Book Title: Gyannu Pramanya Swat ke Parat Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 9
________________ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃકે પરતઃ ? માણસ દ્વારા કરાતી ક્રિયા વસ્તુને પ્રાપ્ત કરવાના હેતુથી થતી ન હોય કે વસ્તુને ટાળવા - દૂર રાખવાના હેતુથી થતી ન હોય તો એવી ક્રિયા મૂર્ખાઇભરી કહેવાય. તેવી જ રીતે, વસ્તુનું વર્ણન વસ્તુને જેવી છે તેવી વર્ણવતું ન હોય કે વસ્તુને જેવી નથી તેવી વર્ણવતું ન હોય તો તે વર્ણન પણ મૂર્ખાઈભર્યું છે. કહેવાનો આશય એ છે કે વસ્તુને વર્ણવવાની સાચી રીત છે (જે રીતને યથાર્થ જ્ઞાનનું પ્રમાણનું ... કારણ કહી શકાય) અને વસ્તુને વર્ણવવાની ખોટી રીત છે (જે રીતને અયથાર્થ જ્ઞાનનું - અપ્રમાણનું - કારણ કહી શકાય), પરંતુ એમ સૂચવવું અર્થહીન છે કે વસ્તુને વર્ણવવાની ન-સાચી-ન-ખોટી રીત પણ છે અને ઉપરથી ગુણનો ઉમેરો તેને વસ્તુને વર્ણવવાની સાચી રીત બનાવે છે જ્યારે ઉપરથી દોષનો ઉમેરો તેને વસ્તુને વર્ણવવાની ખોટી રીત બનાવે છે. ૧૩. જયતે પણ આ જ રીતે દલીલ કરી છે. તે કહે છે કે જ્યારે કારણસામગ્રીમાં ગુણ હોય છે ત્યારે યોગ્ય રીતે કાર્ય ઉત્પન્ન થાય છે અને જ્યારે કારણસામગ્રીમાં દોષ હોય છે ત્યારે અયોગ્ય રીતે કાર્ય ઉત્પન્ન થાય છે. આના ઉપરથી તે નિર્ણય કરે છે કે એવું કાર્ય જ સંભવતું નથી જે ન તો ગુણયુક્ત કારણસામગ્રીથી ઉત્પન્ન થયું છે કે ન તો દોષયુક્ત કારણસામગ્રીથી ઉત્પન્ન થયું છે. આની સાથે એક ફલિતાર્થ એ જોડે છે કે ‘જ્ઞાનની ઉત્પાદક કારણસામગ્રી વત્તા ગુણ થી પ્રમાણ ઉત્પન્ન થાય છે અને જ્ઞાનની ઉત્પાદક કારણસામગ્રી વત્તા દોષથી અપ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ આખી દલીલ અત્યંત શ્રમસાધ્ય છે અને જયંત જે પુરવાર કરવામાં સફળ થાય છે તે એટલું જ છે કે જ્યારે પ્રસ્તુત કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કાર્ય ઉત્પન્ન થાય છે અને જ્યારે તે અનુપસ્થિત હોય છે ત્યારે તે કાર્ય ઉત્પન્ન થતું નથી. . ૧૪. આનો અર્થ એ નથી કે આ પ્રશ્ન પરત્વે મીમાંસકોનો મતન્યાયવેરોષિકોના મતથી. વધુ ખામીભર્યો નથી. કુમારિલ ભટ્ટ પોતાના મતના બચાવમાં નીચે મુજબ જણાવે છે. ' બધાં જ શાનો સ્વાભાવિકપણે જ પ્રમાણ છે, કારણ કે વસ્તુની જે શક્તિ સ્વાભાવિક ન હોય તેને તે વસ્તુમાં બીજું કોઈ પેદા કરી શકે નહિ. પોતાની ઉત્પત્તિ માટે વસ્તુને કારણની અપેક્ષા છે, પરંતુ એક વાર તે ઉત્પન્ન થઈ જાય પછી પોતાને યોગ્ય ક્રિયા તે પોતે જ પોતાની મેળે કરે છે, તે માટે તે કોઈની અપેક્ષા રાખતી નથી. (અહીં પોતાની ટીકામાં પાર્થસારથિ મિશ્ર કહે છે : ધટ પોતાની ઉત્પત્તિ માટે માટી વગેરેની અપેક્ષા રાખે છે પરંતુ પાણીને ધારણ કરવા માટે કોઈની અપેક્ષા રાખતો નથી. તેવી જ રીતે, જ્ઞાન પોતાની ઉત્પત્તિ માટે કારણની - કદાચ ગુણથી યુક્ત કે તમને ગમે તે વસ્તુથી યુક્ત કારણની - અપેક્ષા રાખે છે પરંતુ વિષયનો નિશ્ચય’ નામનું પોતાનું કાર્ય કરવા માટે તે કોઈની અપેક્ષા રાખતું નથી, પરંતુ તમારા (ન્યાયપિન્ના) દર્શાવ્યા મુજબ તો જ્યાં સુધી જ્ઞાનનું ઉત્પાદક કારણ દોષરહિત શુદ્ધ છે એ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાન પોતે ઉત્પન્ન થયા પછી પણ પોતાનું કાર્ય વિષયનો નિશ્ચય’ કરતું નથી. તેથી તમારે પહેલા જ્ઞાનના ઉત્પાદક કારણને દોષરહિત શુદ્ધ જણાવનાર બીજા જ્ઞાનનું કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19