Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદઃ આ સંકલનમાં મહત્ત્વના સિદ્ધાંતભૂત સારનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને ઘણા ગ્રંથોનો આધાર લીધેલ છે. • ધર્મ વસ્તુના સ્વભાવને કહે છે. તે નવો બનાવી શકાતો નથી. • તીર્થંકર ભગવાનધર્મની સ્થાપના કરતા નથી. ધર્મ તો અનાદિ અનંત છે. પરંતુ ધર્મનો આશ્રય લઈ આત્મા સ્વયં પરમાત્મા બને છે. તીર્થકરોની પરંપરા અનાદિ અનંત છે. • વસ્તુ અનાદિ અનંત છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. માટે ધર્મ-જે વસ્તુનું જે પ્રમાણે છે તે પ્રમાણે નિરૂપણ કરે છે, તે પણ અનાદિ અનંત છે. જેને ધર્મ પણ એ પ્રમાણે છે માટે અનાદિ અનંત છે. કાર્યની ઉત્પત્તિમાં પાંચ સમવાય કારણો * સ્વભાવક કાળ નિયતિ નિમિત્ત પુરુષાર્થ એકી સાથે સમુપસ્થિત હોય છે. તથાપિ સુધર્મની પ્રાપ્તિમાં પુરુષાર્થ મુખ્ય છે. ઉપાઠાનગત યોગ્યતા હોતાં નિમિત્ત સહજ મળી આવે છે. તેથી આત્માર્થીએ નિમિત્તો મેળવવા માટે વ્યગ્ન ન થવું જોઈએ. • વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સ્વાધીન છે. તે પોતાના પરિણમનનો પોતે જ હર્તા ર્તા છે, તેના પરિણમનમાં પરનો રંચ માત્ર પણ હસ્તક્ષેપ નથી. દરેકે દરેક અણુ સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંત પ્રમાણે, જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે નિમિત્તથી તે જ પ્રમાણે પરિણમન થાય, તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ કાંઈ કરી શકે નહિ. સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચારિત નિરૂપણ તે વ્યવહાર છે. વ્યવહારનય અભૂતાર્થ છે, નિષેધ્ય છે અને નિશ્ચયનય ભૂતાર્થ છે. નિષેધક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346