Book Title: Gyannu Pramanya Swat ke Parat
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ભારતીય તત્વજ્ઞાન કારણસામગ્રી વત્તા દોષ અપ્રમાણને ઉત્પન્ન કરે છે તો તેણે એ જ પ્રમાણે સ્વીકારવું જોઈએ કે “જ્ઞાનસામાન્યની ઉત્પાદક કારણસામગ્રી વત્તા દોષાભાવરૂપ ગુણ પ્રમાણને ઉત્પન્ન કરે છે, કારણ કે જ્ઞાનસામાન્યની ઉત્પાદક કારણસામગ્રી દોષાભાવયુક્ત હોવી જ જોઈએ જો તેણે પ્રમાણને ઉત્પન્ન કરવું હોય તો. મીમાંસક કદાચ કહેશે કે દોષાભાવને ગુણ ન ગણી શકાય કારણ કે ગુણ એ ભાવરૂપ જ હોવો જોઈએ (જ્યારે દોષાભાવ એ ભાવરૂપ પદાર્થ નથી), પરંતુ તેની આ વાત ટકે એવી નથી. તેનું કારણ એ કે એવાં દષ્ટાનો પણ છે જ્યાં જે દોષ પોતાની હાજરીથી અપ્રમાણ ઉત્પન્ન કરે છે તે પોતે જ ‘અભાવ છે અને પરિણામે આ દષ્ટાન્તોમાં દોષાભાવ પોતે ભાવ પદાર્થ બની રહેશે. (તાત્પર્ય એ કે ભાદ્ર મીમાંસકોને એ સ્વીકારવાની ફરજ પાડવામાં આવે છે કે એવાં દષ્ટાન્તો સંભવે છે જ્યાં જ્ઞાનસામાન્યની ઉત્પાદક કારણસામગ્રીમાત્ર પ્રમાણને ઉત્પન્ન કરતી નથી પરંતુ જ્ઞાનસામાન્યની ઉત્પાદક કારણસામગ્રી વત્તા ભાવરૂપ ગુણ પ્રમાણને ઉત્પન્ન કરે છે.) ઉદાહરણની મદદથી આ વસ્તુને વિશદ કરીએ. જે વસ્તુ પ્રત્યે આપણને રાગ હોય છે તે જ વસ્તુ પ્રત્યે આપણને દ્વેષભાવ પણ હોય છે અને જે વસ્તુ પ્રત્યે આપણને ઠેષ હોય છે તે જ વસ્તુ પ્રત્યે આપણને રાગાભાવ પણ હોય છે. છતાં કોઈ એમ નથી કહેતું કે વસ્તુને પ્રાપ્ત કરવાના પ્રયત્નનું કારણ શ્રેષાભાવ છે અને વસ્તુથી દૂર રહેવાના પ્રયત્નનું કારણ રાગાભાવ છે. એનું કારણ એ કે સાચી વસ્તુસ્થિતિ એ છે કે વસ્તુને પ્રાપ્ત કરવાના આપણા પ્રયત્નનું કારણ તે વસ્તુ પ્રત્યેનો રાગ છે અને વસ્તુથી દૂર રહેવાના આપણા પ્રયત્નનું કારણ તે વસ્તુ પ્રત્યેનો દ્વેષ છે. તેવી જ રીતે પ્રમાણની ઉત્પાદક કારણસામગ્રીમાં ગુણ સાથે દોષાભાવનો પણ સમાવેશ થાય છે અને અપ્રમાણની ઉત્પાદક કારણસામગ્રીમાં દોષ સાથે ગુણાભાવનો પણ સમાવેશ થાય છે. છતાં કોઈએ એમ ન કહેવું જોઈએ કે પ્રમાણના - કારણમાં દોષાભાવ સમાવેશ પામે છે (પણ કહેવું જોઈએ કે પ્રમાણના કારણમાં ગુણ સમાવેશ પામે છે) તેમ જ કોઈએ એમ પણ ન કહેવું જોઈએ કે અપ્રમાણના કારણમાં ગુણાભાવ સમાવેશ પામે છે. એનું કારણ એ કે સાચી વસ્તુસ્થિતિ એ છે કે પ્રમાણના કારણમાં ગુણ સમાવિષ્ટ છે અને અપ્રમાણના કારણમાં દોષ સમાવિષ્ટ છે.'' . ૧૨. ઉદયનાચાર્યે આપેલું ઉદાહરણ તેમના મતની નબળાઈ ખુલ્લી કરવા પૂરતું છે. કોઈ પણ વસ્તુના સંબંધમાં માણસ બે જ રીતે વર્તી શકે. જો તેને અમુક પ્રત્યે રાગ હોય છે તો તે તે વસ્તુને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે અને જો તેને તે વસ્તુ પ્રત્યે દ્વેષ હોય છે તો તે તે વસ્તુથી દૂર રહે છે (નિવૃત્તિ). પરંતુ જો તે ન તો તે વસ્તુને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે કે ન તો તે વસ્તુથી તે દૂર રહે તો તેને તે વસ્તુના સંબંધમાં ક્રિયાશીલ જ ન ગણી શકાય. તેવી જ રીતે, માણસ વસ્તુને માત્ર બે જ રીતે જાણી શકે. જો વસ્તુ જેવી છે તેવી જ તેને તે વર્ણવે તો તેને તે યથાર્થ રીતે જાણે અને જો વસ્તુ જેવી નથી તેવી તે વર્ણવે તો તેને તે અયથાર્થ રીતે જાણે. પરંતુ જો વસ્તુને જેવી છે તેવી તે ન વર્ણવે કે વસ્તુને જેવી નથી તેવી તે ન વર્ણવે તો તે તેને જાણે છે એમ ન કહેવાય. વળી, જો વસ્તુના સંબંધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19