Book Title: Girnarna Navprasiddh Lekhpar Drushtipat
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249380/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત સ્વાધ્યાય પુ ૫, અં ૨માં ‘ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો’માં શ્રી છો મઢ અત્રિએ ગિરનાર-પર્વતસ્થ જિનમંદિરને ફરતા કોટની દીવાલનો ભાગ પાડતી વખતે જડી આવેલા ત્રણ શિલાલેખો પ્રસિદ્ધ કર્યા છે'. તેમાંનો ક્રમમાં બીજો લેવાયેલ નાનકડો પ્રશસ્તિ-લેખ ગિરનાર પર્વત પરના નોંધાયેલા લેખોમાં—ત્રુટિત હોવા છતાંયે—એની કેટલીક આંતરિક વિગતોને કારણે મહત્ત્વનો છે. અહીં એ મૂળ લેખની વાચના આપી, તેની વસ્તુ ૫૨ ટૂંકી શી ચર્ચા કરવા વિચાર્યું છે. મૂળ લેખનો શિલાખંડ એ સ્થળેથી મળી આવેલ પ્રતિમાઓ સાથે હાલ જૂનાગઢના સ૨કા૨ી સંગ્રહાલયમાં સચવાયો છે. તેને રૂબરૂ તપાસી જોવાનો સંયોગ તે કાળે પ્રાપ્ત નહોતો થયો : તેથી શ્રી અત્રિએ કરેલી વાચના-ઉપલક દૃષ્ટિએ મને લાગ્યું છે તેવા બે'ક નાનકડા ફેરફાર સાથે અને લેખના કાયિતાઓનાં ગોત્ર અને એકાદ પૂર્વજના નામના ખૂટતા અક્ષરોની પૂર્તિ સાથે રજૂ કર્યો છે. લેખ કોતરાયો છે તે શિલ્પો વિશે શ્રી અત્રિએ જરૂરી માહિતી આપેલી હોઈ તેના પર કશું જ કહેવાની જરૂર નથી. લેખના મુસદ્દામાં રહેલાં જોડણી અને વ્યાકરણનાં સ્ખલનો, ભાષાદોષ, પ્રાકૃત અને (જૂની) ગુજરાતીના પ્રારંભિક શબ્દ-રૂપ-સંભાર ઇત્યાદિ પર પણ શ્રી અત્રિએ અવલોકન કર્યું છે અને હું તેમાં થોડુંક ઉમે૨વા સિવાય તે પાસાંઓ પર ટીકારૂપે વિશેષ નહીં કહું. લેખ કોતરવાનો ઉદ્દેશ ખેઢા અને લાહડ નામની બે (જિનધર્મી) વ્યક્તિઓએ ગિરનાર પ૨ સં. ૧૨૯૯ / ઈ. સ. ૧૨૪૩માં કરાવેલ પ્રતિમા-પ્રતિષ્ઠાનો અને એના અનુલક્ષમાં સાથે સાથે અન્યત્ર કરાવેલ સુકૃતોની પણ નોંધ લેવાનો હોય તેમ લાગે છે. લેખનો મૂળપાઠ અહીં અંત ભાગે આપું છું. લેખની પ્રાપ્ય વિગતો આ પ્રમાણે છે : સં. ૧૨૯૯ ને ફાગણ સુદિ ત્રીજના રોજ ‘શ્રી ઉજ્જયંત મહાતીર્થે’ ‘મહામાત્ય શ્રી વસ્તુપાલવિહાર'માં મહં૰ શ્રી તેજપાલના આદેશથી સાધુ ખેઢા તથા સાધુ લાહડે શ્રી નેમિનાથનું બિંબ ‘ખત્તક'(એટલે કે ગોખલા) સહિત કરાવ્યું, જેની પ્રતિષ્ઠા શ્રી. વિજયસેનસૂરિએ કરી. (તદુપરાંત) ‘શ્રી શત્રુંજય મહાતીર્થે' શ્રી આદિનાથનું બિંબ દેવકુલિકા અને દંડકલશ સહિત સ્થાપ્યું. અને પ્રસ્તુત તીર્થમાં મહં૰ શ્રી વસ્તુપાલે કરાવેલ ‘શ્રી સાચઉર દેવકુલ'(=સત્યપુરમંડન મહાવીરના તીર્થોવતાર મંદિર)માં શ્રી મહાવીરનું બિંબ ખત્તક (વિશે) સ્થાપ્યું. તથા શ્રી અર્બુદાચલે શ્રી તેજપાલે નિર્માવેલા ‘શ્રી નેમિનાથ ચૈત્ય’ની જગતી પર બે (૨) દેવકુલિકાઓ અને છ (૬) પરિકરવાળી પ્રતિમાઓ કરાવી. (આ સિવાય) જાબાલિપુ૨(જાલો૨)ના શ્રી ‘પાર્શ્વનાથદેવચૈત્ય'ની જગતી પર શ્રી રિષભનાથ Page #2 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (ઋષભદેવ)ના બિંબ સહિતની દેવકુલિકા કરાવી. (ને) વિજાપુરમાં શ્રી નેમિનાથનાં બિંબવાળી દંડકળશ સહિતની દેવકુલિકા કરાવી. લેખના અંતિમ, ખંડિત ભાગમાં રહેલા ઉપલબ્ધ વિશેષનામદર્શક અક્ષરો પહેલી દૃષ્ટિએ કારાપકોના કુટુંબીજનોનાં નામ હશે તેવી અટકળ તરફ દોરી જાય છે. મ આ લેખને કોતરાવનારાઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના સંબંધી, કે પછી મિત્ર યા સુપરિચિત વ્યક્તિ કે અનુગૃહીત હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે. શિલાલેખમાં ખેઢા તથા લાહડે મહં. શ્રી તેજપાલના આદેશથી ‘ઉજ્જયંત મહાતીર્થ’માં શ્રી ‘વસ્તુપાલવિહાર’માં ખત્તક સાથે નેમિનાથ બિંબ સ્થાપ્યાની વાત કહી છે : તે મહંત શ્રી તેજપાલ શ્રી અત્રિએ સૂચવ્યું છે તેમ મંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ હોઈ શકે. વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગગમન બાદ પણ, અને વસ્તુપાલે સ્વસ્વામી વાઘેલા મહામંડલેશ્વર વીસલદેવ સાથે થયેલા ખટરાગને કારણે ઈ. સ. ૧૨૩૪ આસપાસ મંત્રીપદ છોડી દીધેલું હોવા છતાં પછીથી તેજપાળ મહામંત્રીની મુદ્રા સાચવતા હોવાનાં પ્રમાણો છે. મહામાત્યનું પદ તેજપાળે પોતાના અવસાનના સમય (આ ઈ. સ. ૧૨૪૮) પર્યંત સંભાળ્યું હોય તેમ લાગે છે. આદેશ આપી શકનાર વ્યક્તિ કાં તો મોટું પદ સંભાળનારી હોય યા તો પરમાદરણીય મુરબ્બીજન હોય : એ હકીકત જોતાં, અને ખાસ ‘વસ્તુપાલવિહાર'માં પ્રતિમા પધરાવવાની ખેઢા તથા લાહડને સૂચના કરનાર વ્યક્તિ તેજપાળ, તે મંત્રીશ્વર તેજપાળ હોવાનો પૂરો સંભવ છે. ગિરનાર પરનો ‘વસ્તુપાલવિહાર’ તે હાલ વસ્તુપાલ-તેજપાલનું કહેવાતું ‘અષ્ટાપદ' અને ‘સમ્મેતશિખર’નાં જોડિયાં મંદિરો ધરાવતું શામળા પાર્શ્વનાથનું મંદિર છે. સચિવેશ્વર વસ્તુપાલે એમાં મૂલનાયકરૂપે પાર્શ્વનાથની નહીં પણ શત્રુજયેશ શ્રી યુગાદિદેવની પ્રતિષ્ઠા કરાવેલ તેમ તે મંદિરના વસ્તુપાલના સં. ૧૨૮૮ / ઈ - ૧૨૩૨ની સાલવાળા છ પ્રશસ્તિલેખો અને અન્ય સમકાલીન લેખનો પરથી જાણીએ છીએ . પ્રતિષ્ઠા કરાવનાર વિજયસેનસૂરિ તે રેવંતગિરિરાસુના કર્તા અને મંત્રી વસ્તુપાલના કુટુંબગુરુ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિ છે કે જેમનો ઉલ્લેખ શ્રી અત્રિ નોંધે છે તેમ ગિરનારના વસ્તુપાલપ્રશસ્તિના છ લેખોમાં આવે છે, ને તે ઉપરાંત આબૂના લૂણવસહીના ઘણા લેખોમાં પણ પ્રતિષ્ઠાચાર્યના રૂપમાં જોવા મળે છે॰. ગિરનારવાળા નવપ્રાપ્ત શિલાલખની વિગતોમાં આગળ જોઈએ તો કારાપકોએ ‘શત્રુંજય મહાતીર્થ’માં (શત્રુંજયાદ્રિ પર) દંડકળશ સાથે દેવકુલિકા (દેરી) કરાવ્યાની વાત આવે છે અને વધુમાં તે ગિરિ પરના મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ‘સાચઉર દેવકુલ’(સત્યપુરાધીશ વીરના મંદિર)માં ખત્તક સહિત શ્રીમહાવીરજિનનું બિંબ કરાવ્યું એમ પણ હકીકત આપી છે. (વસ્તુપાળે વિમલાચલ-શત્રુંજય પર કરાવેલ ‘સચ્ચોરિમંડન મહાવીર'ના મંદિરના ઉલ્લેખો આપણને વસ્તુપાલના ત્યાંથી મળતા પ્રશસ્તિલેખો અને સમકાલીન પ્રશંસકોએ રચેલી Page #3 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત પ્રશસ્તિઓમાંથી મળે છે.) ખેઢા અને લાહડે (અને સાથે મોટે ભાગે એમના કુટુંબના સભ્યોએ) આ ઉપરાંતના કરાવેલ સુકૃતોમાં આબૂ પરના દેલવાડાગ્રામના મંત્રી તેજપાલે બંધાવેલ, વર્તમાને વિશ્વવિખ્યાત, લૂણસહિકાપ્રાસાદ(નેમિનાથ જિનાલય)ની જગતી પર બે દેવકુલિકાઓ કરાવ્યાનો, ને તેમાં પરિકર સહિતનાં ૬ બિંબ પધરાવ્યાનો ઉલ્લેખ છે. શિલાલેખના