Book Title: Gyannu Pramanya Swat ke Parat
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? ૧૫૯ ૭. પરંતુ કુમારિલ અહીં વાંધો ઉઠાવે છે (જેનો અછડતો નિર્દેશ આપણે કરી ગયા છીએ) : શું સફળ પ્રવૃત્તિના જ્ઞાનનું પોતાનું પ્રામાણ્ય સ્વતઃ છે કે નહિ ? જો તેનું પ્રામાણ્ય સ્વતઃ હોય તો પછી બધાં જ્ઞાનોનું પ્રામાણ્ય સ્વતઃ છે એ સિદ્ધાન્તને કેમ નિષેધો છો ? જો તેનું પ્રામાણ્ય સ્વતઃ ન હોય તો અનવસ્થાઠોષ આવી પડશે; તેના પ્રામાણ્ય માટે બીજા પર આધાર રાખવો પડરો અને એમ ચાલ્યા જ કરશે. આના ઉત્તરમાં ન્યાયવૈશેષિક તાર્કિકો અને બૌદ્ધ તાર્કિકો એ મતલબનું કહે છે કે સફળ પ્રવૃત્તિના જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે. તેનો સીધો સાદો અર્થ એ છે કે સ્વાભાવિક અવિકૃત જાગતા માણસની વિષયને અનુલક્ષી થતી પ્રવૃત્તિ પછી તેના પરિણામે થતા ઇન્દ્રિયાનુભવને આગળ ઉપર બાધિત થવાનો કોઈ જ ભય નથી અને એ કારણે જ આ વિષય વિરોનું તે માણસનું જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ તેનો નિશ્ચય આ ઇન્દ્રિયાનુભવ કરરો. જો સ્વાભાવિક અવિકૃત જાગતો માણસ વિષયને સ્પર્શે અને તે દાઝે તો આ વિષય અગ્નિ છે એવું તેને થયેલું જ્ઞાન સમર્થન પામે છે અને ભવિષ્યમાં બાધિત થવાની તેની સંભાવના ટળી જાય છે. જો તે માણસ વિષયને મોઢે માટે અને જાણે કે તે તેની તરસ મટાડે છે તો આ વિષય પાણી છે એવું તેને થયેલું જ્ઞાન તેવી જ રીતે સમર્થન પામે છે અને ભવિષ્યમાં તેની બાધિત થવાની સંભાવના ટળી જાય છે. આ સિદ્ધાન્ત જગતમિથ્યાવાદીઓના મતને અર્થાત્ સમગ્ર વ્યાવહારિક જગત ભ્રાન્ત અને સ્વપ્નવત્ અનુભવ છે એ મતને અસરકારક રીતે તોડી પાડે છે. એ દયનીય સ્થિતિ છે અને કમનસીબી છે કે જગતમિથ્યાવાદના કટ્ટર વિરોધી ભાટ્ટ મીમાંસકો જ્ઞાનના પ્રામાણ્યની અંતિમ કસોટી સફળ પ્રવૃત્તિ છે એ સિદ્ધાન્તમાંથી બળ મેળવતા નથી. આમ એક બાજુ તેઓ જગતમિથ્યાવાદીઓ સામે દલીલ કરે છે કે જાગ્રતાવસ્થામાં થતો અનુભવ એ સ્વપ્નાવસ્થામાં થતા અનુભવ જેવો નથી કારણ કે સ્વપ્નાવસ્થામાં થતો અનુભવ જાગ્રતાવસ્થામાં થતા અનુભવથી બાધિત થાય છે પણ જાગ્રતાવસ્થામાં થતો અનુભવ શાથી બાધિત યતો નથી - જગતમિથ્યાવાદના વિરોધીની આ માનીતી દલીલ છે, જ્યારે બીજી ખાજુ તેઓ તાર્કિકોની સામે દલીલ કરે છે કે સફળ પ્રવૃત્તિ એ જ્ઞાનના પ્રામાણ્યની ગેરન્ટી નથી કારણ કે સફળ પ્રવૃત્તિ તો સ્વપ્નાવસ્થા અને જાગ્રતાવસ્થા બંનેમાં થતી જોવા મળે છે - મિથ્યાજગતવાદીઓની આ માનીતી દલીલ છે. વાહ ભાટ્ટ મીમાંસક ! ૮. જ્ઞાનના સ્વતઃ પ્રામાણ્ય કે પરતઃ પ્રામાણ્યના વિવાદ પરત્વે જૈનોના મતમાં કંઈ નોંધપાત્ર કે ગંભીર નથી. માત્ર એટલું નોંધી શકાય કે જૈન તાર્કિકો એવી રીતે વાત કરે છે કે જાણે વિવાદના બંને પક્ષોમાં તેમને એવું કંઈક જડવ્યું છે જેનો બચાવ કરી શકાય. આમ તેઓ ભારપૂર્વક જણાવે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે જો તે જ્ઞાન વારંવાર બનતી ઘટના હોય, જ્યારે જ્ઞાનના પ્રામાણ્યને કસોટીની જરૂર છે જો તે જ્ઞાન પ્રથમ વાર જ થયું હોય. કહેવાનું તાત્પર્ય એ કે જો જે પરિસ્થિતિ અત્યારે તમારી સમક્ષ છે તે બરાબર તેવી જ છે જેવી પહેલાં એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ હતી, તો જે જ્ઞાન પૂર્વ પ્રસંગે યોગ્ય ક્સોટી ર્યા પછી પ્રમાણ પુરવાર થયું હતું તેને આ પ્રસંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19