Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 6
________________ પ્રસ્તાવના ગુજરાતનો ઇતિહાસ ભારતવર્ષના ઇતિહાસના એક એકમ તરીકે છે. ભૌગોલિક મર્યાદાઓને લઈને તેમજ એમાં વસેલી માનવ-જાતિઓની વિશિષ્ટતાને લઈને ગુજરાત એક એકમ બન્યું છે ને તેથી એ ઇતિહાસને વિષય થાય છે. કાલના માપમાં આવે એ ગુજરાતને ઇતિહાસ ઈ.પૂ. ચોથા સૈકાના છેલ્લા ચરણમાં શરૂ થાય છે, જ્યારે એની પહેલાંનો માનવ-સંસ્કૃતિનો ઈતિહાસ આદ્ય પાષાણયુગથી શરૂ થાય છે. ૧ લી મે, ૧૯૬૦ થી ગુજરાત ભારત સંઘમાં અલગ સમકક્ષ રાજ્યનો દરજો ધરાવતું થયું એને અહીં એની ઉત્તરમર્યાદા તરીકે રાખવામાં આવ્યું છે. ગુજરાતને પ્રાદેશિક ઈતિહાસ આ પ્રદેશને માટે “ગુજરાત” નામ પ્રયોજાયું તે પહેલાં ઘણો વહેલે શરૂ થાય છે. સોલંકી કાલ પહેલાં આ પ્રદેશ પશ્ચિમે “સુરાષ્ટ” અને “ક” નામે, ક્યારેક ઉત્તરે “આનર્ત' નામે અને કયારેક દક્ષિણે “લાટ” નામે જાણતો હતો “ગુજરાત” વર્તમાન નામ આ પ્રદેશ માટે સોલંકી કાલમાં પ્રચલિત થયું. અર્વાચીન ઢબે ગુજરાતનો ઇતિહાસ લખા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થયો. એ અગાઉ પ્રાચીન રાજવંશે તથા રાજાઓના ચરિતનું છૂટું છવાયું નિરૂપણ થતું. ચાવડા કાલથી મુઘલ કાલ સુધીને લગભગ એક સહસ્ત્રાબ્દીને સળંગ ઈતિહાસ “મિરાતે અહમદી”(૧૮ મી સદી)માં લખાયો. અર્વાચીન ઢબે ગુજરાતનો સળંગ ઈતિહાસ લખવાની પહેલ ફાર્બસે Raso-Mala ૧૮૫૬)માં કરી ને વધુ પ્રમાણિત સાધનસામગ્રીના આધારે મુંબઈ ઇલાકાના મેઝેટિયરના ગ્રંથ ૧ના ભાગ ૧ રૂપે, ડે. ભગવાનલાલ ઇંદ્રજીના લખાણ પરથી, એ ૧૮૯૬ માં પ્રકાશિત થયો. ૧૯૩૭ થી ૧૯૬૦ દરમ્યાન એના જુદા જુદા તબક્કાઓ વિશે વિશિષ્ટ સંશોધનગ્રંથ તૈયાર થયા. ૧૯૬૦ માં ગુજરાત રાજ્ય રચાતાં પુરાતત્ત્વ-સંશોધનને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થયું ને ગુજરાતને સળંગ અને સર્વાગી ઈતિહાસ નવેસર તૈયાર કરવાની યોજના પણ મૂર્ત સ્વરૂપ પામી. ગુજરાત રાજ્ય સરકારે ભો. જે. વિદ્યાભવને ઘડેલીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 678