Book Title: Gyannu Pramanya Swat ke Parat Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 7
________________ ૧૬૧ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતા કે પરત ? વિવાદમાં ન્યાયિક તાર્કિકે એ મત અપનાવવો જોઈએ કે પ્રમાણ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પ્રમાણનું કરણ બરાબર રીતે યોજાયું હોય, પરંતુ હકીકતમાં તેણે ' વિચિત્ર માર્ગ અપનાવ્યો છે, કારણ કે તે કહે છે કે જ્યારે જ્ઞાનને ઉત્પન્ન કરનાર કારણમાં ગુણ હોય છે ત્યારે પ્રમાણ (યથાર્ય જ્ઞાન) ઉત્પન્ન થાય છે અને જ્યારે જ્ઞાનને ઉત્પન્ન કરનાર કારણમાં દોષ હોય છે ત્યારે અપ્રમાણ ઉત્પન્ન થાય છે. આની સામે, ભાઃ મીમાંસકો એવો મત પ્રતિપાદિત કરે છે કે જ્યારે જ્ઞાનને ઉત્પન્ન કરનાર કારણમાં દોષ હોય છે ત્યારે અપ્રમાણ ઉત્પન્ન થાય છે અને જ્યારે જ્ઞાનને ઉત્પન્ન કરનાર કારણમાં દોષાભાવ હોય છે ત્યારે પ્રમાણ ઉત્પન્ન થાય છે. મતભેદની આ રીતની અભિવ્યક્તિએ પ્રસ્તુત વિવાદને વિચિત્ર વળાંક આપ્યો અને તે નીચે મુજબ છે. ભાદૃ મીમાંસકો જણાવે છે કે દોષાભાવ ભાવરૂપ વસ્તુ ન હોઈ અમારો મત એમ કહેવા બરાબર છે કે જે કારણ જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ પ્રમાણને ઉત્પન્ન કરે છે જ્યારે દોષ એ ભાવરૂપ વસ્તુ હોઈ જ્ઞાનનું કારણ જ્યારે દોષયુક્ત હોય ત્યારે તે અપ્રમાણને . ઉત્પન્ન કરે છે. જેમને મતે જ્ઞાનનું કારણ ગુણયુક્ત હોય ત્યારે પ્રમાણને અને દોષયુક્ત હોય ત્યારે અપ્રમાણને ઉત્પન્ન કરે છે તે ન્યાયશેષિક તાકો તેમને ટોણો મારે છે કે તમે તત્ત્વતઃ અમારા જેવો જ મત ધરાવો છો. અને ન્યાયવૈશેષિક તાર્કિકો આમ કહેવામાં એક રીતે સાચા છે કારણ કે ન્યાયવશેષિક તાર્કિક અને ભાદૃ મીમાંસકો બન્ને જયના ચિંતકો અભાવને સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકારે છે જેથી વધારાનું કંઈક જે જ્ઞાનના કારણને પ્રમાણ ઉત્પન્ન કરવા સમર્થ બનાવે છે તે ભાવ પદાર્થ નથી પણ અભાવ પદાર્થ : છે એમ કહેવા માત્રથી ભાદ્ધ મીમાંસકો પોતાના મતને ન્યાયશેષિકોના મતથી સ્પષ્ટપણે ભિન્ન કરી શક્તા નથી. વધારે ગંભીર મુશ્કેલી તો ભાદૃ મીમાંસકો માટે એ છે કે તેઓ સાચે જ એમ કહેવા માગતા નથી કે જ્ઞાનનું દોષાભાવથી યુક્ત કારણ પ્રમાણને ઉત્પન્ન કરે છે; કારણ કે તેમનો સાચો મત તો એ છે કે જ્ઞાનનું કારણ - જેનું દોષયુક્ત હોવું ફાત નથી - પ્રમાણને ઉત્પન્ન કરે છે. તેમનો આ મત ન્યાયવિશેષિક તાર્કિકોના મતથી ઘણો જ જુદો પડે છે અને બમણો દોષયુક્ત ઠરે છે. હકીકતમાં, ભટ્ટ મીમાંસકોની પૂરી મહેનત બધાં જ્ઞાનો પ્રમાણ છે એ પ્રાભાકર મતની ઊડીને આંખે વળગે એવી ખોટાઈને ઢાંકવા માટેની રહી છે. જે હો તે, આ મતભેદને કારણે ન્યાયવૈશેષિક મત પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બને પરતઃ છે' એવા સિદ્ધાન્ત તરીકે ઓળખાવા લાગ્યો, જ્યારે ભાટ્ટ મીમાંસકોનો મત પ્રામાણ્ય સ્વતઃ છે પણ અપ્રામાણ્ય પરતઃ છે એવા સિદ્ધાન્ત તરીકે ઓળખાવા લાગ્યો (કારણ કે તેમના મતે પ્રામાણ્યની ઉત્પત્તિ માટે જ્ઞાનના ઉત્પાદક કારણ સાથે કંઈ વધારાનું હોવું જરૂરી નથી જ્યારે અપ્રામાણ્યની ઉત્પત્તિ માટે જ્ઞાનના ઉત્પાદક કારણ સાથે કંઈક વધારાનું - દોષ – હોવું જરૂરી છે). ૧૧. આ પશ્ચાદ્ભૂમિકામાં ઉદયનાચાર્યે ભાદ મીમાંસકો સામે કરેલી નીચેની દલીલ સમજવી જોઈએ ? “જો મીમાંસક એ સ્વીકારવા તૈયાર હોય કે “જ્ઞાનસામાન્યની ઉત્પાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19