Book Title: Girnarna Navprasiddh Lekhpar Drushtipat
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત અહીં પરિશિષ્ટને અંતે સહેજ સાથે લગાવ્યું છે. (ગ્રંથપ્રશસ્તિઓના મૂળપાઠ પરિશિષ્ટમાં સંદર્ભાર્થે આપ્યા છે.) ગિરનારવાળો લેખ લુણવસહીના શિલાલેખોવાળા વરહુડિ કે વરદુડિયા પરિવારનો છે તેની પ્રતીતિ થતાં તેમાં છેવાડાના નષ્ટ થયેલા ભાગના કેટલાક અક્ષરોની પૂર્તિ થઈ શકે છે; જેમ કે પંક્તિ ૧૨માં છેડે, શ્રી અત્રિની વાચનામાં આવતા ઈંડયા ૬. ને......માં રે બદલે શું વાંચીને આગળ વર વધારીને અને પછી પંક્તિ ૧૩માં પ્રારમ્ભ મડ ઉમેરીએ તો [૩]રયા સાદુ નેમિ] વાંચી શકાય. અને એ રીતે વાંચતાં આ લેખ નાગપુરીય વરદુડિયા કુટુંબનો જ છે તેવો અંતિમ અને વિશ્વસ્ત નિર્ણય પણ થઈ જાય છે. વરડિયા કુટુંબનાં કરાવેલ સુકૃતોની આબૂ તેમ જ ગિરનારના શિલાલેખોની સૂચિ તપાસી જઈએ તો તેમાં તેમણે ઘણાં જિનમંદિરોવાળાં સ્થળો આવરી લીધાં હોવા છતાં તેમાં કોઈ પણ સ્થળે નવાં જિનાલયો બંધાવ્યાં કે જૂનાને ઉદ્ધાનો ઉલ્લેખ આવતો નથી. દેરીઓ ચણાવી, ને ગોખલાઓ કરાવી તેમાં જિનમૂર્તિઓ બેસાડી સંતોષ લીધો છે જેથી એમ જણાય છે કે આ કુટુંબ અતિ ધનાઢય નહીં પણ સુખી, નીતિમાન, ધર્મનિષ્ઠ, જૈનસંઘ અને વણિકસમાજનાં મોભાદાર, અગ્રેસર (અને બહોળા પરિવારવાળાં) કુટુંબોમાંનું એક હશે. સાદેવચંદ્ર અને સાહુ પેઢાએ સંઘવી પદ શોભાવી તીર્થયાત્રાઓ કર્યાના ઉલ્લેખ ગ્રંથપ્રશસ્તિ(૨૯)માં થયો છે અને આબૂ લેખાંક ૩૫રમાં પણ પેઢાને સંઘપતિ કહ્યો છે તે આ પરિવારનું જૈનસંધમાં આગળ પડતું . સ્થાન સૂચવી રહે છે. વરદુડિયા શાખના પાલણપુરનિવાસી આ વણિક કુટુંબ અને વસ્તુપાલ તેજપાલને શું સંબંધ હશે તે વિશે હવે જોઈએ. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ આ મુદ્દા પર વિચારીને અવલોક્યું છે કે, “મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબોમાં પરસ્પર કોઈ કૌટુંબિક-સંબંધ સઘન સ્નેહસંબંધ હોવો જોઈએ. કારણ કે તેજપાળનો આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબંધીઓ કે સ્નેહીઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાનો જ મુખ્ય ઉદ્દેશ હતો.”૨૭ પણ વસ્તુપાળ-તેજપાળ હતા પ્રાગ્વાટ જ્ઞાતિના જ્યારે વરહુડિયાઓ (વ્યવહારસૂત્રની પ્રશસ્તિ અનુસાર) પલ્લિવાલ ન્યાતના હતા. આથી બંને કુટુંબો વચ્ચે વેવાઈ-વેલાંનો સંબંધ હોવાની શક્યતા નહિવત્ છે. વરહડિયા કુટુંબના ઉપલબ્ધ શિલાલેખોનો સમય સં૧૨૯૧થી ૧૨૯૯નો છે. તે કાળે તેજપાળ ગુજરાતના મહામાત્યના પદે બિરાજતા હતા. રાજમાં, સમાજમાં અને શ્રીસંઘમાં એમનો આદર સર્વાધિક હતો. તેમણે કરાવેલા “લૂણવસહિકાપ્રાસાદ'માંની ૪૩ દેવકુલિકામાંથી ૨૮ તો એમના પોતાના ભાઈભાંડુઓના શ્રેયાર્થે, અને નવેક દેહરીઓ સગાંસંબંધીઓ મિત્રો દ્વારા થયેલી છે : એમાં ખાસ કરીને ચંદ્રાવતીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24