________________
કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન
આ જૈન સાધુકવિ ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ - ધનસારની પરંપરામાં શ્રી રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. એમણે રચેલી કૃતિઓમાંથી સૌથી વહેલું રચનાવર્ષ ધરાવતી કૃતિ “ઇલાતીપુત્ર સઝાય' સં.૧૫૭૦માં રચાયેલી મળે છે, જ્યારે સૌથી મોડું રચનાવર્ષ ધરાવતી કૃતિ તેતલિમંત્રીનો રસ સં.૧૫૯૫માં રચાયેલી મળે છે. આમ આ કવિનો કવનકાળ સં.૧૫૭૦થી સં.૧૫૯૫ (ઈ.સ.૧૫૧૪થી ૧૫૩૯)નો નિશ્ચિત થાય છે. એ રીતે કવિ સહજસુંદર ઈશુના સોળમા શતકના પૂવધિના કવિ ઠરે છે. અને ઈશુના પંદરમા શતકના અંતિમ તબક્કામાં તેઓ જન્મ્યા હોવાનું સંભવિત ગણી શકાય એમ છે. કવિએ રચેલી કેટલીક રાસકૃતિઓમાં તેમજ “ગુણરત્નાકરછંદ જેવી દીર્ઘ કૃતિઓમાં પોતે જે ગુરુપરંપરા અને ગચ્છના નિર્દેશો કર્યા છે તે સિવાય એમના જીવન વિશેની કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી.
કવિ સહજસુંદરે રચેલી નાનીમોટી કૃતિઓની સંખ્યા લગભગ ૨૫ જેટલી થવા જાય છે. એ રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, વેલી, સ્તવન, સઝાય આદિ સ્વરૂપવૈવિધ્યવાળી રચનાઓનો સમાવેશ થાય છે.
આ કવિની પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી આ પ્રમાણે છે :
૧. ઋષિદના મહાસતી રાસ : ર.ઈ.૧૫૧૬/સં.૧૫૭૨) ૩૬૮ કડીની સતી ઋષિદત્તાના શિયળને નિરૂપતી કતિ. અપ્રગટ છે.
૨. “સ્વામી અંતરંગ રસ / વિવાહલો : (ર.ઈ.૧૫૧૬/૧૫૭૨) ૬૪ કિડીની રચના. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૩. આત્મરાજ રાસ : (ર.ઈ. ૧૫૨૬(૩૨)/સં.૧૫૮૨(૮), ૮૦ કડીની કૃતિ. અપ્રગટ છે.
૪. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ : ર.ઈ.૧૫૩૬/સં.૧૫૯૨) અપ્રગટ છે.
પતેતલિમંત્રીનો રાસ : (ર.ઈ.૧૫૩૯/મં.૧૫૯૫, આસો સુદ ૮) ર૬૦ કડીની કથા. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૬. ઈરિયાવહી વિચાર રાસ : ૮૭ કડીની બોધાત્મક રચના. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org