Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 6
________________ સોલંકી કાલને રાજકીય ઈતિહાસ એટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે કે એના વિગતવાર નિરૂપણ માટે એક સ્વતંત્ર દળદાર ગ્રંથની જરૂર પડે. આ ગ્રંથમાં તે એને સંક્ષિપ્ત વૃત્તાંત જ આપવામાં આવ્યો છે. ઈતિહાસના નિરૂપણમાં હવે રાજકીય ઇતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક ઇતિહાસ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં સોલંકી કાલનાં સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ તથા ધર્મ-સંપ્રદાયનાં પ્રકરણ સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓનું સુરેખ નિરૂપણ કરે છે. બ્રાહ્મણો તથા વણિકમાં જ્ઞાતિભેદ હવે શરૂ થયા હતા. “ગણિતસાર પરની ગુજરાતી ટીકામાંથી જાણવા મળેલાં નાણાં તથા વિવિધ તોલ-માપને લગતાં કેપ્ટક ખાસ નોંધપાત્ર છે. ભરૂચના પ્રાચીન બંદરે પિતાની જાહેરજલાલી ઠીક ઠીક ટકાવી રાખી હતી, પરંતુ વેપારનું મુખ્ય મથક હવે ખંભાત બન્યું હતું. આ કાલના આરંભમાં લેકભાષા અપભ્રંશ હતી, પરંતુ આગળ જતાં જૂની ગુજરાતી ભાષા ઘડાઈ રહી હતી. આ કાલ દરમ્યાન ગુજરાતમાં નાગરી લિપિ વિકસી હતી ને એમાં જૈન લહિયાઓ દ્વારા લખાતા કેટલાક અક્ષર વિશિષ્ટ મરેડ ધરાવતા. પાટણ, વડનગર, ધોળકા, આશાપલ્લી, ભરૂચ અને ખંભાત જેવાં નગરોમાં વિદ્યા, સાહિત્ય અને શિક્ષણની પ્રવૃત્તિઓ ફૂલીફાલી હતી. એમાં જૈન લેખકેએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં લલિત તથા શાસ્ત્રીય સાહિત્યના વિવિધ પ્રકારોમાં સંખ્યાબંધ ગ્રંથ લખ્યા હતા. કલિકાલસર્વજ્ઞ ગણાતા હેમચંદ્રાચાર્યે તથા એમના વિદ્વાન શિષ્યોએ પિતાની વિવિધ ઉચ્ચ કૃતિઓ દ્વારા ગુજરાતને વિદ્યાના ક્ષેત્રમાં ગરવું સ્થાન અપાવ્યું હતું. ધોળકાના મહામાત્ય વસ્તુપાલના પ્રેત્સાહન દ્વારા એના સમયના ગ્રંથકારેએ પણ લલિત તથા શાસ્ત્રીય સાહિત્યમાં વિપુલ પ્રદાન કર્યું હતું. આ કાલમાં રાજાઓ ઉપરાંત નાનાક જેવા વિદ્વાનનીય પ્રશસ્તિ રચાતી. ભારતીય ધર્મસંપ્રદાયમાં શૈવ તથા જૈન સંપ્રદાયોને ઘણો અભ્યદય થયો હતો. સૂર્યપૂજા પણ હજી ઠીક ઠીક પ્રચલિત હતી. હવે ગુજરાતમાં જરાતી તથા ઈસ્લામ ધર્મના અનુયાયીઓ પણ વસતા હતા. પુરાવસ્તુકીય સ્થળતપાસ અને ઉખનનમાં ક્ષત્રપ કાલ અને મિત્રક કાલની સરખામણીએ સોલંકી કાલ વિશે હજી ઘણું ઓછું જાણવા મળ્યું છે. અનાવાડાનાં ખંડેરેનું ખોદકામ કરવામાં આવે તે અણહિલવાડના પુરાતન અવશેષ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય એમ લાગે છે. સાહિત્યિક કૃતિઓની જેમ સ્થાપત્યકીય સ્મારકે પણ સેલંકી કાલમાં મોટી સંખ્યા ધરાવે છે. એમાં મંદિરે ઉપરાંત, કિલ્લાઓ અને જળાશને સમાવેશ થાય છે. મંદિર–સ્થાપત્યમાં તવદર્શનને તથા ઊર્ધ્વદર્શનને પૂર્ણ વિકાસ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 748