Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 4
________________ પ્રસ્તાવના ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ નવ ગ્રંથમાં તૈયાર કરી પ્રકાશિત કરવાની યોજના અનુસાર આ ગ્રંથમાલાના પહેલા ત્રણ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે કે હવે એને આ ગ્રંથ ૪ થે પ્રગટ થઈ રહ્યો છે. આ ગ્રંથમાલા કેટલીક વિશિષ્ટ દષ્ટિએ યોજાઈ છે. એમાં તે તે કાલનાં ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વનાં વિવિધ પાસાંને આવરી લેવામાં આવે છે ને એમાંના દરેક પાસાને લગતું પ્રદરણ તે તે વિષયના તજજ્ઞ તૈયાર કરે છે. પ્રકરણોના લેખકે જુદા જુદા હોઈ અર્થધટને, અભિપ્રાયો અને મંતવ્યમાં કેટલેક ભેદ રહે એ સ્વાભાવિક છે; સંપાદકો તો અન્વેષણ, અર્થઘટન અને નિરૂપણની પદ્ધતિ પ્રમાણિત અને એકસરખી રહે એ અંગે કાળજી રાખે છે. રાજકીય ઈતિહાસમાં તે તે કાલના મુખ્ય રાજ્યના ઇતિહાસનું વિગતે નિરૂપણ કરવામાં આવે છે, પરંતુ એ ઇતિહાસને એટલાથી પર્યાપ્ત ગણવામાં આવતું નથી. તે તે કાલમાં એ મુખ્ય રાજ્ય કે રાજ્યો ઉપરાંત તળ–ગુજરાત ૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બીજાં નાનાંમોટાં રાજ્ય થયાં હોય તે સર્વ સમકાલીન રાજ્યના ઈતિહાસની પણ રૂપરેખા આલેખવામાં આવે છે. તે તે પ્રકરણને લેખક પોતપોતાના વિષયના તજજ્ઞ હોઈ દરેક પ્રકરણમાં તે તે વિષય અંગે અત્યાર સુધીમાં જે અન્વેષણ-સંશોધન થયાં હોય તેનાં પરિણામ બને તેટલા પ્રમાણમાં રજૂ થતાં હોય છે, પરંતુ આ પ્રકરણ માટે નવું અન્વેષણ કરવાની અપેક્ષા રાખવામાં આવતી નથી, કેમકે એમ કરવા જતાં વર્ષો વિલંબ થયા કરે. આથી મુખ્ય ધ્યેય તે તે વિષયના તજજ્ઞ અદ્યપર્યત પ્રકાશમાં આવેલી માહિતીને પ્રમાણિત તથા તર્કબદ્ધ રીતે રજૂ કરે એ રહેલું છે. આ ગ્રંથ સોલંકી કાલને લગતે છે. ગુજરાતના ઈતિહાસને એ સહુથી જ્વલંત કાલ છે, આથી એ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાલ તરીકે જાણીતો છે. સેલંકી કાલમાં ગુજરાતનું સહુથી પ્રબળ અને પ્રતાપી રાજ્ય સેલંકી વંશનું હતું, જેનું પાટનગર અણહિલવાડ પાટણ હતું. મૂલરાજ ૧ લાએ વિ. સં. ૯૯૮(ઈ. સ. ૯૪૨)માં સારસ્વતમંડલ(સરસ્વતી-કાંઠા)માં સ્થાપેલું રાજ્ય સમય જતાં ઉત્તરોત્તર વિસ્તૃત થતું ગયું. સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. ૧૦૯૪૧૧૪૨) અને કુમારપાલ(ઈ. સ. ૧૧૪૩-૧૧૭૨)ના સમયમાં એની સત્તા લગભગ સમસ્ત ગુજરાત પર પ્રવર્તતી હતી, એટલું જ નહિ, ગુજરાતની આસપાસ આવેલાં અનેક રાજ્યો પર એનું આધિપત્ય જામ્યું હતું. ભીમદેવ ૨ જા(ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ના સમયમાં આ રાજવંશની સત્તા શિથિલ થઈ ને વિ. સં. ૧૩૦૦(ઈ.સ. ૧૨૪૪)માં મૂલરાજના વંશને અંત આવ્યો. હવેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 748