Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 8
________________ એક પ્રયોગ કરીએ : રાસની સપ્તાહકથા વર્તમાન શ્રી સંઘમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ તથા શ્રી હીરવિજયસૂરિજી મહારાજ આ ત્રણ નામનું સૌભાગ્ય અનેરું છે. એ ત્રણેની આગવી વિશેષતા છે. તેમાં પણ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ તો સત્તરમા-અઢારમાં સેકામાં પૂર્ણ રીતે છવાઈ ગયા હતા. આટલો વિશાળ શિષ્યસમુદાય અને તે પણ જ્ઞાનાદિ ગુણથી સમૃદ્ધ હોય તેવું ભાગ્યે જ બને. તેમના શિષ્ય – પ્રશિષ્યના વંશવેલા ઉપર નજર કરીએ તો અનેક શાખા-પ્રશાખાથી ઘેઘૂર વડલો યાદ આવે છે. આવા પુરુષો વારેવારે થતા નથી. વૃક્ષોથી ઊભરાતાં વન-ઉપવન ને અટવી અવનિ પર ઘણાં, પણ બધે ચંદનનાં વૃક્ષ નથી હોતાં – વન્દન ન વને વને ! શ્રી હીરવિજયસૂરિનું જીવન અનેક ઉત્તમ, વિરલ ગુણોથી ભર્યું ભર્યું હતું. તેમના મનોમંદિરમાં કદી ન ઓલવાય તેવો એક દીવો પ્રકટેલો છે. તેનું અજવાળું આજ સુધી ફેલાયેલું જોવા મળે છે. આજે તપાગચ્છમાં જે વિજય શાખા, વિમલશાખા ને સાગરશાખા દેખાય છે તે બધાનાં મૂળ આ હીરવિજયસૂરીશ્વરજી મહારાજમાં મળે છે. તેમના વિભૂતિમત્ જીવનની અસર એટલી બધી રહી કે તેઓના કાળધર્મ પછી પણ તેઓનાં ગુણગાન, જીવનમહિમા, પ્રભાવવર્ણન, ઉપકાર-સ્મરણ અંગેની નાનીમોટી રચનાઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નાના-મોટા કાવ્ય સ્વરૂપે તથા જૂની ગુજરાતીમાં તો પુષ્કળ રચાઈ છે. તેમાં તેઓશ્રીના જન્મથી લઈને કાળધર્મપર્યન્તના સમગ્ર જીવનની નાનીમોટી ઘટનાઓનું સાહિત્યિક વર્ણન દીર્ઘ કાવ્ય રૂપે હીરસૌભાગ્ય’ મહાકાવ્યમાં મળે છે. વળી તે કાવ્યની વૃત્તિ પણ કર્તાએ જ રચી છે (સ્વોપજ્ઞ છે). તે હીરસૌભાગ્યને જ સામે રાખીને પ્રસિદ્ધ કવિ ઋષભદાસે આ હીરવિજયસૂરિરાસ'ની રચના કરી છે. જગદ્ગુરુના સમગ્ર જીવનને જાણવા સમજવા આ એક ગ્રન્થ ગુજરાતીમાં પર્યાપ્ત છે. ઋષભદાસ એક ત કવિ છે અને વળી જગગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ અને તેમની પ્રાણવાન પરંપરાના પરમ ભક્ત છે. પોતાના સમગ્ર જીવનના ઉત્થાનમાં આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની કૃપા પ્રસાદીને કારણ ગણે છે. તેઓ પ્રત્યેની ભક્તિ તેમના હૃદયમાં છલકાય છે. તેથી આ રાસની પંક્તિએ પંક્તિ એ ભક્તિરસમાં ઝબકોળાઈને આવે છે અને આપણને ભીંજવે છે. હું તો ઈચ્છું છું કે આ રાસની ઢાળોનું માણભટ્ટની જેમ સમૂહમાં ગાન કરવામાં આવે એટલે કે શ્રી હીરવિજયસૂરિ સ્તુતિ-સપ્તાહ ઊજવવામાં આવે તો તેને લોકો સારી રીતે માણે. પ્રસ્તુત સંપાદનમાં મૂળ શ્રી હીરવિજયસૂરિરાસ તો આપ્યો જ છે, પણ તેને સારી રીતે સમજવામાં મદદગાર બને તેવું સુંદર ગદ્ય મારા પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજે જોડ્યું છે. તેથી આ રાસનો આસ્વાદ વધુમાં વધુ સંખ્યામાં વાચકો લઈ શકશે. તેથી નવી પેઢીને પોતાના પૂર્વજોના ઇતિહાસનો અવિકલ બોધ થાય અને પોતાના જીવનનું અનુસંધાન આવા પુરુષો સાથે જોડવાની પ્રેરણા મળે એ જ શુભેચ્છા. વૈશાખ સુદ ૧૦, ૨૦૫૪ પ્રદ્યુમ્નસૂરિ અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 398