________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ થા ! હ માંસા
૭૫ વૃદ્ધ માણસે કાર કરવાનું પોતાનું કૌશલ્ય ગુમાવવું નહિ. એવું કામ કરવું, ઓછા કલાક કામ કરવું, પણ જે કરવું તે પૂરતી ચીવટથી યથાસ્થિત કરવું. એક વાત તેણે ધ્યાનમાં રાખવી કે કામ કરવાની અતિ ઉત્કંઠામાં પિતાનું આરોગ્ય ગુમાવવું નહિ.
વૃદ્ધાવસ્થામાં રાનના કે લાગણીના વિસ્કૂલ થવાના પ્રસંગે ઓછાં મળવા જોઈએ. તેવા કારણે પાળવાથી શરીર અને મન ઉપર માઠી અસર થાય છે. વૃદ્ધ માણસને મનની શાંતિની જરૂર છે. જે આસપાસનું વાતાવરણ વૃદ્ધ માણસને શાંતિ ન ઉપજાવી શકે તેવું હોય તે તે વાતાવરણ તેણે બદલવું જોઈએ, લાગણી રાખ્યા વિના બદલવું જોઈએ. વૃદ્ધ માણસે એવા નાટકો કે સિનેમા ન લેવા, કે જેને ભયાનક કે કરુણુજનક દશ્ય તેને મગજ ઉપર ઊંડી છાપ પાડે.
ચીડાઉ સ્વભાવ વૃદ્ધ અવસ્થાનું એક લક્ષ છે. ચીડાઉ સ્વભાવથી તેની અને આસપાસના માણસની શાંતિ અને સુખી બરબાદી થાય છે. મનના ઉપર કાબૂ રાખવાથી ચીડાઉ પ્રકૃતિ સુધારી શકાય છે. પર્યાવસ્થામાં સારાં કામે કર્યા હેય, બાળાઓ તરફ સહૃદયતા રાખી હોય, યથાશક્તિ દયા-દાન કર્યા હોય તો ઉત્તરાવસ્થામાં ચહેરા ઉપર શાંતિ અને સોજન્યતા દશ્ય થાય છે. કુકર્મ કરનારના ચહેરા વૃદ્ધાવસ્થામાં ક્રૂર અને તિરસ્કારયુક્ત જોવામાં આવે છે.
માણસનું આંતરજીવન શાંત અને સંયમિત હોય તો તેનું માનસિક અને શારીરિક સ્વાચ્ય વૃદ્ધિ પામે છે, જયારે કષાયી જીવન ઝેર બની સ્વીસનો નાશ કરે છે. જુવાન અવસ્થાનો ક્રોધી માણસ પશુ સંયમ કેળવી વૃદ્ધાવસ્થામાં શાંતિ પામી શકે છે.
વૃદ્ધ માણસે સહદયતા, સમતા, સંતોષ, આનંદ, સુખ, કર્તવ્યપરાયબ્રુતાને કેળવવાં અને કામ, ક્રોધ, માન, માયા અને ઈર્ષાને તજવા નિર્માલ્ય આધિ વ્યાધિ અને ઉપાધિઓ Titling Infirities.
વૃદ્ધ માણસે નિર્માલ્ય અને ગંભીર અસ્વસ્થતાના કારનો ઉદ પાડતાં શીખવું જોઈએ. નકામાં નાના કારણે તરફ ઓછું લક્ષ આપવું જોઈએ, ઉમર થાય એટલે સહજ કેટલીક શારીરિક ઉપાધિઓ તે આવે પણ તેના ઉપર સતત ચિંતવન ન કરવું જોઈએ. નાનપણમાં પણ ઘણી નાની મોટી વ્યાધિઓ આવી ગઈ હોય છે અને શાલી પણ ગઈ હોય છે. સારી કે નબળી તંદુરસ્તી વખતે પણ આશાવાદી બની પિરો તંદુરસ્ત છે એમ માનવાને સ્વભાવ રાખવો જોઈએ. ઘણા રોગો તો ખાટી કપના કરવાથી અથવા છબીક અને નિરાશામાંથી ઉત્પન્ન થાય છે. ઘણા દર્દીનું કારણ રાગિણ મન જ હોય છે, માટે મનને નિરોગી અને આશાવાદી રાખવું જોઈએ.
For Private And Personal Use Only