્યા છે જે મદદથી પણ શરીરને ટકાવી શકાય છે.
વૃદ્ધ માણસ પિતાના દરેક નવાં વર્ષને નવી કમાણ માને છે. કેવું કિમતી એક વર્ષ વયું. વૃદ્ધ માણાને પાછલાં વર્ષો એક ગેબી કપાત છે.
ઉપગી રહેણીકરણી-Helpful Habits. માણસે પોતાની જિંદગીના વર્ષો ઉડાઉ ો કાઢવા જોઈએ. ખાસ કરીને વૃદ્ધ માણસે તો પોતાના વર્ષો સંભાળથી ગાળવા જોઈએ. વગરવિચાર્યું ખાવાપીવાથી, વિના કારણે સ્વભાવ ગુમાવવાથી કે ગુસ્સો કરવાથી જિંદગી જોખમાય છે, વૃદ્ધ શરીરમાં સ્વરક્ષણ અને પુનરુ સ્વના ઓછી તાકાત હોય છે. વૃદ્ધ માને આત્મસંય ખાસ જરૂર છે. વૃદ્ધ માણસ શરીર પ્રત્યે બેપરવા ન થઈ શકે.
વૃદ્ધ માણસે મિતાહારી થવું જોઈએ. સાદું જીવન ગાળવું જોઈએ. મોજશોખલું તિલાશી લઇવન ગાળવાવાળા ધનાઢ્ય કરતાં સાદું જીવન ગાળનાર ગરીબ માણસ વધારે જીવે છે. પ્રમાદી ઉદરભર્યું જીવન શાપમય છે. માટે પ્રમાદ છોડી દઈ મહેનતથી પોતાનો નિર્વાહ કરવા વૃદ્ધ માણસે ઉદ્યમવંત રહેવું જોઈએ, વૃદ્ધ માણો દરેક દિવસ સમતોલ રાખવો જોઈએ. ઘણું બેસ્યા ન રહેવું તેમ
For Private And Personal Use Only