Book Title: Girnarna Navprasiddh Lekhpar Drushtipat
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને શ્રી સંભાવ)દેવનાં બિંબ અને દંડકળશ સહિત કરાવી એવું લેખમાં કહેવામાં આવ્યું છે. દેહરી ૩૯ પરના સં. ૧૨૯૧ના પ્રશસ્તિલેખમાં પણ લગભગ એ બધા જ વરહડિયા કુટુંબસમુદાયનાં નામો મળે છે અને તેમાં આગળની દેહરી ૩૮ના શિલાલેખમાં બતાવેલ સગપણો અહીં પણ બતાવ્યાં છે. આ લેખમાં પણ નેમડ, રાહડ, ધણસર, લાહડ, સહદેવ, ખેઢા ઇત્યાદિ નામો મળે છે. હવે એ દેરીઓની અંદરના પ્રતિમાલેખો તપાસતાં તેમાં સં૧૨૯૩ના વર્ષના જિન સંભવનાથના બિંબની પ્રતિષ્ઠાના લેખમાં વહુડિયા સંતાનીય સા. નેમડના પૌત્ર ખેઢાનો ઉલ્લેખ છે. ત્યાંના બીજા એક સં. ૧૨૯૩ના લેખમાં ધણેસર અને લાહડનો ઉલ્લેખ છે. સં. ૧૨૯૩ના એક ત્રીજા લેખમાં નેમડપૌત્ર લાહડે પોતાની ભાર્યાના શ્રેયાર્થે કરાવેલ નેમિનાથના બિબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. વરહુડિયા પરિવારના અન્ય બે બિંબપ્રતિષ્ઠા લેખો પણ આ દેહરીઓમાં છે. પણ સૌથી મહત્ત્વનો તો છે દેહરી ૩૮ના દ્વારની જમણી બાજુની ભીંત પર ખોદેલો ૪૫ પંક્તિઓવાળો એ જ વરહુડિયા કુટુંબનો સં. ૧૨૯૬ + ઈ. સ. ૧૨૪૦નો મોટો પ્રશસ્તિલેખ, જે અહીં ચલ વિષય માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં સાહુ નેમડ, ખેઢા, ધણેશ્વર, લાકડાદિ નામો મળવા ઉપરાંત વરહુડિયા પરિવારે અન્યત્ર કરાવેલ સુકૃતોની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. તેમાં આવતો (૧) “શત્રુંજય મહાતીર્થ” પર કરાવેલ કાર્યોમાં, વસ્તુપાલે કરાવેલ “સત્યપુર મહાવીરના મંદિરમાં એમણે (વરહુડિયાઓએ) કરાવેલ બિંબ અને ખત્તકનો ઉલ્લેખ, અને (૨) શ્રી અર્બુદાચલ ‘શ્રીનેમિનાથચૈત્યની જગતમાં ૬ બિંબ સાથેની બે દેવકુલિકાઓનો ઉલ્લેખ તેમ જ (૩) જાબાલિપુરના “પાર્શ્વનાથચૈત્ય'ની જગતીમાં કરાવેલ દેવકુલિકા સહિતના શ્રી આદિનાથબિંબનો ઉલ્લેખ તથા (૪) વિજાપુરના ચૈત્યમાં કરાવેલ શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓનો ઉલ્લેખ આદિ સાથે ગિરનારવાળા લેખમાં અપાયેલ વિગતો લગભગ પૂર્ણ રીતે મળી રહે છે. એક વિશેષ હકીકત એ નોંધીએ કે આબૂના ઉપર કથિત સૌ લેખોમાં પણ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાકર્તા આચાર્યનું નામ આપ્યું છે ત્યાં ત્યાં વિજયસેનસૂરિનું જ નામ મળે છે. ગિરનારના લેખમાં ઉલ્લિખિત આબુની બે દેહરીઓ તે નિઃશંક લૂણવસતીની દેવકુલિકા ૩૮ અને ૩૯ છે ગિરનારવાળા પ્રશસ્તિ લેખમાં આવતાં નામો–ખેઢા, ધણેશ્વર, અને લાહડ–નો પારસ્પરિક સંબંધ આબૂના લેખોમાં સ્પષ્ટ રીતે આપેલો છે. તદનુસાર (રાહડના પુત્રો) ધણેશ્વર (કે ધસર) અને લાહડ સગા ભાઈઓ ઠરે છે અને ખેઢા તે તેમના કાકા (રાહત-ભ્રાતૃ) સહદેવનો પુત્ર થાય. (આબૂના શિલાલેખોના આધારે તેમ જ શ્રેષ્ઠી નેમડના વંશની મળી આવેલી એક ગ્રંથપ્રશસ્તિના આધારે મુનિશ્રી જયંતવિજયજીએ તૈયાર કરેલું ‘વરહુડિ વંશવૃક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24