________________
૧૨૬
ભારતીય તત્ત્વજ્ઞાન
જ્ઞાન પ્રમાણ છે કારણ કે તે સફળ પ્રવૃત્તિ ભણી લઈ ગયું છે’ તેમ જ ‘આ જ્ઞાન અપ્રમાણ છે કારણ કે તે સફળ પ્રવૃત્તિ તરફ લઈ જવામાં નિષ્ફળ ગયું છે.’ હકીક્તમાં જ્ઞાનને જાણતાં જ તેનું પ્રામાણ્ય જ્ઞાત થઈ જાય છે એ મત ધરાવવામાં ખરેખર તેઓ ગંભીર હોય તો અપ્રામાણ્યના જ્ઞાનની બાબતમાં જે દલીલ કરવાનું તેઓ જણાવે છે તે દલીલનો આશરો તેમણે લેવાની જરૂર નથી; બીજી બાજુ જો તેમને સાચે જ અપ્રામાણ્યના જ્ઞાનની ખાખતમાં તે દલીલનો આશરો લેવાની જરૂર લાગતી હોય તો તેઓ ગંભીરપણે એ મત ધરાવી ન શકે કે જ્ઞાનને જાણતાં જ તેનું પ્રામાણ્ય જણાઈ જાય છે. આમ અહીં પણ ભાટ્ટ મીમાંસકોનો પ્રયત્ન બધાં જ્ઞાનો પ્રમાણ છે એ તેમ જ તેઓ પ્રમાણ છે એવું જ્ઞાન આપણને અનાયાસે જ થાય છે એ પ્રાભાકરોના ખામીભર્યા મતોની ખામી ઢાંકવાનો છે. જે હો તે, એવા મતભેદને કારણે ન્યાયવેરોષિક મત ‘જ્ઞાનનું પ્રામાણ્ય અને અપ્રમાણ્ય બંને પરતઃ' એવા સિદ્ધાંત તરીકે ઓળખાયો (કારણ કે જ્ઞાનના પ્રામાણ્ય તેમ જ અપ્રામાણ્યને જાણવા માટે આપણે અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી આગળ જવું પડે છે અને પ્રવૃત્તિના રિપોર્ટ ઉપર આધારિત અનુમાનનોદલીલનો આરારો લેવો પડે છે), જ્યારે ભાટ્ટ મીમાંસકોનો મત ‘જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ પણ અપ્રામાણ્ય પરતઃ’ એવા સિદ્ધાન્ત તરીકે ઓળખાયો (કારણ કે પ્રામાણ્યના જ્ઞાન માટે જ્ઞાનના અસ્તિત્વના અનુમાનથી આગળ જવાની જરૂર નથી જ્યારે અપ્રામાણ્યના જ્ઞાન માટે તેનાથી આગળ જઈ પ્રવૃત્તિના રિપોર્ટ ઉપર આધારિત અનુમાન-દલીલનો આરારો લેવો પડે છે.)
૧૭. આ પશ્ચાદ્ભૂમાં ભટ્ટ મીમાંસકો વિરુદ્ધ ઉદયનાચાર્યે કરેલા નીચેના તર્કને આપણે સમજવો પડશે. તે લખે છે : '
‘‘તેથી આપણે આ મતલબનું અનુમાન કરીએ છીએ : ‘જ્ઞાનનું પ્રામાણ્ય પરત જ્ઞાત થાય છે કારણ કે જો આ જાતનું જ્ઞાન આપણને પહેલી જ વાર થતું હોય તો જેમ તેના અપ્રમાણ્ય અંગે શંકા ઉદ્ભવે છે તેમ તેના પ્રામાણ્ય અંગે શંકા ઉદ્ભવે છે. જો જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ જ્ઞાત થતું હોય તો જેમ જ્ઞાન હોવા અંગે શંકા ઉદ્ભવતી નથી તેમ તેના પ્રામાણ્ય અંગે શંકા ઉદ્ભવે નહિ, કારણ કે જે વસ્તુ નિશ્ચિતપણે જ્ઞાત થઈ હોય તેને અંગે શંકા ઉદ્ભવવાને માટે કોઈ અવકારા જ નથી.' કદાચ કહેવામાં આવે કે આપણે (જ્ઞાનના પ્રમાણ હોવા કે ન હોવાની) તરફેણમાં કે વિરુદ્ધમાં પુરાવા છે કે કેમ એ વિચારવા થોભતા નથી પણ પ્રમાણ અને અપ્રમાણ બંનેના સમાન ધર્યો ગ્રહણ કરવાને કારણે જ શંકામાં પડી જઈએ છીએ. અમે કહીશું કે જો ખરેખર એમ જ હોય તો આ શંકાનો કદી અંત ન આવે (કારણ કે આ ધર્મો તો હમેશા રહેવાના જ.) કદાચ કોઈ કહે કે જ્ઞાન પ્રમાણ હોય તો તેમ જ અપ્રમાણ હોય તો પણ તેનામાં પ્રામાણ્ય હોવાની લાગણી થાય છે; તેથી અહીં આપણને શંકા જન્મે છે કે આ લાગણી પ્રમાણ વિશે થાય છે કે અપ્રમાણ વિશે. અમે તેને પૂછીશું કે અહીં શું તમે પ્રમાણજ્ઞાનને ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org