Book Title: Gyannu Pramanya Swat ke Parat
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ભારતીય તત્ત્વજ્ઞાન કોઈ કસોટી કર્યા વિના પ્રમાણ ગણી લેવાય. આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાનના પ્રામાણ્ય કે અપ્રામાયનો નિર્ણય કરવા માટે કસોટી કરવાની આવશ્યકતામાંથી અહીં છૂટ નથી આપવામાં આવી; આપણને માત્ર સલાહ આપવામાં આવી છે કે એકના એક જ્ઞાનની એકથી વધુ વાર એકની એક કસોટી કરવી નહિ- આ બહુ બુદ્ધિથી દીપતી સલાહ નથી. તેમ છતાં એ નોંધવું જોઈએ કે જેનો પણ ન્યાયશેષિક અને બૌદ્ધતાકિકોએ અપનાવેલા વલણથી વિરુદ્ધ નથી તેમ જ ન્યાયવશેષિક અને બૌદ્ધ તાર્કિકો પણ જેનોએ અપનાવેલા વલણથી વિરુદ્ધ નથી - ૯. પ્રાચીન ગ્રંથોની વાત કરીએ તે પહેલાં એવી એક બાબતની નોંધ લઈએ જે વિચારણામાં ગૂંચવાડો પેદા કરવાનું વલણ ધરાવે છે. ચાયવેશેષિકો અને મીમાંસકોનો દાવો છે કે સ્વતઃ પ્રામાણ્ય વિરુદ્ધ પરતઃ પ્રામાણ્યનો વિવાદ બે મુદ્દાઓ પર ચલાવાયો છે - એક જ્ઞાનની ઉત્પત્તિનો અને બીજે જ્ઞાનના જ્ઞાનનો. પહેલા મુદ્દાની આસપાસ ચાલતા વિવાદમાં પ્રશ્ન ઊભો કરવામાં આવે છે કે શું છે કારણ જાનને ઉત્પન્ન કરે છે તે જ પ્રમાણને (યથાર્થ જ્ઞાનને) ઉત્પન્ન કરે છે ? બીજા મુદ્દાની આસપાસ ચાલતા વિવાદમાં એ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે શું છે કારણ જ્ઞાનનું જ્ઞાન કરાવે છે તે જ કારણ પ્રમાણનું (યથાર્થ જ્ઞાનનું) જ્ઞાન કરાવે છે? સાદી ભાષામાં પહેલો પ્રશ્ન થશે કે શું જ્ઞાન અને પ્રમાણ (યથાર્થ ફાન) બંને એક જ વસ્તુ છે? બીજા શબ્દોમાં શું બધાં જ શાનો પ્રમાણ છે? કારણ કે એકની એક વસ્તુ ૩ અને રને ઉત્પન્ન કરતી હોય તો સ્ત્ર અને ય એક જ વસ્તુ હોય. તેવી જ રીતે, સાદી ભાષામાં બીજો પ્રશ્ન થશે કે શું જ્ઞાનને જાણવા સાથે જ તે જ્ઞાન પ્રમાણ (યથાર્ય છે એ જણાઈ જાય છે? પરંતુ આપણા તાર્કિકોએ ભાગ્યે જ આ પ્રશ્નોને - ખાસ તે પ્રથમ પ્રશ્નને - આટલી સ્પષ્ટ રીતે મૂક્યા છે. ૧૦. પહેલો પ્રશ્ન પહેલો લઈએ. એક્લા પ્રભાકરો જ જો કે ખટકે એવો ખોટો છતાં તાર્કિક મત સ્વીકારે છે, કારણ કે તેઓ સીધે સીધા સ્પષ્ટપણે જ્ઞાન અને પ્રમાણનો અભેદ કરે છે, બંનેનું લક્ષણ સ્મૃતિભિન્ન જ્ઞાાન એવું આપે છે અને તે બંનેને પારિભાષિક નામ “અનુભવ” આપે છે. ન્યાયવશેષિક તાર્કિકોએ પણ સ્મૃતિભિન્ન શાનોને પારિભાષિક નામ “અનુભવ આપ્યું છે પરંતુ તેઓએ પ્રાભાકરોનું સમીકરણ “અનુભવ = પ્રમાણ સ્વીકાર્યું નહિ અને તે તેમણે યોગ્ય જ ક્યું. આપણે કહી શકીએ કે અમુક શાને કાં તો પ્રમાણ હોય કાં તો અપ્રમાણ (અને બીજા કોઈ પ્રકારનું નહિ કે ઉભયપ્રકારનું નહિ). તેથી આપણે વધુમાં પ્રતિપાદન કરી શકીએ કે જો પ્રમાણને ઉત્પન્ન કરનારા યોગ્ય કારણો ઉપલબ્ધ ન હોય તો ઉત્પન્ન થનારું જ્ઞાન અપ્રમાણ હોય; અને આ જ વાતનું પ્રતિપાદન ન્યાયવોષિક તાર્કિકોએ (હકીકતમાં બધા તાર્કિકોએ) ક્યું છે, કારણ કે પ્રમાણનું લક્ષણ બાંધવા પાછળ, પ્રમાણનું અનેક પ્રકારોમાં વર્ગીકરણ કરવા પાછળ અને આ દરેક પ્રકારને ઉત્પન્ન કરનાર કરણને (સાધકતમ કારણને) નક્કી કરવા પાછળ આ જ આખો મુદ્દો રહેલો છે. આમ પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19