Book Title: Girnarna Navprasiddh Lekhpar Drushtipat
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 6
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શેઠિયાઓ આગળ પડતા રહેલા. આ થોડાક, ચુનંદા મહાજન-મિત્રોમાં વરડિયા કુટુંબને પણ સ્થાન અપાયું છે, તેનું કારણ મુનિશ્રી જયંતવિજયજીએ એક અટકળ કરી છે તેમ “સઘન સ્નેહસંબંધ’હોવો જોઈએ. એ કુટુંબની ધાર્મિક-કાર્યોમાં અગ્રેસરતા તેમ જ વિજયસેનસૂરિ પ્રત્યેની સમાન ભક્તિને કારણ બન્ને કુટુંબો પરસ્પર નજીક આવ્યાં હોય અને મંત્રીશ્વર તેજપાળના વિશેષ આદરને પાત્ર વરહુડિયા કુટુંબ બન્યું હોય તેવી શક્યતા કલ્પી શકાય. ८ લેખનું મૂળ વક્તવ્ય અહીં પૂરું થાય છે : પણ શ્રી અત્રિએ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આધારે ગિરનારના શિલાલેખ પર કેટલાંક રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવાં સૂચનો-અવલોકનો કર્યાં છે તે પહેલાં ટાંકી મને એ બાબતમાં વિચારતાં અને તે યુગના સાહિત્યિક પ્રમાણોના આધારે જે લાગ્યું છે તે અંગે જે કહીશ તે અલબત્ત, મૂળ ચર્ચાની આડપેદાશ રૂપે અહીં રજૂ કરીશ. શ્રી અત્રિ લખે છે કે, “ઈ સ ૧૨૩૨ના તુલ્યકાલીન યે લેખોના X એક સમાન અનુચ્છેદમાં આપવામાં આવેલી ‘સત્યપુરાવતાર શ્રી મહાવી૨જેવી વાક્યરચનાને ખ્યાલમાં રાખી પ્રસ્તુત લેખ x વાંચવાથી થોડો ગોટાળો થવા સંભવ છે. પેલા યે લેખોમાં ‘શત્રુંજય મહાતીર્થવતા૨’, ‘સ્તંભનકપુરાવતાર' આદિ સમાસો ‘ઋષભદેવ’, ‘પાર્શ્વનાથ’ આદિનાં વિશેષણો તરીકે વપરાયેલાં છે (અર્થાત્ તે સર્વની સ્થાપના તો ‘વસ્તુપાલવિહાર'માં જ), જ્યારે પ્રસ્તુત લેખમાં શ્રી ‘ઉજયંત મહાતીર્થે'ને અનુસરી ‘શત્રુંજયે’, ‘અર્બુદાચલે’, ‘જાબાલિપુરે’ આદિ શબ્દોમાં સ્પષ્ટ રીતે જ સાતમી વિભક્તિનો પ્રયોગ થયેલો હોઈ, જે જે દેવની જ્યાં જ્યાં સ્થાપના કરવામાં આવી તે તે સ્થળ જ અહીં અભિપ્રેત છે. આમ આ સાતમી વિભક્તિના પ્રયોગને કારણે જ પ્રસ્તુત લેખ મંત્રી-દ્વય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે.” (“ગિરનારના,” પૃ ૨૦૭). શ્રી અત્રિએ કહેલી એ વાત સાચી છે કે ‘શત્રુંજયમહાતીર્થોવતાર’ અને ‘સ્તંભનકપુરાવતાર'થી અનુક્રમે જિન ‘ઋષભદેવ’ અને જિન ‘પાર્શ્વનાથ’વિવક્ષિત છે; પણ ‘વસ્તુપાલવિહાર’માં તો મૂલનાયક તરીકે ‘ઋષભદેવ,’અને તેના મંડપ સાથે એક બાજુ ‘અષ્ટાપદ’અને બીજી બાજુ ‘સમ્મેતશિખર’ના ગૂઢમંડપરૂપી-પ્રાસાદો જોડેલા છે. વસ્તુપાળે ગિરનાર પર્વત પર ‘સ્તંભનકપુરાધીશ’તેમ જ ‘સત્યપુરાવતાર વીર’નાં મંદિર અલગ જ બાંધેલાં. એમની સ્થાપના ‘વસ્તુપાલવિહાર’માં થયેલી એવો અર્થ એ ધ્યે સમાનાર્થી લેખોમાંથી નીકળતો નથી. એ મૂળ શિલાલેખોમાં આમ કહ્યું છે : ‘તથા સચિવેશ્વર વસ્તુપાલે આ સ્વયં-નિર્માપિત શ્રી શત્રુંજય મહાતીર્થવતાર શ્રીમદ્ આદિતીર્થંકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કાશ્મી૨ાવતાર શ્રી સરસ્વતી, ચાર દેવકુલિકાઓ, જિનયુગલ, શ્રી નેમિનાથદેવ(ની પ્રતિમાથી) અલંકૃત (અનુક્રમે) અમ્બા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમ્ન શિખરે ચાર દેવકુલિકાઓ, પિતામહ સોમની ઘોડેસવા૨-મૂર્તિ, બીજી પોતાના પિતા આસરાજની, ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24