નીચલા ભાગમાં આવતી ૧૨-૧૭ ક્રમની પંક્તિઓ બૂરી રીતે ખંડાઈ જવાને કારણે ખેઢા અને લાહડની પિછાનનો અકળ રહેતો ભેદ ઉકેલવા માટે આ આબૂ પરના સુકૃતની નોંધ સંકેતરૂપ કડી બની રહે છે એ બાબતની ચર્ચા કરતાં પહેલાં શિલાલેખમાં આગળ કહેલી વિગતો જોઈ જઈએ. તેમાં આબૂ પછી જાલોરના “પાર્શ્વનાથદેવ-ચૈત્ય'ની જગતી પર કરાવેલ ઋષભદેવનાં બિંબ સમતની દેહરીની નોંધ લીધી છે. જાલોરનું એ પાર્શ્વનાથનું મંદિર તે સં. ૧૨૨૨ ઈડ સ. ૧૧૬૬માં ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે નગર સમીપવર્તી કાંચનગિરિ પર કરાવેલ મંદિર, કે જેમાં પાર્શ્વનાથ મૂલનાયક હતા, તે “કુમારવિહારમાસાદ' હોવાની શક્યતા છે. લેખમાં આ પછી વિજાપુરના કોઈ જિનાલયમાં દેહરી અને ધ્વજા કળશ સાથે જિન નેમિનાથનું બિંબ ભરાવ્યાનો ઉલ્લેખ છે. વિજાપુરના “નાભય” (આદિનાથ) અને ‘વીર'નાં પુરાણાં મંદિરોનો મંત્રીશ્વર વસ્તુપાલે ઉદ્ધાર કરાવેલો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એ બેમાંથી એક મંદિર ગિરનારવાળા લેખમાં અભિપ્રેત હશે. હવે સાહુ ખેઢા અને લાહડ કોણ હતા તેની તપાસ કરીએ. થોડીક ક્ષણ અગાઉ આ વિશે કહ્યું હતુ કે તે રહસ્યનો ઉકેલ આબૂમાં હોવાનો નિર્દેશ લેખમાંથી પ્રાપ્ત થાય છે. આબુના દેલવાડાગ્રામમાં મંત્રી તેજપાલ નિર્મિત લૂણસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના શિલાલેખો તપાસતાં તેમાં દેહરી ક્રમાંક ૩૮ અને ૩૯ પર ખોદાયેલા નિર્માણનિર્દેશક લેખો તેમ જ અંદરનાં પબાસણોના પાંચ લેખોમાં સમગ્ર રીતે જોતાં ગિરનાર પરના શિલાલેખોમાં આવતાં (જળવાયેલાં) નામો બરોબર મળી રહે છે. એની વિગતવાર માહિતી. અહીં આપ્યા બાદ તે પર વિશેષ અવલોકન કરવું ઠીક થઈ પડશે ૪. (અહીં પરિશિષ્ટમાં તુલનાર્થે આબૂના મૂળ લેખોની વાચના આપી છે.) ત્યાં દેરી ૩૮ પરના સં. ૧૨૯૧ ઈ. સ. ૧૨૩પના લેખમાં જણાવ્યું છે કે પૂર્વે નાગપુર(નાગોર)માં થઈ ગયેલા સાધુ (સાહુકાર) વરદેવ ઉપરથી વરહડિયા આમ્નાય પ્રકાશમાં આવ્યો. (તેના સંતાનિકોનાં નામ અને સગપણની વિગતો લેખમાં આપી છે.) ત્યાં વરદેવના પૌત્ર સા. નેમડ, તેના રાહડ અને સહદેવ આદિ ચાર પુત્રો, અને પછી રાહડના ચાર પુત્રોનાં નામ આપ્યાં છે જેમાં ધણેસર અને લાડનો સમાવેશ છે. આ ઉપરાંત લેખમાં સહદેવના બે પુત્રો–ખેઢા અને ગોસલ–નાં નામ પણ આપ્યાં છે. પ્રસ્તુત દેવકુલિકા સહદેવે શ્રી મહાવીર Page #4 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને શ્રી સંભાવ)દેવનાં બિંબ અને દંડકળશ સહિત કરાવી એવું લેખમાં કહેવામાં આવ્યું છે. દેહરી ૩૯ પરના સં. ૧૨૯૧ના પ્રશસ્તિલેખમાં પણ લગભગ એ બધા જ વરહડિયા કુટુંબસમુદાયનાં નામો મળે છે અને તેમાં આગળની દેહરી ૩૮ના શિલાલેખમાં બતાવેલ સગપણો અહીં પણ બતાવ્યાં છે. આ લેખમાં પણ નેમડ, રાહડ, ધણસર, લાહડ, સહદેવ, ખેઢા ઇત્યાદિ નામો મળે છે. હવે એ દેરીઓની અંદરના પ્રતિમાલેખો તપાસતાં તેમાં સં૧૨૯૩ના વર્ષના જિન સંભવનાથના બિંબની પ્રતિષ્ઠાના લેખમાં વહુડિયા સંતાનીય સા. નેમડના પૌત્ર ખેઢાનો ઉલ્લેખ છે. ત્યાંના બીજા એક સં. ૧૨૯૩ના લેખમાં ધણેસર અને લાહડનો ઉલ્લેખ છે. સં. ૧૨૯૩ના એક ત્રીજા લેખમાં નેમડપૌત્ર લાહડે પોતાની ભાર્યાના શ્રેયાર્થે કરાવેલ નેમિનાથના બિબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. વરહુડિયા પરિવારના અન્ય બે બિંબપ્રતિષ્ઠા લેખો પણ આ દેહરીઓમાં છે. પણ સૌથી મહત્ત્વનો તો છે દેહરી ૩૮ના દ્વારની જમણી બાજુની ભીંત પર ખોદેલો ૪૫ પંક્તિઓવાળો એ જ વરહુડિયા કુટુંબનો સં. ૧૨૯૬ + ઈ. સ. ૧૨૪૦નો મોટો પ્રશસ્તિલેખ, જે અહીં ચલ વિષય માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં સાહુ નેમડ, ખેઢા, ધણેશ્વર, લાકડાદિ નામો મળવા ઉપરાંત વરહુડિયા પરિવારે અન્યત્ર કરાવેલ સુકૃતોની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. તેમાં આવતો (૧) “શત્રુંજય મહાતીર્થ” પર કરાવેલ કાર્યોમાં, વસ્તુપાલે કરાવેલ “સત્યપુર મહાવીરના મંદિરમાં એમણે (વરહુડિયાઓએ) કરાવેલ બિંબ અને ખત્તકનો ઉલ્લેખ, અને (૨) શ્રી અર્બુદાચલ ‘શ્રીનેમિનાથચૈત્યની જગતમાં ૬ બિંબ સાથેની બે દેવકુલિકાઓનો ઉલ્લેખ તેમ જ (૩) જાબાલિપુરના “પાર્શ્વનાથચૈત્ય'ની જગતીમાં કરાવેલ દેવકુલિકા સહિતના શ્રી આદિનાથબિંબનો ઉલ્લેખ તથા (૪) વિજાપુરના ચૈત્યમાં કરાવેલ શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓનો ઉલ્લેખ આદિ સાથે ગિરનારવાળા લેખમાં અપાયેલ વિગતો લગભગ પૂર્ણ રીતે મળી રહે છે. એક વિશેષ હકીકત એ નોંધીએ કે આબૂના ઉપર કથિત સૌ લેખોમાં પણ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાકર્તા આચાર્યનું નામ આપ્યું છે ત્યાં ત્યાં વિજયસેનસૂરિનું જ નામ મળે છે. ગિરનારના લેખમાં ઉલ્લિખિત આબુની બે દેહરીઓ તે નિઃશંક લૂણવસતીની દેવકુલિકા ૩૮ અને ૩૯ છે ગિરનારવાળા પ્રશસ્તિ લેખમાં આવતાં નામો–ખેઢા, ધણેશ્વર, અને લાહડ–નો પારસ્પરિક સંબંધ આબૂના લેખોમાં સ્પષ્ટ રીતે આપેલો છે. તદનુસાર (રાહડના પુત્રો) ધણેશ્વર (કે ધસર) અને લાહડ સગા ભાઈઓ ઠરે છે અને ખેઢા તે તેમના કાકા (રાહત-ભ્રાતૃ) સહદેવનો પુત્ર થાય. (આબૂના શિલાલેખોના આધારે તેમ જ શ્રેષ્ઠી નેમડના વંશની મળી આવેલી એક ગ્રંથપ્રશસ્તિના આધારે મુનિશ્રી જયંતવિજયજીએ તૈયાર કરેલું ‘વરહુડિ વંશવૃક્ષ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત અહીં પરિશિષ્ટને અંતે સહેજ સાથે લગાવ્યું છે. (ગ્રંથપ્રશસ્તિઓના મૂળપાઠ પરિશિષ્ટમાં સંદર્ભાર્થે આપ્યા છે.) ગિરનારવાળો લેખ લુણવસહીના શિલાલેખોવાળા વરહુડિ કે વરદુડિયા પરિવારનો છે તેની પ્રતીતિ થતાં તેમાં છેવાડાના નષ્ટ થયેલા ભાગના કેટલાક અક્ષરોની પૂર્તિ થઈ શકે છે; જેમ કે પંક્તિ ૧૨માં છેડે, શ્રી અત્રિની વાચનામાં આવતા ઈંડયા ૬. ને......માં રે બદલે શું વાંચીને આગળ વર વધારીને અને પછી પંક્તિ ૧૩માં પ્રારમ્ભ મડ ઉમેરીએ તો [૩]રયા સાદુ નેમિ] વાંચી શકાય. અને એ રીતે વાંચતાં આ લેખ નાગપુરીય વરદુડિયા કુટુંબનો જ છે તેવો અંતિમ અને વિશ્વસ્ત નિર્ણય પણ થઈ જાય છે. વરડિયા કુટુંબનાં કરાવેલ સુકૃતોની આબૂ તેમ જ ગિરનારના શિલાલેખોની સૂચિ તપાસી જઈએ તો તેમાં તેમણે ઘણાં જિનમંદિરોવાળાં સ્થળો આવરી લીધાં હોવા છતાં તેમાં કોઈ પણ સ્થળે નવાં જિનાલયો બંધાવ્યાં કે જૂનાને ઉદ્ધાનો ઉલ્લેખ આવતો નથી. દેરીઓ ચણાવી, ને ગોખલાઓ કરાવી તેમાં જિનમૂર્તિઓ બેસાડી સંતોષ લીધો છે જેથી એમ જણાય છે કે આ કુટુંબ અતિ ધનાઢય નહીં પણ સુખી, નીતિમાન, ધર્મનિષ્ઠ, જૈનસંઘ અને વણિકસમાજનાં મોભાદાર, અગ્રેસર (અને બહોળા પરિવારવાળાં) કુટુંબોમાંનું એક હશે. સાદેવચંદ્ર અને સાહુ પેઢાએ સંઘવી પદ શોભાવી તીર્થયાત્રાઓ કર્યાના ઉલ્લેખ ગ્રંથપ્રશસ્તિ(૨૯)માં થયો છે અને આબૂ લેખાંક ૩૫રમાં પણ પેઢાને સંઘપતિ કહ્યો છે તે આ પરિવારનું જૈનસંધમાં આગળ પડતું . સ્થાન સૂચવી રહે છે. વરદુડિયા શાખના પાલણપુરનિવાસી આ વણિક કુટુંબ અને વસ્તુપાલ તેજપાલને શું સંબંધ હશે તે વિશે હવે જોઈએ. