Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 5
________________ એની જગ્યાએ જોળકાના વાઘેલા રાણું વીસલદેવનું રાજ્ય પ્રવત્યું. ખરી રીતે ? વાઘેલા કુલ સોલંકી કુલની શાખાનું હોઈ વીસલદેવને વંશ પણ સોલંકી વંશ જ છે. આ વંશની સત્તા. અણહિલવાડમાં સ્થપાયે પચાસેક વર્ષ થયાં તે પછી થેડા વખતમાં કર્ણદેવ વાઘેલાના રાજ્યકાળ દરમ્યાન વિ. સં. ૧૩૫૬(ઈ. સ. ૧૨૯૯ માં તથા વિ. સં. ૧૩૬ (ઈ સં. ૧૩૦૩-૪)માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની કેજે ગુજરાત પર ચડાઈ કરી વંશની સત્તા નાબૂદ કરી. આમ એકદંરે સોલંકી વંશની સત્તા ગુજરાતમાં કુલ ૩૬૨ વર્ષ( વિ. સં. ૯૯૮ થી ૧૩૬૦ ) પ્રવતી. આ પ્રદેશને “ગુજરદેશ” નામ લાગુ પડયું ને છેવટે એનું “ગુજરાત” રૂપ રૂઢ થયું તે પણ આ કાળ દરમ્યાન. પ્રકરણ ૧ માં સોલંકી રાજ્યની રાજધાની અણહિલપાટક પત્તન(અણહિલ-. વાડ પાટણ)નો પરિચય આપીને પ્રકરણ ૨-૭ માં સેલંકી રાજ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંના પ્રકરણ ૬ માં વાઘેલા વંશને હેતુપૂર્વક “વાઘેલાસોલંકી વંશ” કહેવામાં આવ્યો છે, કેમકે અગાઉ જણાવ્યા મુજબ વાઘેલા સોલંકીઓથી ભિન્ન નહતા, પરંતુ સેલંકીઓની જ શાખાના હતા. વાઘેલા રાજ્યને અંત ખલજી ફોજની ચડાઈથી આવ્યો એ નિર્વિવાદ છે, પરંતુ એને લગતી સમસ્યાઓ છે તેની એ પ્રકરણના પરિશિષ્ટમાં છણાવટ કરવામાં આવી છે. અભિલેખે અને પ્રબંધો પરથી સેલંકી રાજાઓ ઉપરાંત તેઓના અનેક અધિકારીઓ વિશે માહિતી મળે છે. એમાંના કેટલાક કુલપરંપરાગત અધિકારીઓના વંશને સિલસિલાબંધ ઇતિહાસ સાંપડે છે, આથી એવાં નામાંકિત કુલ અને અધિકારીઓ વિશે અહીં એક ખાસ પ્રકરણ આપવામાં આવ્યું છે. સોલંકી કાળ દરમ્યાન ક૭–સૌરાષ્ટ્ર-લાટમાં બીજાં અનેક મોટાંનાનાં રાજ્ય થયાં છે. પ્રકરણ ૮ માં ગુજરાતનાં આવાં મેટાંનાનાં ૧૭ સમકાલીન રાજેના ઉપલબ્ધ ઇતિહાસની રૂપરેખા આલેખવામાં આવી છે. ગુજરાતની આસપાસ પણ અનેક મેટાંનાનાં રાજ્ય થયાં. સેલંકી રાજ્યના સંદર્ભમાં ઉલિખિત આવાં રાજ્યને સળંગ ખ્યાલ આવે એ માટે અહીં એવાં દસેક સમકાલીન રાજવંશના અને એની શાખાઓ હોય તે એના પણ ઇતિહાસની રૂપરેખા આલેખવામાં આવી છે. સેલંકી કાલના રાજ્યતંત્રના નિરૂપણમાં સેલંકી રાજ્યનાં મંડલે તથા એમાંના સારસ્વત મંડલના પથકે વિશેની માહિતી ખાસ બેંધપાત્ર છે. એવી રીતે રાજ્યનાં કારણો (ખાતાં) તથા ખ અને દસ્તાવેજોના વિવિધ પ્રકારે અંગે લેખ–પદ્ધતિમાંથી વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 748