Book Title: Gnani Bhaktni Pratibha Author(s): Maganbhai Prabhudas Desai Publisher: Vishvasahitya Academy View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન શ્રી. મગનભાઈ દેસાઈએ “જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈનું જીવનચરિત્ર લખવાનું શરૂ કરેલું. તે જીવનચરિત્ર લખવાનું તેમને શાથી જરૂરી લાગેલું, તેની એક નોંધ તેમણે “શ્રીમદ્ રાજચંદ્રને જીવનબોધ” નામની પુસ્તિકા તેમના સ્વ૦ મિત્ર મણિભાઈ વાઘજીભાઈ પટેલને નિમિત્તે ચાલતી ગ્રંથમાળાના મણકા તરીકે પ્રસિદ્ધ કરવા વિચારેલી, તેની શરૂઆતમાં મૂકવા લખેલા નિવેદનનાં પાનાં અચાનક તેમના કાગળમાંથી મળી આવ્યાં તે ઉપરથી જણાય છે. ગાંધીજીનાં વાક્યો ટાંકીને તે લખાણની શરૂઆત થાય છે – “મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે: ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ - ટૉલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક (વૈકુંઠ તારા હૃદયમાં છે.') દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસ્કિનની તેના એક જ પુસ્તક “અન્ટ ધિસ લાસ્ટ થી જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ મેં રાખ્યું છે; અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. ' “હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજજનેના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જોકે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો, તે પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 288