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ આ મુદ્દા પર વિચારીને અવલોક્યું છે કે, “મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબોમાં પરસ્પર કોઈ કૌટુંબિક-સંબંધ સઘન સ્નેહસંબંધ હોવો જોઈએ. કારણ કે તેજપાળનો આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબંધીઓ કે સ્નેહીઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાનો જ મુખ્ય ઉદ્દેશ હતો.”૨૭ પણ વસ્તુપાળ-તેજપાળ હતા પ્રાગ્વાટ જ્ઞાતિના જ્યારે વરહુડિયાઓ (વ્યવહારસૂત્રની પ્રશસ્તિ અનુસાર) પલ્લિવાલ ન્યાતના હતા. આથી બંને કુટુંબો વચ્ચે વેવાઈ-વેલાંનો સંબંધ હોવાની શક્યતા નહિવત્ છે. વરહડિયા કુટુંબના ઉપલબ્ધ શિલાલેખોનો સમય સં૧૨૯૧થી ૧૨૯૯નો છે. તે કાળે તેજપાળ ગુજરાતના મહામાત્યના પદે બિરાજતા હતા. રાજમાં, સમાજમાં અને શ્રીસંઘમાં એમનો આદર સર્વાધિક હતો. તેમણે કરાવેલા “લૂણવસહિકાપ્રાસાદ'માંની ૪૩ દેવકુલિકામાંથી ૨૮ તો એમના પોતાના ભાઈભાંડુઓના શ્રેયાર્થે, અને નવેક દેહરીઓ સગાંસંબંધીઓ મિત્રો દ્વારા થયેલી છે : એમાં ખાસ કરીને ચંદ્રાવતીના Page #6 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શેઠિયાઓ આગળ પડતા રહેલા. આ થોડાક, ચુનંદા મહાજન-મિત્રોમાં વરડિયા કુટુંબને પણ સ્થાન અપાયું છે, તેનું કારણ મુનિશ્રી જયંતવિજયજીએ એક અટકળ કરી છે તેમ “સઘન સ્નેહસંબંધ’હોવો જોઈએ. એ કુટુંબની ધાર્મિક-કાર્યોમાં અગ્રેસરતા તેમ જ વિજયસેનસૂરિ પ્રત્યેની સમાન ભક્તિને કારણ બન્ને કુટુંબો પરસ્પર નજીક આવ્યાં હોય અને મંત્રીશ્વર તેજપાળના વિશેષ આદરને પાત્ર વરહુડિયા કુટુંબ બન્યું હોય તેવી શક્યતા કલ્પી શકાય. ८ લેખનું મૂળ વક્તવ્ય અહીં પૂરું થાય છે : પણ શ્રી અત્રિએ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આધારે ગિરનારના શિલાલેખ પર કેટલાંક રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવાં સૂચનો-અવલોકનો કર્યાં છે તે પહેલાં ટાંકી મને એ બાબતમાં વિચારતાં અને તે યુગના સાહિત્યિક પ્રમાણોના આધારે જે લાગ્યું છે તે અંગે જે કહીશ તે અલબત્ત, મૂળ ચર્ચાની આડપેદાશ રૂપે અહીં રજૂ કરીશ. શ્રી અત્રિ લખે છે કે, “ઈ સ ૧૨૩૨ના તુલ્યકાલીન યે લેખોના X એક સમાન અનુચ્છેદમાં આપવામાં આવેલી ‘સત્યપુરાવતાર શ્રી મહાવી૨જેવી વાક્યરચનાને ખ્યાલમાં રાખી પ્રસ્તુત લેખ x વાંચવાથી થોડો ગોટાળો થવા સંભવ છે. પેલા યે લેખોમાં ‘શત્રુંજય મહાતીર્થવતા૨’, ‘સ્તંભનકપુરાવતાર' આદિ સમાસો ‘ઋષભદેવ’, ‘પાર્શ્વનાથ’ આદિનાં વિશેષણો તરીકે વપરાયેલાં છે (અર્થાત્ તે સર્વની સ્થાપના તો ‘વસ્તુપાલવિહાર'માં જ), જ્યારે પ્રસ્તુત લેખમાં શ્રી ‘ઉજયંત મહાતીર્થે'ને અનુસરી ‘શત્રુંજયે’, ‘અર્બુદાચલે’, ‘જાબાલિપુરે’ આદિ શબ્દોમાં સ્પષ્ટ રીતે જ સાતમી વિભક્તિનો પ્રયોગ થયેલો હોઈ, જે જે દેવની જ્યાં જ્યાં સ્થાપના કરવામાં આવી તે તે સ્થળ જ અહીં અભિપ્રેત છે. આમ આ સાતમી વિભક્તિના પ્રયોગને કારણે જ પ્રસ્તુત લેખ મંત્રી-દ્વય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે.” (“ગિરનારના,” પૃ ૨૦૭). શ્રી અત્રિએ કહેલી એ વાત સાચી છે કે ‘શત્રુંજયમહાતીર્થોવતાર’ અને ‘સ્તંભનકપુરાવતાર'થી અનુક્રમે જિન ‘ઋષભદેવ’ અને જિન ‘પાર્શ્વનાથ’વિવક્ષિત છે; પણ ‘વસ્તુપાલવિહાર’માં તો મૂલનાયક તરીકે ‘ઋષભદેવ,’અને તેના મંડપ સાથે એક બાજુ ‘અષ્ટાપદ’અને બીજી બાજુ ‘સમ્મેતશિખર’ના ગૂઢમંડપરૂપી-પ્રાસાદો જોડેલા છે. વસ્તુપાળે ગિરનાર પર્વત પર ‘સ્તંભનકપુરાધીશ’તેમ જ ‘સત્યપુરાવતાર વીર’નાં મંદિર અલગ જ બાંધેલાં. એમની સ્થાપના ‘વસ્તુપાલવિહાર’માં થયેલી એવો અર્થ એ ધ્યે સમાનાર્થી લેખોમાંથી નીકળતો નથી. એ મૂળ શિલાલેખોમાં આમ કહ્યું છે : ‘તથા સચિવેશ્વર વસ્તુપાલે આ સ્વયં-નિર્માપિત શ્રી શત્રુંજય મહાતીર્થવતાર શ્રીમદ્ આદિતીર્થંકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કાશ્મી૨ાવતાર શ્રી સરસ્વતી, ચાર દેવકુલિકાઓ, જિનયુગલ, શ્રી નેમિનાથદેવ(ની પ્રતિમાથી) અલંકૃત (અનુક્રમે) અમ્બા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમ્ન શિખરે ચાર દેવકુલિકાઓ, પિતામહ સોમની ઘોડેસવા૨-મૂર્તિ, બીજી પોતાના પિતા આસરાજની, ત્રણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત સુંદર તોરણો, શ્રી નેમિનાથદેવ(ની પ્રતિમાથી) વિભૂષિત (અને) આત્મીયજનો, પૂર્વજો, વડીલ બંધુઓ (મલ્લદેવ, લૂણિગ), અનુજ (તેજપાળ), અને પુત્રોની મૂર્તિઓવાળો મુખોદ્ઘાટનક સ્તંભ (અને) શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભૃતિ અનેક કીર્તનપરંપરા-વિરાજિત શ્રી નેમિનાથદેવાધિદેવથી વિભૂષિત શ્રીમદ્ ઉજ્જયંત મહાતીર્થ પર સ્વધર્મચારિણી...શ્રી લલિતાદેવીના પુણ્યની અભિવૃદ્ધિ માટે..નાગેન્દ્રગચ્છીય...શ્રી વિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવાદિ ૨૦ તીર્થંકરોથી અલંકૃત મંડપ ર્રાહત શ્રી સમ્મેતમહાતીર્થાવતાર પ્રાસાદ કરાવ્યો.’૨૯ આ વાતનું વિશેષ સમર્થન આપણને સમકાલીનોએ રચેલી મંત્રીશ્વર વસ્તુપાલની પ્રશસ્તિઓમાંથી મળી રહે છે. જેમ કે સુકૃતસંકીર્તનમાં વસ્તુપાળના સુકૃતોની નોંધમાં, કવિ અરિસિંહ ગિરનાર પરનાં નિર્માણકાર્યોની નોંધ આ પ્રમાણે આપે છે : “ઉજ્જયંતર્હિરે પર સ્તંભનપુરતીર્થપતિ તથા શત્રુંજયાચલ જિન સ્થાપ્યા.’