Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 5
________________ સંપાદકીય નિવેદન પોતાના યશસ્વી જીવન-કવનથી જૈન શાસન તથા જૈન સાહિત્યને પ્રભાવિત તેમ જ સુસમૃદ્ધ કરનારા જે અનેક જ્યોતિર્ધર મહાપુરુષો થઈ ગયા તેમાં જેઓનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યા સિવાય ચાલે જ નહિ તે હતા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ. જૈન શાસનના પ્રત્યેક અંગોમાં તેઓની સત્તા દરમિયાન તેઓની આગવી સૂઝ-સમજ-પ્રેરણા અને પુરુષાર્થથી અપૂર્વ ચેતનાનો સંચાર થયો હતો. ઋતુરાજ વસન્તના આગમનથી ચોમેર વનરાજિ જેમ હરીભરી અને નવપલ્લવિત બની જાય છે તેમ જ આ સૂરીશ્વરજીના સત્તાકાળમાં જૈન શાસને વિકાસનાં અનેક શિખરો સર કર્યા હતાં. સ્વ-પર દર્શનના ટોચના ગ્રંથોનો તેમણે કરેલો ઊંડો અભ્યાસ તથા કરેલું આમૂલચૂલ પરિશીલન જોઈ-સાંભળી ભલભલા ખેરખાં ગણાતા વિદ્વાનોનાં પણ મસ્તકો ડોલી ઊઠતાં. મીણ અને માખણ કરતાં પણ વધારે કોમળ હૈયું ધરાવતા તેઓ તપ, ત્યાગ અને સંયમપાલન તથા અનુશાસનમાં વજથી પણ અધિક કઠોર હતા. તેઓના જીવનનો સૌથી મહત્ત્વનો ગણાય તેવો પ્રસંગ હોય તો તે અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો તે છે. હિંસામાં ચકચૂર તેમ જ અતિશય જુલ્મી ગણાતા એવા બાદશાહ અકબર તેઓના સમાગમ તથા ઉપદેશથી અહિંસાના મહાન ઉપાસક બન્યા હતા. વળી તેઓ તથા તેઓશ્રીના શિષ્યો આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય ભગવત્તશ્રીઓ – શ્રી વિમલહર્ષજી, શ્રી સોમવિજયજી, શ્રી શાન્તિચન્દ્રજી, શ્રી ભાનુચન્દ્રજી, શ્રી સિદ્ધિચન્દ્રજી આદિના ઉપદેશથી તેમણે પોતાના સમસ્ત રાજ્યમાં છ મહિના પર્યન્ત અમારિ પ્રવર્તાવી, હિન્દુરાજ્યમાં પણ થવું મુશ્કેલ ગણાય તેવું કાર્ય એક યવનના રાજ્યમાં કરી દેખાડ્યું. તેઓની હયાતીનો વિક્રમના સોળમા સૈકાનો પશ્ચાદ્ધ તથા સત્તરમા સૈકાનો પૂર્વાર્ધ કાળ કેટલાયે ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ પ્રસંગોથી અવર્ણનીય બની ગયો. એથી જ 'ઇતિહાસકારોએ એ સમયને હીરયુગ' તરીકે નવાજ્યો તેઓના સમયમાં જૈન શાસનનો વિજયધ્વજ દિગદિગંતમાં લહેરાતો હતો. આવા મહાન પ્રભાવસંપન્ન તેમ જ ત્યાગી-વૈરાગી અને પરમ તપસ્વી એવા મહાપુરુષના જીવનમાં જેની સંભાવના પણ ન કરી શકાય તેવા કષ્ટદાયક પ્રસંગો બન્યા છે. જેને વાંચતાંસાંભળતાં આપણે ધ્રુજી ઊઠીએ. પણ તેવા કસોટીના પ્રસંગોમાં તેઓ જરા ય ચલાયમાન ન થતાં સો ટચના સુવર્ણની જેમ અણિશુદ્ધ પાર ઊતર્યા, એટલું જ નહીં પણ પૂર્વના કરતાં વધારે ઝળહળવા લાગ્યા હતા. સંસ્કૃતમાં રચાયેલું હીરસૌભાગ્યમ્ એ આ. હીરવિજયસૂરિના જીવનના અનેકવિધ પ્રસંગોનું કાવ્યમય શૈલીનું વર્ણનાત્મક મહાકાવ્ય છે. “પટ્ટાવલિસમુચ્ચય' આદિ ગ્રંથો તથા ભિન્નભિન્ન પ્રબંધોમાં તેઓના જીવનપ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. એ સિવાય સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી પદ્યાત્મક નાનીમોટી જેની ગણના કરતાં

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 398