Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 6
________________ ५ આપણે થાકી જઈએ એટલી કૃતિઓ તેઓ ત૨ફની ભક્તિથી પ્રેરાઈને વિદ્વાનોએ રચી છે. તેઓના પરિવારમાં બે હજાર સાધુઓ હતા. તેઓમાંથી કેટલાય વિદ્વાનો, કવિઓ, વાદીઓ અને ગ્રંથોની રચના કરનારા હતા. આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ તેઓના મહાન શાસનપ્રભાવક પધર હતા. સાત ઉપાધ્યાય ભગવત્તો તથા ૧૬૦ પંન્યાસજી મહારાજાઓના સમુદાયથી પરિવરેલા તેઓશ્રી તારાસમૂહની વચ્ચે રહેલ પૂર્ણચંદ્રની જેમ શોભતા હતા. શ્રી હીરવિજયસૂરિરાસ શ્રાવક કવિ શ્રી ઋષભદાસજીએ જગદ્ગુરુના અનેકાનેક જીવનપ્રસંગોને આબેહૂબ વર્ણવતાં ગુજરાતી ભાષામાં પદ્યમય ‘શ્રી હીરવિજયસૂરિરાસ'ની રચના કરી છે. ૧૧૦ ઢાળમાં તથા જુદાજુદા રાગોમાં એ રાસની રચના એવી તો પ્રાસાદિક અને મનોરમ કરવામાં આવી છે કે વાંચવાનું શરૂ કર્યા પછી એને હાથમાંથી મૂકવાનું મન જ ન થાય. એને જેમજેમ વાંચતા જઈએ તેમતેમ આપણે જાણે કાવ્યપ્રવાહમાં આગળ ને આગળ તણાતા જતા હોઈએ એવો અનુભવ થાય છે. રાસમાં તેમણે કરેલાં તે-તે વર્ણનો વાંચતાં કવિની બહુમુખી પ્રતિભાનાં દર્શન થયા વગર રહેતાં નથી. સૂરત નાનપુરામાં વ્યાખ્યાનમાં રાસનું વાચન શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ (નાનપુરા-સૂરત)ની વર્ષોની આગ્રહભરી વિનંતીથી વિ.સં. ૨૦૫૨નું ચાતુર્માસ ત્યાંના દિવાળીબાગ જૈન ઉપાશ્રયમાં થયું. પૂજ્યપાદ ગુરુમહારાજશ્રીજી તથા આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી, મુનિશ્રી ગુણશીલવિજયજી, મુનિશ્રી રાજહંસવિજયજી, મુનિશ્રી લલિતાંગવિજયજી તથા મુનિ શ્રી જગચ્ચન્દ્રવિજયજી આદિ સૌ સાથે ચાતુર્માસપ્રવેશ કર્યો. પ્રવેશના દિવસથી જ ત્યાં અપૂર્વ ઉલ્લાસમય વાતાવરણ જામી ગયું. લોકોમાં કોઈ જુદા જ તરવરાટનાં દર્શન થયાં. ઘણીઘણી પ્રતીક્ષા અને પ્રયત્ન પછી પોતાને મળેલા આ લાભની જાણે કિંમત ચૂકવતા ન હોય તેમ સંઘના પ્રમુખ માણેકલાલભાઈ, બકુભાઈ, કિરીટભાઈ ચોકસી, બાબુભાઈ મઢીવાળા, કીર્તિભાઈ, જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ, દિલીપભાઈ વગેરે આબાલવૃદ્ધ સૌ હોંશેહોંશે વ્યાખ્યાન-વાણીશ્રવણ તથા આરાધનામાં જોડાયા. વ્યાખ્યાનમાં સૂત્રાધિકારે ૧૪૪૪ ગ્રંથના રચિયતા શ્રીમાન્ હિરભદ્રાચાર્ય મહારાજ વિરચિત પંચાશક ગ્રંથ’ તથા ભાવનાધિકારે શ્રાવક કવિ શ્રી ઋષભદાસજી રચિત ‘શ્રી હીરવિજયસૂરિાસ’ વાચવાનું નક્કી કરવામાં આવ્યું. ને બન્નેના વાંચનનો મહોત્સવપૂર્વક પ્રારંભ થયો. વ્યાખ્યાનમાં છણાવટપૂર્વક કરવામાં આવતા તે-તે તાત્ત્વિક પદાર્થોના શ્રવણથી લોકોને કોઈ નવા જ પ્રકાશની પ્રાપ્તિ થઈ. વળી રાસના શ્રવણમાં પણ લોકોને ખૂબ રસ પડવા લાગ્યો. કેટલીક વાર તો વ્યાખ્યાનમાં ગવાયેલી તે-તે રાસની પંક્તિઓ આખો દિવસ કાનમાં ગૂંજ્યા કરતી. એ રાસ વ્યાખ્યાનમાં વાંચવા માંડ્યો તે અગાઉ તેના ઉપર સારભૂત વિવેચન લખવાનો પ્રારંભ કર્યો હતો. આ વાચનથી એ લખવામાં વેગ આવ્યો.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 398