૩૦ અહીં માત્ર પ્રતિમાઓ સ્થાપી એમ નથી; એ બન્નેના પ્રાસાદો કરાવ્યા એવો અર્થ કરવાનો છે; એ વાત જયસિંહસૂરિની ભૃગુકચ્છના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં એક કાળે મુકાયેલી મંત્રીશ્વર વસ્તુપાલની સ્તુતિ કરતી ‘શકુનિકાવિહારપ્રશસ્તિ'માં તદ્દન સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. ત્યાં : “અને ઉજ્જયંત ગિરિનેમિચૈત્યે નાભેય અને પાર્શ્વજિનના સદન-યુગ્મનું વિધાન કર્યુમ્ન એમ હકીકત નોંધી છે. નરેન્દ્રપ્રભસૂરિએ આ બન્ને ઉપરાન્ત ‘વીરજિન’નું ગૃહ નિર્માવ્યાની પણ વાત કહી છે. શત્રુંજય પર કરેલાં કાર્યોની યાદી આપ્યા બાદ પ્રશસ્તિકાર ઉજ્જયંતગિરિનો ઉલ્લેખ કરતાં કહે છે : “(અને) વિશેષમાં રૈવતકભૂભૃત શ્રીનેમિચૈત્યે શ્રીવસ્તુપાલે પ્રથમ જિનેશ્વર (આદિનાથ), પાર્શ્વ, અને વીરનાં (એમ) ત્રણ જિનવેશ્મ (નવાં) કરાવ્યાં.” આમાં કહેલ ‘વીર' તે ‘વસ્તુપાલવિહાર’ના શિલાલેખમાં કહેલ ‘સત્યપુરમહાવીર'નું દેવાલય હોવું જોઈએ. આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં મંદિરો આથી સ્પષ્ટપણે જુદાં, એકબીજાથી ભિન્ન હોવાનું પુરવાર થાય છે”. બીજી વાત એ છે કે શ્રી અત્રિનું કથન આછી શી એવી છાપ ઊભી કરે છે કે ગિરનારવાળો પ્રસ્તુત લેખ વસ્તુપાળ-તેજપાળનો હોય યા એમની સાથે સંકળાયેલો હોય. તેજપાળનું નામ એક સ્થળે કેવળ સંદર્ભગર્ભ રહે છે, પણ લેખ વરડિયા કુટુંબનો છે તે વિશે લંબાણપૂર્વકની ચર્ચા આ અગાઉ અહીં સ-પ્રમાણ થઈ ગઈ છે. શત્રુંજય તથા ગિરનાર પરનાં વસ્તુપાળનાં એકએક બાંધકામનો આમાં ઉલ્લેખ છે, પણ ‘જાબાલિપુર’નું ‘પાર્શ્વનાથ મંદિર’ તો ગુર્જરેશ્વર કુમારપાળનું બંધાવેલું, વસ્તુપાળ-તેજપાળનું નહીં. એથી ગિરનારના આ શિલાલેખમાં ઉલ્લિખિત સ્થળોમાંના તમામમાં “મંત્રીય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે” તેમ સાવ સાંગોપાંગ કહી શકાય તેવું નથી. નિ, ઐ ભા ૨-૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નેમિનાથ. આગળ ચાલતાં શ્રી અત્રિએ એક બીજું વિશદ પરંતુ ચર્ચાકર્ષક અવલોકન કર્યું છે તે જોઈએ : “ “વસ્તુપાલવિહાર”ની વાત પૂરી થયા પછી ચોથી પંક્તિમાં મુકાયેલા બે પૂર્ણવિરામો પણ એ વાતનાં ઘાતક છે કે તેમના પછીના વિધાનને તેમની પૂર્વની વિગત જોડે સંબંધ નથી (તથી જ કદાચ, પછી ક્યાંય વિરામચિહ્ન વપરાયું નથી), વિવિધ બાંધકામનો પ્રસ્તુત લેખમાં થયેલો ઉલ્લેખ નીચે મુજબ છે : (૧) ઉજ્જયંત મહાતીર્થ વસ્તુપાલવિહાર, (૨) શત્રુંજયે આદિનાથ, (૩) સત્યપુર મહાવીર, (૪) અર્બુદાચલે નેમિનાથ, (૫) જાબાલિપુર પાર્શ્વનાથ, અને (૬) વિજાપુર આ યાદીમાં “સ્તંભનકપુર અને કાશ્મીરનો ઉલ્લેખ નથી તથા ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં “અર્બુદાચલાવતાર', “જાબાલિ પુરાવતાર' અને “વિજાપુરાવતારનો ઉલ્લેખ નથી એ નોંધનીય છે. (“ગિરનારના”, પૃ. ૨૦૭-૨૦૮.)” અહીં ફરી વાર એ વાત યાદ દેવડાવીએ કે આ લેખ વસ્તુપાલ-તેજપાલનો નહીં, વહુડિયા કુટુંબનો છે. વસ્તુપાલે તીર્થનાયક નેમિનાથના મુખ્ય ચૈત્યના પૃષ્ઠભાગે કરાવેલ કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકામાં કે ત્યાં મંત્રીશ્વરે કરાવેલ સ્તંભનકપુર પાર્શ્વનાથના મંદિરમાં વરાહુડિ પરિવારે કાંઈ જ કરાવ્યું નહીં હોય એટલે પ્રસ્તુત લેખમાં સ્વાભાવિક રીતે જ તેનો ઉલ્લેખ નથી આવતો. બીજી બાજુ “વસ્તુપાલવિહારમાં લગાવેલ મંત્રીશ વસ્તુપાલના લેખોમાં “અર્બુદાચલાવતાર,” “જાબાલિપુરાવતાર અને વિજાપુરાવતાર'ના ઉલ્લેખ નથી આવતા એનાં બે કારણો છેઃ (૧) વસ્તુપાલે આ ત્રણ સ્થળોનાં જિનભવનોના અવતારસ્વરૂપ મંદિરો ગિરનાર પર કે અન્યત્ર બંધાવ્યાં નહોતાં, એટલે સ્વાભાવિક રીતે જ એની નોંધ લેવાઈ નહીં; (૨) ગિરનાર તો શું પણ બીજા કોઈ પણ સ્થળે અન્ય કોઈએ પણ અર્બુદ, જાબાલિપુર, કે વિજાપુરના અવતારનાં મંદિરો બંધાયાં હોવાનું જાણમાં નથી. અહીં એ જોવું જોઈએ કે અવતારરૂપ દેવાલયો કોનાં બાંધવામાં આવતાં અને એ પ્રથા કયારથી પ્રચારમાં આવી. જેમ બ્રાહ્મણધર્મમાં તેમ જૈનદર્શનમાં બધાં જ દેવસ્થાનો “તીર્થરૂપ,” “સિદ્ધક્ષેત્ર,” કે “મહિમામય” ગણાતાં નથી. જે સ્થાન, યા તો મંદિરની અધિનાયક-પ્રતિમા અતિ પ્રાચીન, પ્રભાવક, અને લોકમાન્યતામાં ચમત્કારયુક્ત, સિદ્ધિદાતા મનાતી હોઈ પુરવાર થઈ હોય તે સ્થળ, પ્રતિમા, Page #9 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત અને દેવમંદિર “તીર્થ” કે “મહાતીર્થ' બની જાય છે. પશ્ચિમ ભારતમાં ઠેકઠેકાણે બંધાયેલાં મોટી સંખ્યાનાં જૈન મંદિરોમાંથી બહુ જ થોડાં જૈન જગતમાં પરમ પ્રતિષ્ઠિત મનાય છે. શત્રુંજયગિરિ અને એના નાયક શ્રી આદીશ્વર ભગવાન, ઉજ્જયંતગિરિની જુદી જુદી ટૂકો અને તીર્થનાયક જિન અરિષ્ટનેમિ, સત્યપુરમંડન શ્રી મહાવીર, તંભનપુરાધીશ પાર્શ્વ, અને ભૃગુપુરાલંકાર શ્રી મુનિસુવ્રતનો મહિમા મધ્યયુગમાં પ્રથમ કક્ષાનો ગણાતો. તે પછી આવે શંખેશ્વર પાર્શ્વનાથ (શંખપુરની શંખવસતીના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વ), અવંતિના અંતરિક્ષ-પાર્શ્વનાથ વગેરે. વસ્તુપાળે આમાંના કેટલાકનાં મહિમાસ્વરૂપ મંદિરો શત્રુંજય અને ગિરનાર પર બંધાવેલાં. આ પ્રકારનાં અવતારિત મંદિરો બાંધવાની પ્રથા પશ્ચિમ ભારતમાં વસ્તુપાલની આગમચ ૧૨મા શતકમાં હતી તેનું એક પ્રમાણ નકૂલના ચાહમાનોની નગરી નાડલાઈ– નફૂલડાગિકા–માં મળે છે. ત્યાંના સં. ૧૧૩૯ ! ઈ. સ. ૧૧૯૫ના લેખમાં ત્યાં ડુંગર પર આવેલા યાદવનેમિનાથના મંદિરને “ઉજ્જયંતતીર્થ” કહ્યું છે. કર્ણાટદેશનું એક આથીયે પુરાણું દષ્ટાંત મને આ પળે સ્મરણમાં આવે છે. દોદ્દગડુવલિના લક્ષ્મીદેવીના મંદિરના ઈ. સ. ૧૧૧રના તુલ્યકાલીન લેખમાં, દક્ષિણદેશમાં ખ્યાતનામ કોલ્હાપુરસ્થ મહાલક્ષ્મી ઉપરથી એ ગામને “અભિનવ કોલ્હાપુર' એવું અભિધાન આપ્યું છે, આથી એ મંદિર કોલ્હાપુરવાળીનું ઠરે છે. હવે આબૂનાં દેવાલયો એ કાળે પ્રમાણમાં પરિચિત, એ સમયે જાણીતી વ્યક્તિઓ દ્વારા બંધાયેલાં. દંડનાયક વિમલ કારિત આદીશ્વરભવન અને તેજપાળ નિર્મિત નેમિનાથના મંદિરનો ખાસ મહિમા નહોતો. જાબાલિપુરમાં પણ યક્ષવસતી સિવાયનાં મંદિરો ૧૨મી-૧૩મી શતાબ્દીનાં હતાં અને વિજાપુરનાં પણ ૧૨મી ને ૧૩મી સદીનાં હતાં. એમાંનાં કોઈ પોતાના મહિમા માટે પ્રસિદ્ધ નહોતાં. આથી એમનાં અવતારરૂપ મંદિરો ઊભાં કરવાનો વિચાર સરખો પણ ભાગ્યે જ આવે. શ્રી અત્રિના લેખને ફરી એક વાર વાંચતાં એક નાનકડો પણ ચર્ચાસ્પદ મુદ્દો નજરે આવ્યો. શ્રી અત્રિ લખે છે કે “ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન છયે લેખોમાં ઉલ્લેખિત તમામ બાંધકામને ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં ૪ “વસ્તુપાલવિહાર' જેવું એક જ નામ આપવા છતાં એ જ લેખમાં જણાવવામાં આવ્યું છે કે વસ્તુપાલે ગિરનાર ઉપર ચાર મંદિરો બંધાવ્યાં, આ ચાર પૈકીનાં ત્રણ(આદિનાથ, અષ્ટાપદ અને સમેતશિખર)નો સમાવેશ તો ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન લેખોને