Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના જે જીવ અહંતને દ્રવ્યપણે, ગુણપણેને પર્યાયપણે યથાર્થ જાણે છે તે જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયમક નિજ આત્માને જાણીને પોતાના અભેદ શુદ્ધ દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે. એ રીતે તેને મિથ્યાત્વમોહ નાશ પામે છે અને તેને મોક્ષસુખના બીજભૂતસમ્યગ્દર્શનને સ્વાત્માનુભૂતિ પ્રગટ થાય છે. ધર્મનું મૂળસમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે ઘણાબધા જુદા જુદા પ્રયોજનભૂત વિષયોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. જૈન દર્શનજિનવાણીનો વિસ્તાર અને ઊંડાણ અગાઢ અને અમાપ છે. તેટલી જ તેની અંદર સૂક્ષ્મતા છે. આ યુગમાં ક્રિયાકાંડવિમૂઢ જૈનજગતને વસ્તુસ્થિતીનું યથાર્થ સ્વરૂપ જેમ છે તે સારી રીતે સમજાય એ હેતુથી જુદા જુદા વિષયોનું આ એક પ્રતમાં સંકલન કરેલ છે. ત્રણ લોમાં જીવ અનંત છે. તે સર્વ દુઃખથી ભય પામી સુખ મેળવવા ઈચ્છે છે. આત્માનું હિત સુખ છે, તે આકુળતારહિત છે. મોક્ષમાં આકુળતા નથી, તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તતા પાત્ર જીવોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ સંકલનનું પ્રયોજન છે. બધા જ ભવ્ય પાત્ર જીવો આ વિષયોનો ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ કરી સમ્યગ્દર્શન અને પરંપરાએ મોક્ષ પામે એ જ વિનમ્ર ભાવના! O O કલન : ૨ની ચાળ (ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 346