Book Title: Gnani Bhaktni Pratibha Author(s): Maganbhai Prabhudas Desai Publisher: Vishvasahitya Academy View full book textPage 7
________________ પરંતુ ગીતાના વિવરણની પેઠે તેમનું આ બીજું અગત્યનું પુસ્તક પણ અધૂરું જ રહ્યું. ૩૪ પ્રકરણ સુધી તે આવ્યા અને ૩૮ પ્રકરણ સુધીની નામાવલી તૈયાર કરી રાખીને “ઇ૦ ઇ૦’ એમ નોંધ કરી, આગળ પણ પ્રકરણો થશે, એવો ખ્યાલ તેમણે રાખ્યો હતો. લગભગ પચીસેક પ્રકરણો છપાઈ રહ્યાં ત્યારે હજુ કેટલું લખાણ આગળ આવશે એમ પૂછતાં તેમણે કહ્યું હતું કે, એટલાં બીજાં તો આવશે જ! મહાપુરુષોને પણ ઉચિત – અધિકારી જીવનચરિત્ર લેખક મળવા એ તેમનું ખુશનસીબ ગણાય છે. ગુજરાતના આ જ્ઞાની-ભક્ત-કવિ મહાપુરુષનું જીવનચરિત્ર પૂરું થયું હોત, તો એ ગુજરાતી વાચકો માટે કેવી મોટી ખુશનસીબી ગણાત! પરંતુ એ બાબત હવે વિશેષ ખેદ કરવો અસ્થાને છે. શ્રી. મગનભાઈએ પોતાના પુસ્તકની સામગ્રી ઘણાં પ્રકાશનેમાંથી વીણીને ભેગી કરી છે. તે સૌના પ્રકાશકોને તે સામગ્રી ઉતારવા બદલ આભાર માની, આ જીવનચરિત્ર ગુજરાતના બડભાગી વાચકવર્ગને સાદર કરીએ છીએ. સંક્ષેપ શ્રી.૧ = શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ-૧ શ્રી.૨ = શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 288