આધારે ‘વસ્તુપાલવિહારમાં જ થઈ શકે તેમ છે. તેથી ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખને આધારે એમ માની શકાય કે ચોથું કપર્દી-યક્ષનું મંદિર પણ “વસ્તુપાલવિહાર'-ની અંતર્ગત કચય બંધાયેલું હશે. ઈ. સ. ૧૨૪૩નો તુલ્યકાલીન ચર્ચિત લેખ આ ધારણાને બળ આપે છે, કારણ કે તેમાં (આગળ જોયું તેમ, આ અમાત્ય બંધુઓ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દ્વારા મુખ્ય મુખ્ય જગ્યાએ થયેલાં મુખ્ય મુખ્ય બાંધકામોનો ઉલ્લેખ છે જેમાં ‘ઉજ્જયંત મહાતીર્થે “વસ્તુપાલ-વિહાર'ને જ ગણવામાં આવ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). હવે વરહુડિયા શ્રેષ્ઠીઓએ જો ત્યાં “કપર્દીભવનમાં કંઈ કરાવ્યું જ ન હોય તો એની નોંધ ન જ આવે : ને બીજી જાણવા જેવી વાત એ છે કે કપર્દીયક્ષનું મંદિર ‘વસ્તુપાલ-વિહાર'નું અંગભૂત નહોતું; એનાથી વેગળું અને સ્વતંત્ર આલય હતું. સમકાલીન સાક્ષીરૂપે શ્રી વિજયસેનસૂરિનું અવલોકન આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશે તેમણે નોંધ્યું છે કે, “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતશિખરવાળાં મનોહર મંડપો સાથે ઋષભેશ્વરનું મંદિર કરાવ્યું, ને કપર્દીયક્ષ અને મરુદેવીના બે ઊંચા પ્રાસાદ (કરાવ્યા).”૩૮ જિનપ્રભસૂરિ પણ (મોટે ભાગે તો વિજયસેનસૂરિના ઉપલા કથનને અનુસરીને) કહે છે કે “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમ્મતના મંડપો સાથે શત્રુજયાવતાર મંદિર તેમ જ કપર્દી-મરુદેવીના પ્રાસાદો કરાવ્યા.”૩૯ આ “કપર્દીભવન’ના દિશા-સ્થાનનો નિર્દેશ વસ્તુપાલે કરેલ ગિરનાર પરનાં સુકૃતોની જિનહર્ષગણિની નોંધમાં મળે છે : “ને વસ્તુપાલવિહારની પાછળના ભાગે અનુત્તર-(વિમાન) સમું કપર્દીયક્ષનું આયતન કર્યું.”૪૦ આ ઉપરથી આ મુદ્દો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. શ્રી અત્રિએ પ્રકાશમાં લાવેલ ગિરનાર પરનો આ નવપ્રાપ્ત શિલાલેખ મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલનો ન હોવા છતાં એમના સમકાલીન અને આપણને પૂર્વપરિચિત એવા એક પ્રતિષ્ઠિત જૈન પરિવારનો હોઈ ગુજરાતના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ઉત્કીર્ણ લેખોમાં, શત્રુંજયના વસ્તુપાલ-તેજપાલના શિલાલેખોની તાજેતરમાં થયેલી લબ્ધિની જેમ, નોંધપાત્ર વધારો કરે છે. (ગિરનાર પર્વતપ્રાપ્ત શ્રી વરદુડિયા પરિવારનો પ્રશસ્તિ-લેખ) १. सं. १२९९ फाग सुदि ३ श्री उजयंत महातीर्थे २. महामात्य श्रीवस्तुपालविहारे महं श्री तेजपाल आदे ३ (शे)न सा. घेढा लाहडेन श्रीनेमिनाथबिबं षतकं च कारितं । ૪. (પ્રતિ)fછત શ્રી વિજયસેનસૂ[િ ] શ્રી શેતુંગq(વે) માં ५ (तीर्थे) श्रीआदिनाथबिंबं देवकुलिका दंडकलसादि सहिता ६ वतीश्र* महं श्री व( स्तु )पालकारित श्री साचउर देवकुले ७. माव्य* श्रीमहावीरबिंबं षातकं च श्री अर्बुदाचले (मा दा मा ८. ग्र? महामात्य) श्री तेजपालकारित श्री नेमिनाथ चै(थ ? त्य) जगत्यां देवकुलि Page #11 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ९. का २ बिंबं ६ सपरिगण श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै ૧૦. (૧ ?ચ) ના (×થી ?ત્યાં)દેવતિા શ્રીરિષભનાવિવિ]વ વીનાપુરે શ્રીને ૧૨. (મિનાથ) વિ[વિ]વં ટેવાિ વંતસાવિહિતા ૧૨. न्दाद ૨૩. [મડ]... ૧૪. ... . [પ્રવૃ]... ૬. ૨૭. ... ... ...[વર્](ટુ ? દુ)ડિયા સા(ટુ ? દુ)ને ..સા(ટુ ? હૈં.) પેઢા સી. ...[HI](૬ ?g.) + धणेश्वर लघु ...(સું ?)વત્ ...(c) વિશેષ નોંધ : પંક્તિ (૧૩)માં તેમઽ પછી ને સાદુ. પેઢા પહેલાં, આબૂના લેખાંક ૩૫૨ના આધારે કલ્પના કરીએ તો સુત સા. રાહઙ । બ્રા સહવેવ તત્પુત્ર એવો વાક્યખંડ હોવો જોઈએ : અને પંક્તિ(૧૫)માં (માતૃ) પછી સા. નાસ્ડેન નિનતંત્ર સમુયેન તું રિતું ! એમ હોવાનો સંભવ છે. ૧૩ શ્રી અત્રિએ લેખમાં રહેલા કેટલાક શબ્દોની જોડણી અને રૂપના દોષ બતાવ્યા છે. થોડા વિશેષ અહીં નોંધીએ, તો તેમાં ત્સુન ને બદલે !, તાશ ને સ્થાને વલસ (પંક્તિ ૫ અને ૧૧) વ્રુત્ત ને બદલે ષત અને વાતવું (૭), રિવર કોરવાને બદલે સર્વાંગળ, ચૈત્ય ને બદલે ઐથ અને અગાઉ કહ્યું તે ચૈત્ય ત્યાં ને બદલે ચૈન નાથીનો નિર્દેશ કરી શકાય. વરહુડિયા કુટુંબના આબૂના લેખોમાં પણ આવા કેટલાક દોષો રહેલા છે જે મુનિશ્રી જયંતવિજયજીએ લેખની વાચનામાં યોગ્ય સંકેતો દ્વારા બતાવ્યા છે અને પ્રસ્તુત મુદ્દા પર લેખાંક નં ૩૫૨ના તેમના ભાષ્યમાં ટીકા કરતાં આ પ્રમાણે લખ્યું છે : “લેખ સંસ્કૃત ભાષામાં છે પરંતુ તેમાં કેટલાક વ્યાકરણ વિરુદ્ધ પ્રયોગો અને પ્રાકૃત ભાષાના શબ્દો આવે છે છતાં લેખની ભાષા સરળ અને સમજી શકાય તેવી છે.”(શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, પૃ. ૪૩૫-૪૩૬ પાદટીપ.) પરિશિષ્ટ (વરડિયા કુટુંબના આબૂના દેલવાડાગ્રામસ્થિત તેજપાલનિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના ઉત્કીર્ણ લેખો) Page #12 -------------------------------------------------------------------------- ________________ १४ નિન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દેવકુલિકા ૩૮ द. ।। संवतु (त्) १२९१ वर्षे मार्गसी(शीर्षमासे श्री अर्बुदाचले महं [.] श्रीतेजा : पालकारित ठ. लूणसीहवसहिकाभिधान श्रीनेमिनाथचैत्ये श्रीरि(ऋषभ श्रीमहावीर श्रीसंभम(व)देवकुलिका बिंबदंडकलसा(शा)दिसहिता श्रीनागपुरे(*) पूर्वं साधुवरदेव आशी(सी)त् । यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः । तत्सुतौ सा. आसदेव । लक्ष्मीधरौ । आसदेवसुत सा. नेमड ! आभट । माणिक । सलषण । लक्ष्मीधरसुतास्तु थिरदेव । गुणधर । जगधर (*) भुवणाभिधानाः । ततः साहुनेमडपुत्र । सा. राहड । जयदेव ! सा. सहदेवाख्याः । तत्र सा. राहडपुत्र जिणचन्द्र । दूलह । धणेसर । लाहड । अभयकुमार संज्ञा: 1 सा. जयदेव पुत्र वीरदेव । देवकु (*)मार । हालूनामानः । सा. सहदेव पुत्रौ सा. खेढागोसलौ । इत्येवमादिसमस्तनिजकुं(कु)टुम्बसमुदायसहितेन । सा. सहदेवेन सु(शु)द्धश्रद्धया कर्मनि रार्थमियं कारिता । शिवमस्तु । (श्री. अर्जु-प्राचीन-*न-सेमसंघोs, Mi 3५०, ५, १४०-१४१) દેવકુલિકા ૩૯ द, ।। संवत १२९१ वर्षे मार्गशीर्ष मासे श्री अर्बुदाचले महं. श्री तेजा : ]पालकारितलूणसीहवसहिकाभिधानश्रीनेमिनाथचैत्ये श्रीअभिनंदन श्रीनेमिनाथदेव श्रीसा(शां)तिदेवकुलिका बिंबदंडकलसा(शा)दिसहिता । श्रीना(*)गपुरवास्तव्य । सा. वरदेव आशी(सी)त् यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः । तत्सुतौ सा. आसदेवलक्ष्मीधरौ । आसदेवसूत नेमड आभट माणिक सलषण । लक्ष्मीधरसुतास्तु । थिरदेव । गुणधर । जग(★)धर भुवणाभिधानाः । ततः सा. नेमड पुत्र । सा. राहड जयदेव । सा. सहदेवाख्याः । तत्र साहु राहड पुत्र । जिणचंद्रख्याः । दूलह ! धणेसर । लाहड़ अभयकुमारसंज्ञाः । सा. जयदेवपुत(त्र) वीरदेव देवकुमार हालूनामान[:] (*) सा. सहदेवपुत्रौ खेढागोसलौ इत्येवमादिसमस्तनिजकुंटुं(कुटुम्बसमुदायसहितेन । सा. राहड पुत्र । जिणचंद्र धणेश्वर । लाहड । माता वरी नाईक । वधु । हरियाही श्रेयोर्थं शुद्ध श्रद्धया कर्मनिर्जरार्थं इयं कारिता । (मेन, मां उ५५, पृ० १४४-१४५) દેવકુલિકા ૩૮ (१) ॐ स्वस्ति सं[वत्] १२९६ वर्षे वैशाखसुदि ३ श्रीशāजयम(२) हातीर्थे महामात्यश्रीतेज : ]पालेन कारित नंदीस( श्व )रवर चैत्ये ] (३) पश्चिममण्डपे श्रीआदिनाथबिंबं देवकुलिका दंडक Page #13 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દષ્ટિપાત ૧૫ (४) लसा(शा) दिसहिता तथा इहैव तीर्थे महं [०] श्रीवस्तुपालका(५) रित श्रीसत्यपुरीयश्रीमहावीरे बिंबं खत्तकं च । इही(है)व (६) तीर्थे शैलमयबिंब द्वितीयदेवकुलिकामध्ये खत्तक(७) द्वय श्रीऋषभादि चतुर्विंशतिका च । तथा गूढमण्डपपूर्वद्वा(८) रमध्ये खत्तकं मूर्तियुग्मं तदुपरे(रि) श्री आदिनाथबिंबं श्री(९) उज( ज्ज )यंते श्रीनेमिनाथपादुका मंडपे श्रीनेमिनाथबि(१०) बं खत्तकं च । इहैव तीर्थे महं [0] श्री वस्तुपालकारित श्री(११) आदिनाथस्याग्रत(तो) मंडपे श्रीनेमिनाथबिंबं खत्तकं च । (१२) श्री अर्बुदाचले श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि(१३) काद्वय षट्()बिंबसहितानि । श्रीजावालिपुरे श्रीपा(१४) र्श्वनाथचैत्यजगत्यां श्रीआदिनाथबिंबं देवकुलिका (१५) च । श्रीतारणगढे श्रीअजितनाथगूढमंडपे श्री आ(१६) दिनाथबिंबं खत्तकं च । श्री अणहिल्लपुरे हथीयावापी(१७) प्रत्यासन्न(त्रे) श्रीसुविधिनाथबिंबं तच्चैत्यजीर्णोद्धारं च ॥ (१८) वीजापुरे देवकुलिकाद्वयं श्रीनेमिनाथबिंबं श्रीपा(१९) र्श्वनाथबिबं च । श्री...(मू)लप्रासादे कवलीखत्तकद्वये । (२०) श्रीआदिनाथ श्रीमुनिसुव्रतस्वामिबिंबं च । लाटाप(२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्धारे श्रीपार्श्वनाथस्याग्र(२२) त(तो) मंडपे श्रीपार्श्वनाथबिंबं खत्तकं च ॥ श्री प्रह्लादनपु(२३) रे श्रीपाल्हणविहारे श्रीचंद(द्र प्रभस्वामिमंडपे खत्तक-- (२४) द्वयं च । इहैव जगत्यां श्रीनेमिनाथस्याग्रत(तो) मंडपे (२५) श्रीमहावीरबिंबं च । एतत् सर्व(4) कारितमस्ति । श्रीनाग(२६) पुरीय वरहुडीया साहु. नेमड सुत सा. राहड । Page #14 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (२७) भ्रा. जयदेव भ्रा. सा. सहदेव तत्पुत्र. संघ. सा. । (२८) घे( खे)ढा भ्रा. गोसल सा. जयदेव सुत. सा. वीरदे(२९) व देवकुमार हालूय सा. राहड सुत. सा. जिणचंद्र (३०) धणेश्वर अभयकुमार लघुभ्रातृ. सा. लाहडेन (३१) निजकुटुंबसमुदायेन इदं कारितं ।। प्रतिष्ठितं (३२) श्रीनागेन्द्रगच्छे श्रीमदाचार्य विजयसेनसूरिभिः] ॥ (३३) श्रीजावालिपुरे श्रीसौवर्णगिरौ श्रीपार्श्वनाथजगत्यां (३४) अष्टापदमध्ये ष(ख)त्तकद्वयं च ॥ लाटापल्या श्रीकुमरवि(३५) हारजगत्यां श्रीअजितस्वामिबिंबं देवकुलि(३६) का दंडकलस(श)सहिता । इहैव चैत्ये जि(३७) नजु(यु)गलं श्रीशांतिनाथ श्रीअजितस्वामि (३८) एतत् सर्वं कारापितं ।। (३९) श्री अणहिल्लपुरप्रत्यासन्न चारोपे (४०) श्री आदिनाथबिंबं प्रासादं गूढमंड(४१) प छ चउकिया सहितं सा. राहड (४२) सुत सा. जिणचंद्र भार्या सा. चाहि(४३) णिकुक्षिसंभूतेन संघ सा. दे(४४) वचंद्रेण पितामाता आत्मश्रेयो(४५) र्थं क(का)रापितं (तं) ॥ (भेन, मां 34२, पृ. १४२-१४४) द. ॥ संवत् १२९३ वर्षे मार्गसुदि १० श्रीनागपूरीय वरहुडि संतानीय सा. नेमड पुत्र सा. सहदेवेन स्वपुत्रस्य सौ । सुहागदेवि(वी) कुक्षिसंभूत सा. ( खे)ढा गोसलेन(लयोः) बृहद्भातृ सा. राहड पुत्र जिनचंद्रेण च स्वस्य स्वमातृवडी नाम्न्याश्च श्रेयो) श्रीसंभवनाथबिंब(ब) करापित(तं) । प्रतिष्ठित(त) 1 श्री विजयसेनसूरिभिः || (भेन, खेis, ३४५, ५, १३८) Page #15 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશનિ-લેખ પર દષ્ટિપાત द. ॥ सं [वत्] [१२]९३ [वर्षे] मार्गसु[दि] १० श्रीनागपूरी[य] वर डिसंतानीय सा. नेमड पुत्र सा. राहड पुत्र जिण(न)चंद्र पुत्र देवचंद्रेण । दादीमात्रा चाहिणि श्रेयो [0] श्री आदिनाथबिंबं [कारितं] (मे४, Aris 3४६, पृ. १3८) द. ॥ सं[वत्] [१२]९३ मार्गसुदि १० श्रीनागपुरी[य] वरहुडिसंतानीय सा. नेमड पुत्र सा. जयदेव पुत्र सा. वीरदेव देवकुमार हालू स्वमातृ जाल्हणदेवि(वी) आत्मश्रेयोऽर्थं] श्रीमहावीरबिंबं कारपितं ।। सु(शुभं भवतुः(तु) ( ४न, uis 3४७, पृ. १४०) संवत् १२९३ [वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय वर डिसंतानीय सा. नेमड पुत्र सा. राहड पुत्र सा. धणेसा नेश्वर लाहडेन श्रीअभिनंदननाथबिंबं मातृ नाइ(यि) किः । धणे( ने )श्वर। भार्या धण(न) श्री स्वात्मनो(न)श्च श्रेयोऽर्थं कारिता(त) प्रतिष्टिता(ष्ठितं) नागेन्द्रगच्छे श्रीविजयसेनसूरिभिः ।। (भेन, सेमis 343, पृ. १४४) द. ॥ सं [0] १२९३ [वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय वर डिसंतानीय सा. नेमड पुत्र सा. राहड: पुत्र लाहडेन स्वभार्या लष्म(खम) श्री श्रेयार्थं श्रीनेमिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीविजयसेनसूरिभिः ।। सु(शु) भं भवतू(तु) ।। (भेटन, vis उप४, पृ. १४४) १५७ देववंदनकादिप्रकरपुस्तिका सं. १२९० [ खंभात, शांतिनाथ भंडार] देववंदणवंदणकं समाप्तम् ॥ छ ॥ संवत् १२९० वर्षे माघ वदि १ गुरु दिने ! वरहुडिया नेमड सुत साहु सहदेव पुत्र सा. घेढा गोसलेन मातृ सौभाग्यदेवी श्रेयोऽर्थं लिखापितम् । शुभं भवतु लेखकपाठकयोः ॥ लिखितं विजापुरे । लिखापितं लाहडेन । लिखितं पंडित अमलेण ॥ छ । १८८ भगवतीसूत्रवृत्ति सं. १२९८ [ खंभात, शांतिनाथ भंडार] संवत् १२९८ फागुण सु. ३ गुरौऽद्येह वीजापुरे पूज्य श्रीदेवचंद्रसूरिश्रीविजयचंद्रसूरिख्याख्यानतः संसारासारतां विचित्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसि ज्ञात्वा सा. राहडसुत जिणचंद-थणेसर-लाहड सा. सहदेवसुत सा. पेढासंघवी गोसलप्रभृति कुटुंबसमुदायेन चतुर्विधसंघस्य पठनार्थं वाचनार्थं च लिखापितमिति । १९५ पंचांगीसूत्रवृत्ति सं. १३०१ [खंभात, शान्तिनाथ भंडार ] संवत् १३०१ वर्षे फागुण वदि १३ शनौ अद्येह वीजापुरे वरहुडिया सा. राहडसुत सा. खेढा गोसल जिणचंद्र सा. लाहडेन कुटुंबसमुदायेन पंचांगीसूत्रवृत्तिपुस्तकं ठ. अरसीहेण लिखितम् ॥ छ । उभयं ११२८० ॥ छ ॥ संवत् १३०१ वर्षे फागुण वदि १३ शनौ इहैव प्रल्हादनपुरे श्रीनागपुरीयश्रावकैः पोषधशालायां सिद्धांतशास्त्रं यूज्यश्रीदेवेन्द्रसूरि-श्रीविजयचंद्रसूरि-उपाध्यायश्रीदेवभद्र-गणेाख्यानत: નિ. ઐ, ભા. ૨-૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ १८ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ संसारासारतां विचित्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसा विचित्य श्रीनागपुरीयवरहुडियासंताने सा. आसदेवसुत साहुनेमडसुत राहड जयदेव सा. सहदेव तत्पुत्र संघ सा. खेढा संघ सा. गोसल सा. राहडसुत सा. जिणचंद्र धणेसर लाहड देवचंद्रप्रभृतीनां चतुर्विधसंघस्य पठनार्थं वाचनार्थ चात्मश्रेयोर्थं पंचांगीसूत्रवृत्तिपुस्तकं लिखापितमिति ॥छा। वरहुडिया साधु, राहडसुत सा. लाहडेन श्रेयोऽर्थं व्यवहार द्वितीयखंडं लिखापितमिति ॥ छ ॥ संवत् १३०९ वर्षे भाद्रपद सुदि १५ ॥ अस्तीह श्रेष्ठपर्वप्रचयपरिचितः क्ष्माभृदाप्तप्रतिष्ठः, सच्छायश्चारुवर्णः सकलसरलतालंकृतः शस्तवृत्तः । पल्लीवालाख्यवंशो जगति सुविदितस्तत्र मुक्तेव साधुः, साधुव्रातप्रणंता वरहुडिरिति सत्ख्यातिमान् नेमडोऽभूत् ॥१॥ तस्योच्चैस्तनया विशुद्धविनयास्तत्रादिमो राहडो, जज्ञेऽतः सहदेव इत्यभिधया लब्धप्रसिद्धिर्जने । उत्पन्नो जयदेव इत्यवहितस्वान्तः सुधर्मे तत स्तत्राद्यस्य सदा प्रिया प्रियतमा लक्ष्मी: तथा नाइकिः ।।२।। आद्याया जिनचंद्र इत्यनुदिनं सद्धर्मकर्मोद्यतः, पुत्रश्चाहिणी संज्ञिता सहचरी तस्य त्वमी सूनवः । ज्येष्ठोऽभूत् किल देवचंद्र इति यो द्रव्यं व्ययित्वा निजं, सत्तीर्थेषु शिवाय संघपतिरित्याख्यां सुधीलब्धवान् ॥३॥ नामंधराख्योऽथ महाधराख्योऽतो वीरधवलाभिध-भीमदेवौ । पुत्री तथा धाहिणी नामिकाऽभूत् सर्वेऽपि जैनांहिसरोज गाः ॥४॥ श्रीदेवभद्रगणिपादसरोरुहालेभक्त्यानमद् विजयचंद्रमुनीश्वरस्य । देवेन्द्रसूरिसुगुरोः पदपद्ममूले तत्रान्तिमौ जगृहतुर्यतितां शिवोत्कौ ॥५॥ नाइकेस्तु सुता जातास्तत्र ज्येष्ठो धनेश्वरः । खेतूनाम्नी प्रिया तस्य अरिसिंहादयः सुताः ॥६॥ द्वैतीयीक: सुसाधुश्रुतवचनसुधास्वादनातृप्तचित्तः, श्रीमज्जैनेन्द्रबिम्बप्रवर जिनगृहप्रोल्लसत्पुस्तकादौ । सप्तक्षेत्र्यां प्रभूतव्ययितनिजधनो लाहडो नामतोऽभूत्, लक्ष्मी श्रीरित्यभिख्या सुचरितसहिता तस्य भार्या सदार्या ||७|| Page #17 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દષ્ટિપાત १८ अभयकुमाराभिख्यस्तृतीयोऽजनि नंदनः । यो दधे मानसं धर्मश्रद्धा संबंधबंधुरम् ।।८।। धर्मे सहाया सहदेवसाधोः सौभाग्यदेवीति बभूव जाया । पुत्रौ च खेढाभिध-गोसलाख्यौ प्रभावको श्रीजिनशासनस्य ॥९॥ किंच। यौ कृत्वा गुणसंघकेलिभवनं श्रीसंघमुच्चस्तरां, श्रीशजय-रैवतप्रभृतिषु प्रख्याततीर्थेषु च । न्यायोपार्जितमर्थसार्थनिवहं स्वीयं व्ययित्वा भृशं, लेभाते सुचिराय संघपतिरित्याख्यां स्फुटां भूतले ॥१०॥ आद्यस्य जज्ञे किल षींवदेवी नाम्ना कलत्रं सुविवेकपात्रम् । तथा सुता जेहड-हेमचंद्र-कुमारपालाभिध-पासदेवाः ॥११॥ अभवद् गोसलसाधोर्गुणदेवीति वल्लभा । नंदनो हरिचंद्राख्यो देमतीति च पुत्रिका ||१२|| जयदेवस्य तु गृहिणी जाल्हणदेवीति संज्ञिता जज्ञे । पुत्रस्तु वीरदेवो देवकुमारश्च हालूश्च ॥१३॥ शुभशीलशीलनपरा अभवंस्तेषामिमाः सर्मिण्यः । विजयसिरी-देवसिरी-हरसिणिसंज्ञा यथासंख्यम् ॥१४|| एवं कुटुंबसमुदय उज्ज्वलवृषविहितवासनाप्रचयः । सुगुरोः गुणगणसुगुरोः सुश्राव सुदेशनामेवम् ॥१५।। (આ પછી આવતો ભાગ જરૂરી ન હોઈ ઉદ્ધત કર્યો નથી.) Page #18 -------------------------------------------------------------------------- ________________ વરડિયા વંશવૃક્ષ વરદેવ ૨૦ આસદેવ લક્ષ્મીધર ૧ નમઃ ૨ આભડ ૩ માણિક ૪ સલખણ ૧ રાહડ ર જયદેવ = જાલ્ડણદેવી ૩ સહદેવ = સુહાગદેવી (સૌભાગ્યદેવી). ૧ વિરદેવ ૨ ગુણધર ૩ જગદેવ ૪ ભુવણ લક્ષ્મી = = નાયક ૧ વીરદેવ ર દેવકુમાર ૩ હાલૂ ૧ જિનચંદ્ર = ચાહિણિ ૨ દૂલહ ૩ ધણેશ્વર = ખેતૃ ૪ લાહડ = લખીશ્રી ૫ અભયકુમાર (ધનેશ્વર) | (લક્ષ્મીશ્રી) ૧ સંત દેવચંદ્ર ૧ અરિસિંહ ૨ નામધર ઈત્યાદિ સં ખેઢા ખવદેવી ૩ મહીધર પુત્રો ૧ જેઈડ ૪ વરધવલ ૨ હેમચન્દ્ર ૫ ભીમદેવ ૩ કુમારપાલ ૬ પાહિણી ૪ પાસદેવ સં ગોસલ = ગુણદેવી નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧ હરિશ્ચન્દ્ર ૨ દેમતી Page #19 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ટિપ્પણો : ૧. આ શિલાલેખો ઉપરાંત કેટલાક શિલ્પખંડો પણ ત્યાંથી મળેલા. જુઓ અહી ટિપ્પા ક્રમાંક ૨.) શ્રી અત્રિ પોતાના લેખની પાદટીપ ક્રમાંક ૧માં નોંધે છે : “પ્રસ્તુત શિલ્પ-ખંડો અને શિલાલેખોની પ્રાપ્તિનાં સ્થળ અને કારણ બાબત લેખકના તાજેતરમાં પ્રસિદ્ધ થનાર અન્ય લેખમાં યોગ્ય માહિતી આપવામાં આવેલી હોઈ અહીં પુનરાવર્તન નથી કર્યું." શ્રી અત્રિનો એ સંદર્ભસૂચિત લેખ “A collection of some Jain Stone Images from Mount Girnar als às Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX માં pp. 51-59 પર છપાયો છે. ત્યાં ગિરનાર પરના નેમિનાથાદિ જૈન મંદિરો ફરતા કોટની વાત કર્યા બાદ શ્રી અત્રિને આ પ્રમાણે નોંધ મૂકી છે : In 1959 some work was undertaken in this region, by the authorities of the Jain Svetämbara Temples, and in the process some part of the wall round the shrines was demolished. There were reports that about the same time, some images were un earthed. On instructions given by the Archaeological survey of India the author of this article collected 13 items shown below for being placed in the Junagadh Museum." (hil., p. 51.) વિશેષ નોંધ : આ અંગ્રેજી અવતરણોમાં આવતી શ્રી અત્રિની બે પાદટીપો અહીં