Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 9
________________ શ્રાવક કવિ ઋષભદાસ અને એમનું સાહિત્યસર્જન કાન્તિભાઈ બી. શાહ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે ખેડાયું છે. પણ એ સાહિત્યના ખેડાણ અને વિકાસમાં, ભલે જૂજ પ્રમાણમાં, પણ કેટલાક શ્રાવક કવિઓનું પણ પ્રદાન રહ્યું છે એમાંના એક તે ખંભાતનિવાસી કવિ ઋષભદાસ. ઋષભદાસના જન્મ કે નિધનનું નિશ્ચિત વર્ષ ક્યાંયે નોંધાયેલું મળતું નથી, પણ એમની કૃતિઓમાં મળતા રચનાસંવતોને આધારે એમનો જીવનકાળ નક્કી કરી શકાય એમ છે. આ કવિની એક રાકૃતિ ‘ઋષભદેવરાસનું રચનાવર્ષ સંવત ૧૬૬૨ છે, જે એમની સર્વ રચનાઓમાં વહેલામાં વહેલું રચનાવર્ષ ધરાવે છે. જ્યારે એમની એક કૃતિ “રીહણિયા મુનિરાસ'નું રચનાવર્ષ સંવત ૧૬૮૮ છે જે મોડામાં મોડું રચનાવર્ષ ધરાવે છે. એ રીતે કવિ ઋષભદાસનો કવનકાળ સં.૧૬૬૨થી ૧૬૮૮નો નિશ્ચિત થાય છે. સંવત ૧૬૬૬માં રચાયેલા વ્રતવિચાર રાસમાં અંતે કવિએ પોતાની ગૃહસ્થીનું વર્ણન કરતાં લખ્યું છે, બાલક દીસઈ રે રમતાં બારણઈ, કુટુંબ તણી કંઈ કોડ્યું.” અને “સકલ પદારથ મુઝ ઘરિ મિં લહ્યા, થિર થઈ લછઉ રે નાર્ય.” આ જોતાં એ વખતે કવિ પચીસેકની ઉંમરના હોય તો એમનો જન્મ સં.૧૬૪૧ આસપાસ થયો હોવાનું અનુમાન શ્રી મોહનલાલ દ. દેશાઈએ કર્યું છે તે વાજબી ઠરે છે. આમ કવિ ઋષભદાસનો જીવનકાળ વિક્રમના સત્તરમા શતકના (એક દશકો વહેલો શરૂ થઈ). સમગ્ર ઉત્તરાર્ધનો ઠરે છે. મધ્યકાળમાં ખૂબ જાણીતા બે જૈન સાધુકવિઓ નયસુંદર અને સમયસુંદરના તેઓ નજીકના સમકાલીન કવિ છે. કવિ ઋષભદાસ વિસા પોરવાડ વણિક જ્ઞાતિના અને ‘સંઘવી” અટક ધરાવતા પ્રાવક હતી. તેમના પિતામહનું નામ મહિરાજ હતું. એમણે શત્રુંજય, ગિરનાર, આબુની જાત્રાઓ કરેલી અને સંઘ પણ કાઢેલો હોવાથી તેઓ “સંઘવી” બનેલા. તે ધર્મવૃત્તિવાળા ચુસ્ત શ્રાવક હતા. કવિના પિતા સાંગણ વિસનગરમાં રહેતા હતા. અને પછીથી ખંભાત જઈને વસેલા. પિતા પણ સંઘ કાઢીને સંઘવી તરીકે જાણીતા બનેલા. તેઓ પણ ધાર્મિક ક્રિયા કરનારા ચુસ્ત શ્રાવક હતા. કવિની માતાનું નામ સરૂપાદે હતું. કવિનો જન્મ ખંભાતમાં થયો. પોતાની જન્મ અને કર્મભૂમિ ખંભાત માટેની એમની પ્રીતિ એમણે એમની એકથી વધુ કૃતિઓમાં કરેલાં ખંભાતનગરીનાં લાંબાં વર્ણનોમાં જોઈ શકાય છે. | ઋષભદાસે પોતાની ગૃહસ્થી વિશે એમની જ કૃતિઓમાં આપેલી માહિતી પરથી જાણી શકાય છે કે તેમને સુલક્ષણી પત્ની હતી. ભાઈ, બહેન અને એકથી વધુ સંતાનો હતાં. ઘેર ગાય-ભેંસ દૂઝતી હતી. અને પોતે પૈસેટકે સંપન્ન હતા. રાજ્યમાં કવિ તરીકે પણ એમની પ્રતિષ્ઠા સારી હતી. તેઓ પોતાને “સંઘવી” તરીકે ઓળખાવે છે તે અટક રૂપે જ. એમણે પોતે સંઘ કાઢ્યો હોય એવી વિગત મળતી નથી, અલબત્ત, એ એમની

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 398