Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 5
________________ “મારું એક કર્તવ્ય હું સમજી શક્યો. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મને ધર્મ મારે ન જ તજવો જોઈએ. “તેથી મેં હિંદુ અને બીજાં ધર્મપુસ્તકો વાંચવાં શરૂ કર્યા : ખિસતી, મુસલમાની પુસ્તકો વાંચ્યાં, લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી; તેમ જ હિંદુસ્તાનમાં જે ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની જોડે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે, હું શાંતિ પામ્યો; હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એ મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ, તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે.” આટલાં ગાંધીજીનાં વાક્યો ટાંકીને શ્રી મગનભાઈ દેસાઈ આગળ જણાવે છે કે, “ગાંધીજીના જીવનને (ખાસ કરીને તેમના અધ્યાત્મવિકાસના ક્ષેત્રો) અભ્યાસ કરનારે તેમના ઉપર આવો પ્રબળ પ્રભાવ ધરાવતી આ વ્યક્તિ વિશે જાણવું જોઈએ, - એવી સામાન્ય ધર્મજિજ્ઞાસાથી હું કવિ રાજચંદ્રનાં લખાણો વાંચવા પ્રેરાયો. ગાંધીજીની વિચારસૃષ્ટિ” ૧. ઈ.સ. ૧૮૯૧ના જુલાઈ માસમાં “જે દિવસે હું વિલાયતથી પાછા ફરી મુંબઈ પહોંચ્યો, તે જ દિવસે રાયચંદભાઈની સાથે મારી ઓળખાણ થઈ” – એમ તેમણે જણાવ્યું છે. ૨. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” પા. ૪૨; સં. મુકુલ કલાથી). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 288