Book Title: Gyannu Pramanya Swat ke Parat Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 1
________________ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? ૧. જ્ઞાનના પ્રામાણ્યની કસોટી પરત્વે મીમાંસકો અને બાકીના બધા ભારતીય તાર્કિકો વચ્ચેનો મતભેદ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. અમુક કારણોસર મીમાંસકોને બધાં જ જ્ઞાનો પ્રમાણ (યથાર્થ) છે એમ માનવાનું યોગ્ય લાગ્યું. પ્રાભાકરોએ તો કોઈ પણ ખચકાટ વિના જાહેર કરી દીધું અને સાથે સાથે પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે અપ્રમાણ જ્ઞાન અસંભવ છે. ભાટ્ટો કંઈક દરજ્જે આ વાતને થોડી હળવી કરી પુરવાર કરવા મધ્યા કે જ્યાં સુધી અપ્રમાણ પુરવાર ન થાય ત્યાં સુધી બધાં જ્ઞાનો પ્રમાણ છે. : ૨. બધાં જ જ્ઞાનોને સ્મૃતિ અને સ્મૃતિભિન્ન એમ બે વર્ગોમાં વહેંચવાની બાબતમાં પ્રાભાકરો ન્યાયવેરોષિક તાર્કિકોને અનુસરે છે. પરંતુ ન્યાયવેરોષિક તાર્કિકોથી જુદા પડી તેઓ સ્મૃતિભિન્ન જ્ઞાનોનો પ્રમાણ જ્ઞાનો અને અપ્રમાણ જ્ઞાનોમાં પેટાવિભાગ કરવાનો ઇનકાર કરી દે છે અને પ્રતિપાદન કરે છે કે આ બધાં જ સ્મૃતિભિન્ન જ્ઞાનો પ્રમાણ છે. આમ પ્રાભાકરો અનુસાર પ્રમાણની સીધી સાદી વ્યાખ્યા છે ઃ ‘સ્મૃતિભિન્ન જ્ઞાન પ્રમાણ છે.‘૪ અહીં સ્વાભાવિકપણે જ પ્રશ્ન ઊઠે છે કે પ્રાભાકરો દોરડામાં સાપનું જ્ઞાન જેવાં ભ્રાન્ત જ્ઞાનનાં ઉદાહરણોને કેવી રીતે સમજાવશે ? આનો પ્રામાણિક ઉત્તર એ છે કે તેઓ આ ઉદાહરણોને સિફતથી સમજાવી દે છે પણ તેમની સમજૂતી જચતી નથી. તેઓ કહે છે કે કહેવાતું ભ્રાન્ત જ્ઞાન એક જ્ઞાન નથી પણ એ જ્ઞાનો છે જેમાંનું એક સ્મૃતિભિન્ન છે (જે અવશ્યપણે પ્રમાણ જ હોય) અને બીજું સ્મૃતિરૂપ છે. આ બે જ્ઞાનોના અને તેમના વિષયોના ભેદના અગ્રહણમાંથી ભ્રાન્ત જ્ઞાન જન્મે છે. આમ પ્રાભાકરોના મતે દોરડામાં સાપની કહેવાતી ભ્રાન્તિમાં સૌપ્રથમ આપણને (અવશ્યપણે પ્રમાણ એવું) ‘આ’– વિષયક જ્ઞાન તેમ જ પૂર્વે અનુભૂત સાપ વિશેની સ્મૃતિ થાય છે અને પછી તે બે જ્ઞાનો વચ્ચેનો અને તેમના વિષયો વચ્ચેનો ભેઠ (વિવેક) કરવામાં નિષ્ફળ જતાં આપણે કહેવા લાગીએ છીએ કે ‘આ સાપ છે.’ આ સમજૂતી ગળે ઊતરે એવી નથી. ૩. તેથી જ્ઞાન સ્વતઃ પ્રમાણ છે એ પ્રાક્ભારોના વિચારમાં થોડોક ફેરફાર કરી ભાટ્ટો પ્રતિપાદન કરે છે કે બધાં જ જ્ઞાનો પ્રમાણ છે એ સાચું, પરંતુ જ્યાં સુધી તેઓ અપ્રમાણ યા ભ્રાન્ત પુરવાર ન થાય ત્યાં સુધી જ. આમ ભાટ્ટો આપણને મનાવવા માંગે છે કે જ્યાં સુધી આપણને પુરવાર કરી દેખાડવામાં ન આવે કે આપણે દોરડાને સાપ સમજી રહ્યા છીએ ત્યાં સુધી દોરડામાં સાપનું આપણને થયેલું જ્ઞાન પ્રમાણ જ રહે છે. અને કોઈ પણ જ્ઞાનને અપ્રમાણ આપણે બે રીતે જ પુરવાર કરી શકીએ - પ્રસ્તુત જ્ઞાનને પ્રાસ કરવા ઉપયોગમાં લીધેલી ઇન્દ્રિય ખામી ભરેલી છે એ દર્શાવીને કે પછીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 19