________________
પ્રાસ્તાવિક
જેને આપણે પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે સાહિત્ય ૧૨મા શતકથી ૧૯મા શતકના પૂર્વાર્ધ સુધીના સમયપટ પર પથરાયેલું છે. અંગ્રેજી કેળવણી અને અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ ઝીલીને ખેડાયેલા અને વિકસેલા અર્વાચીન ગુજરાતી સાહિત્ય કરતાં આ મધ્યકાલીન સાહિત્ય જે પરંપરામાં વિકસ્યું છે એ એની કેટલીક આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે.
હસ્તલિખિત કે કંઠસ્થ સ્વરૂપ, બહુધા પદ્યનું માધ્યમ, એનો મુખ્યત: ધાર્મિકસાંપ્રદાયિક સંદર્ભ, છતાં અન્ય જીવનરસો પ્રત્યે પણ એની જળવાયેલી અભિજ્ઞતા, એની ભાષાભિવ્યક્તિ, રચનારીતિ – આ બધી લાક્ષણિકતાઓ ધરાવતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ગુર્જર પ્રજાનો એક અતિ મૂલ્યવાન વારસો છે.
-
મધ્યકાળના આ ગુજરાતી સાહિત્યના સર્જકોમાં પંચોતેર ટકા જેટલા સર્જકો તો જૈન સાધુકવિઓ છે. છતાં મધ્યકાળના ગુજરાતી સાહિત્યને ખેડનારા અને વિકસાવનારા સર્જકોમાં નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ જેવી જૈનેતર કવિપ્રતિભાઓના સર્જનનાં અભ્યાસ-મૂલ્યાંકન પ્રમાણમાં વિશેષ અને વ્યાપક રીતે થતાં રહ્યાં છે; એવો લાભ કોઈ જૈન કવિને ભાગ્યે જ મળ્યો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે લખાયેલા ઇતિહાસોમાં અને શાળામહાશાળાઓમાં તદ્વિષયક અભ્યાસક્રમોમાં જેટલું સ્થાન જૈનેતર ગુજરાતી સાહિત્યને આપવામાં આવ્યું છે એટલું જૈન કવિઓના સાહિત્યસર્જનને આપવામાં આવ્યું નથી.
નરસિંહ પૂર્વેના ૧૨માથી ૧૪મા શતકના ગુજરાતી સાહિત્યમાં થોડીક અપવાદરૂપ જૈનેતર કૃતિઓ બાદ કરતાં સઘળું ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય જૈન સાહિત્ય છે. ઈ.સ.૧૧૮૫નું રચનાવર્ષ ધરાવતી સૌથી વહેલી ઉપલબ્ધ ગુજરાતી કૃતિ ભરતેશ્વર બાહુબલિરાસ' એ જૈન સાધુકત શાલિભદ્રસૂરિની રચના છે. જ્યારે ગુજરાતી ભાષાની રચનાવર્ષ ધરાવતી સૌથી પહેલી જૈનેતર કૃતિ હંસાઉલી’ ઈ.સ. ૧૩૭૧માં રચાઈ છે; જે ભરતેશ્વર બાહુબિલરાસ' રચાયાના ૨૦૦ વર્ષ પછી લખાયેલી છે. આમ ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કરવાનો આરંભ જૈન સાધુકવિઓએ કર્યો જણાય છે.
જૈન કવિઓને હાથે વિપુલ સાહિત્યસર્જન પાછળનું મહત્ત્વનું પરિબળ એ રહ્યું કે તેઓ ઘણુંખરું નાની ઉંમરે દીક્ષાજીવન અંગીકાર કરી ઉપાશ્રયોમાં રહી સરસ્વતીની ઉપાસના કરનારા સાધુઓ હતા. જૈન સાધુઓએ પાર વિનાનું કથનાત્મક
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org