________________
જાનનું પ્રામાય સ્વતઃ કે પર?
૧૬૯ આ આશંકાના ઉત્તરમાં અમે જન તાર્કિકો કહીએ છીએ - જ્ઞાનની પ્રમાણિતાનો નિશ્ચય ક્યારેક સ્વતઃ અને ક્યારેક પરતઃ થાય છે. આ વસ્તુને વિસ્તારથી સમજાવીએ છીએ. કેટલાંક શાનોની બાબતમાં, જ્ઞાનના પ્રામાયનો નિશ્ચય સ્વતઃ થાય છે. જે જ્ઞાન વારંવાર થતું હોય, જેમકે આપણા પોતાના હાથનું જ્ઞાન, તે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિશ્ચિત થાય છે. તેવી જ રીતે, સ્નાન, પાન, અવગાહન, પિપાસાની ઉપશાન્તિ વગેરે સફળ પ્રવૃત્તિના પ્રત્યક્ષની (અનુભવની) પ્રમાણતાનો નિશ્ચય પણ સ્વતઃ થાય છે; સફળ પ્રવૃત્તિના પ્રત્યક્ષની પ્રમાણિતાની પરીક્ષા કરવાની ઈચ્છા કોઈ બુદ્ધિમાન મનુષ્ય કરતો નથી. દાહ કે તૃષાથી પીડિત મનુષ્યને જ્યારે જલનું જ્ઞાન થાય છે ત્યારે તે પેલું પાણી છે એવું જ્ઞાન થતાં તે જલ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ કરે છે, જલને પ્રાપ્ત કરે છે, જલ પ્રાપ્ત થતાં તેમાં સ્નાન કરે છે, તરસ્યો હોય તો તેને પીએ છે, અને એનો દાહ કે તૃષા શાંત થઈ જાય છે. જ્યારે આમ બને છે ત્યારે જ્ઞાતા સંતોષ પામે છે, કૃતાર્થ થઈ જાય છે અને પોતાના દાહરમન કે તૃષાશમનના પ્રત્યક્ષ જ્ઞાનની પ્રમાણતાની પરીક્ષા કરતો નથી. અર્થાત્ જ્ઞાતા દાહ કે તૃષાના શમનનો અનુભવ કરે છે અને એ અનુભવની સચ્ચાઈનો નિશ્ચય કરવા માટે બીજા પ્રમાણની ખોજ કરતો નથી, એને તે અનુભવનું પ્રામાણ્ય સ્વતઃ જ પ્રતીત થાય છે. અનુમાનજ્ઞાનની બાબતમાં, બધાં જ અનુમાનજ્ઞાનોની પ્રમાણિતાનો નિશ્ચય સ્વતઃ થાય છે કારણ કે અનુમાનજ્ઞાનો પોતાના પ્રામાણ્યની શંકાને કોઈ અવકાશ આપતા નથી. તેઓ આવી શંકાને અવકાશ આપતા નથી કારણકે સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ધરાવતા સાધનથી તેઓ ઉત્પન્ન થાય છે. એ ચોક્કસ છે કે સાધનનું જ્ઞાન સાધનના હોવા વિના ઉત્પન્ન થઈ શક્યું નથી અને સાધ્યના હોવા વિના સાધનનું હોવું શક્ય નથી.'
અલબત્ત, કેટલાંક જ્ઞાનોની બાબતમાં, જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય પરતઃ થાય છે. જે પ્રત્યક્ષ જ્ઞાન વારંવાર ઉત્પન્ન થયેલું નથી તે પ્રત્યક્ષફાનના પ્રમાનો નિશ્ચય પરતઃ થાય છે. આ જ્ઞાનની યથાર્થતા (પ્રમાણતા) પહેલા જાણેલી ન હોઈ, તેની પ્રમાણુતાનો નિશ્ચય બીજા જ્ઞાનથી કરવો પડે છે. આ બીજું જ્ઞાન કાં તો પ્રથમ જ્ઞાનના વિષયને જાણનારું તેનું પોષક જ્ઞાન હોય છે કાં તો સફળ પ્રવૃત્તિનું જ્ઞાન હોય છે કાં તો પ્રથમ જ્ઞાને દર્શાવેલ પદાર્થ સાથે અવિનાભાવી પદાર્થનું જ્ઞાન હોય છે. આ ત્રણે ફાનોના પ્રામાણ્યો નિશ્ચય સ્વતઃ જ થાય છે, તેથી અનવસ્થા વગેરે દોષોને કોઈ અવકાશ નથી.
ટિપ્પણ ૧. પ્રમાણ = યથાર્થ જ્ઞાન, અપ્રમાણ = અયથાર્થ શાન; પ્રામાણ્ય = યથાર્થતા ૨. પ્રભાકર મિશ્રના અનુયાયીઓ ૩. કુમારિક ભટ્ટના અનુયાયીઓ ४. अनुभूतिः प्रमाणं सा स्मृतेरन्या । प्रकरणपञ्चिका ६.२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org