________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી ક. બમ પ્રકાશ
રીતથી સેવે છે, આ લેક-પરલેક સંબંધી કિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે, અથવા ક્રોધ-માન-માયા લાભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૈકિક દિવની લેકિક ફલકામનાથી લૈકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી.
શુદ્ધ સેવા તે (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાના નિરોધ સહિત, (૩) આ લેક-પરલેક સંબંધી કામના રહિતપણે-નિષ્કામપણે કરવામાં આવે તો જ થાય. આવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે યોગબીજરૂપ થઈ પડે છે.
ત્યારે જિજ્ઞાસુ જાણે પ્રશ્ન કરે છે કે તે સેવનને ભેદ શું? તે કૃપા કરીને કહે. તેનું સમાધાન કરતાં કહે છે–સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ, ” પ્રભુસેવનના કારણરૂપ પહેલી ભૂમિકા અભય, અષ ને અખેદ છે માટે તમે અભય, અપ ને અખેદ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરો.
પ્રારંભમાં જ કહ્યું તેમ કંઈ પણ મકાન પાયા વિના ચણાય નહિં, પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય ન -આ નિયમ છે. તેમ પ્રભુસેવારૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને પાયે પૂરાયા વિના થાય નહિં, તેની પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં. જો તે પ્રભુસેવારૂપ પ્રાસાદ બાંધવો હોય, તે પ્રથમ તેને દૃઢ પીઠિકાબંધ બાંધવો જોઈએ, મજબૂત પાયે નાંખવું જોઈએ. તે જ તેનું સાનુબંધ ગણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તો
મૂર્ણ નાસિત કુતો રાણા” મૂળ નહિ તે શાખા કયાંથી હોય ? નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું થાય ? બીજ વિના ઝાડ કેમ થાય? માટે અહે ભવ્યજનો ! પ્રભુભક્તિના કામી એવા મુમુક્ષઓ ! તમે પ્રભુસેવારૂપ અલૈકિક પ્રાસાદની પ્રથમ દઢ ભૂમિકા બાંધે, મજબૂત પાયો નાંખે -કે જેથી કરીને અનુબંધથી તે મહા દિવ્ય પ્રાસાદનું સાંગોપાંમ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુકિતરૂપ કલશ ચઢાવી, વતુર્વર પની સિદ્ધિરૂપ “વાતુ” કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરશે! . અને તે પ્રથમ ભૂમિકા છે અભય, અપ અને અમેદ છે માટે આ ગુણમયી પ્રથમ પ્રાપ્ત કરી, તમે આ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પામેલા પરમ પ્રભુને સેવે !
( અપૂર્ણ)
+ દશ સંજ્ઞા-( ૧ ) આહાર સંજ્ઞા, (૨) ભય સંસા, (૩) મયુ સંસા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) કૈધ સંસા, (૬) માન સંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભ સંજ્ઞા, (૯) ધ સંજ્ઞા, (૧૦) લેાક સંજ્ઞા. આમાંની કોઈ પગ સંજ્ઞા પ્રભુભક્તિ કરનારને બે હેવી જોઈએ, ભક્તિસમયે ખાસ પ્રયત્નથી તે તે સંજ્ઞા વર્જવી જોઈએ.
* उपादेयधियात्यन्तं संज्ञाविष्कवणान्वितम् । જમિર ધરહિતં સંશુદ્ધ ઘતીરામ II – શ્રી ગદષ્ટિસમુચ્ચય.
For Private And Personal Use Only