જરૂરી ન હોઈ ટાંકી નથી.) ૨૧ શ્રી અત્રિનાં કથનો પરથી આ શિલાલેખો દીવાલના ચણતરમાંથી નીકળ્યા છે એવો અર્થ નથી થતો પણ મને લાગે છે કે એ દીવાલ પડતાં તેની પૂરણીમાંથી નીકળ્યા હોવા જોઈએ, યા તો ત્યાંનાં મંદિરોના પ્રાંગણની ફરશબંધી ખોલતાં તેમાં જમીનમાં દટાયેલ હોય ને પ્રગટ થયા હોય. પહેલી સંભાવના વિશેષ રહેલી છે. ૨. જુઓ આગળની પાદટીપમાં ટાંકેલું શ્રી અત્રિના લેખનું અંગ્રેજી અવતરણ, તેમ જ વિગત માટે "A Collection," pp. 51-52. ૩. “ગિરનારના," સ્વાધ્યાય, પુ ૫, અંક ૨, પૃ. ૨૦૫. ૪. લાહડની આગળ સાહુ શબ્દ લેખમાં આપ્યો લાગતો નથી. શ્રી અત્રિની વાચનામાં એ નથી એટલે કોતરનાર કે મુત્સદ્દો ઘડનારનું એ સ્ખલન છે. ગુજરાતી ટીકામાં શ્રી અત્રિ “ખેઢા લાહડ” એમ એક સાથે વાંચે છે અને એ બન્નેને તેઓ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માને છે કે ગુજરાતમાં આજે પ્રચલિત નામ લખવાની રીત પ્રમાણે ખેઢા દીકરો ને લાડ બાપ એમ માને છે તે સ્પષ્ટ થતું નથી : (જુઓ ગિરનારના,” પૃ ૨૦૮ ૫. જયાં વધારે કુટુંબીજનો સુકૃત સાથે સંક્ળાયેલાં હોય ત્યાં પહેલાં પ્રતિમા પ્રતિષ્ઠાની વિગતો આપી. પછી સમસ્ત કુટુંબીજનોનાં નામ જોડવાની પ્રથા આબૂના કેટલાક જૈન શિલાલેખોમાં અને અન્યત્ર જોવા મળે છે. આ મુદ્દો બહુ અગત્યનો ન હોઈ અહીં એવા લેખોની સૂચિ કે સંદર્ભ તુલનાર્થે ટાંકવાની જરૂર નથી. ૬. આ વિશે હું લેખના અંત ભાગે સૂચન કરીશ. આ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૭. See A. K. Majumdar, Chaulukyas of Gujarat, Bombay 1956, pp. 177. ૮. fbid., pp. 178. ૯. અહીં એ બધા સંદર્ભોની સૂચિ આપીશ નહીં. આખરે એ મુદ્દો આ લેખમાં કહેવાની અસલી વાતને ખાસ ઉપકારક નથી. નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૦. મંત્રી તેજપાળના લૂણવસહીપ્રાસાદના મૂલનાયકની પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી છે. વસ્તુપાલના સેરિસાના પ્રતિમાલેખોમાં પણ વિજયસેનસૂરિ જ પ્રતિષ્ઠાકર્તા છે. ૧૧. અહીં એ બધા સંદર્ભોની યાદી આપીશ નહીં. આ અગાઉ સ્વાધ્યાય પુ- ૪, અંક ૩માં શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીના સહલેખન સાથેનો મારો લેખ “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ” એ શીર્ષક નીચે પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં પણ તે સમાવી લેવામાં આવ્યો છે. તેમાં જુદા જુદા સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી શત્રુંજય, ગિરનાર આદિ સ્થળોએ વસ્તુપાલ-તેજપાલના સુકૃતોની સૂચિ આપી છે, ત્યાં આ ‘સત્યપુરમંડન વીર'ના મંદિરની વાત અને એને આનુષંગિક અન્ય હકીકતોની નોંધ લીધી છે. તાજેતરમાં એ વિષય પર પ્રાપ્ત થયેલું નવું સ્રોત તે શત્રુંજય પરથી સમારકામમાં વાધણપોળમાંથી મળી આવેલ મંત્રીબાંધવનો પ્રતોલીનો લેખ છે. તેમાં પણ આ ‘સત્યપુરવીર'નો ઉલ્લેખ છે. જુઓ આ પ્ર મુનિશ્રી પુણ્યવિજયજી, ‘પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિ લેખો,’ શ્રી મહાવીર જૈન વિદ્યાલય મહોત્સવ અંક, મુંબઈ ૧૯૬૮, પૃ. ૩૦૬-૩૦૮. ૧૨.જુઓ અમારો ઉપર કથિત “વસ્તુપાલ-તેજપાલની કૉર્તનાત્મક પ્રવૃત્તિઓ”વાળો લેખ, પૃ ૩૧૭. એ નોંધ જિનર્ષગણિના વસ્તુપાલચારિત્ર (સં. ૧૪૯૭ ! ઈ સ- ૧૪૪૧) ઉપરથી ત્યાં લીધેલી. ૧૩. વિજાપુરમાં જિન વાસુપૂજ્યનું પણ એક દેવાલય હતું. સં. ૧૩૨૮ । ઈ. સ. ૧૨૭૨માં શ્રી કુમારણિએ રચેલી અભયદેવચરતની સંસ્કૃત પ્રશસ્તિમાં પ્રસ્તુત જિનાલયના ઉપલક્ષમાં એ કાળ આસપાસ જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેવકુલિકાઓના ઉલ્લેખ છે : (જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ- ૯૨.) સં- ૧૩૧૭ { ઈ. સ. ૧૨૬૧માં એ મંદિર પર ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સુવર્ણજડકલશ ચઢાવ્યાની વાત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલ શ્રાવકધર્મપ્રકરણની પ્રશસ્તિના આધારે પં. અંબાલાલ શાહે નોંધી છે : (જુઓ જૈનતીર્થ, પૃ- ૯૨). હવે જો આ મંદિર ઈ. સ. ૧૨૬૧ પૂર્વનું હોય તો પેઢા અને લાડે કરાવેલ દેહરીઓ કદાચ આ વાસુપૂજયસ્વામીના પ્રાસાદના ઉપલક્ષમાં પણ હોવાની ત્રીજી શક્યતા ઊભી થાય છે. વિજાપુરના કયા જિનાલયમાં તેમણે દેરીઓ કરાવી તેનો જરા સરખો ઇશારો શિલાલેખોમાંથી મળતો નથી. ૧૪. જુઓ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અર્બુદ-પ્રાચીન-જૈનલેખ સંદોહ (આબૂ-ભાગ બીજો), ઉજ્જૈનવડોદરા વિ. સં. ૧૯૯૪, પૃ ૧૩૯-૧૪૫, શિલાલેખ ક્રમાંક ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૨, ૩૫૩, ૩૫૪ અને ૩૫૫. પબાસણના કુલ ૬ લેખો હોવા જોઈએ પણ પાંચ મળ્યા છે. તેના ખુલાસામાં મુનિશ્રી જયંતવિજયજી નોંધે છે કે ‘છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે ક્યાંય આપી દેવામાં આવી હશે; તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલી છે એટલે આ કુટુંબનો એક લેખ અહીંથી નષ્ટ થયો છે.” (એજન, પૃ ૪૩૫). અહીં આ તમામ લેખોનું સંકલન ઉપર્યુક્ત લેખ સંદોહ પરથી પરિશિષ્ટમાં તુલનાર્થે આપ્યું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશનિ-લેખ પર દૃષ્ટિપાત અહીં એ યાદ દેવડાવું કે ગિરનારના શિલાલેખમાં આબૂના નેમિનાથચૈત્યની જગતી પર બે દેવકુલિકાઓ અને તેમાં કુલ ૬ પ્રતિમાઓ ભરાવ્યાનો ઉલ્લેખ છે : આબૂના શિલાલેખ ક્રમાંક ૩૫૨માં પણ એ જ વાત કહી છે. ૧૫. જુઓ લેખ સંદોહ, લેખાંક ૩૫૦, પૃ ૧૪૦-૧૪૧, અને અહીં પરિશિષ્ટ. ૧૬, એજન લેખક ૩૫૫. ૧૭. એજન લેખાંક ૩૪૫. ૧૮ એજન લેખાંક ૩૫૩. ૧૯ એજન લેખાંક ૩૫૪. ૨૦. એજન લેખાંક ૩૪૬-૩૪૭; ને જુઓ અહીં પરિશિષ્ટ, આ લેખોમાંથી કયા દેરી ૩૮માં અને કયા ૩૯માં છે તે વિશે મુનિશ્રી જયંતવિજયજીએ સ્પષ્ટતા નથી કરી. દેરી ચણાવ્યાના લેખો સં. ૧૨૯૧ના છે, જયારે અંદરની મૂર્તિઓના લેખો સં. ૧૧૯૩ના છે. આથી એમ જણાય છે કે કોઈ કારણસર પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં સારો એવો વિલંબ થયેલો. ૨૧. એજન લેખાંક ૩૫૨; જુઓ અહીં પરિશિષ્ટ. ૨૨. ફેર એટલો છે કે આબુના લેખમાં ત્યાં એક નહીં પણ બે દેવકુલિકાની વાત કરી છે : “નૈમિનાથ” ઉપરાંત પાર્શ્વનાથ'ની પણ, ૨૩. ગિરનારના ‘વસ્તુપાલવિહારમાંથી મળેલા સામંતસિહ-સલક્ષણસિંહના સં. ૧૩૦૫ ઈસ. ૧૨૪૯ના પ્રતિમાલેખનો ઉલ્લેખ કરી, અને પોતાના લેખમાં ચલ ગિરનારથી અગાઉ પ્રાપ્ત થયેલા સં. ૧૨૪૪ ? ઈ. સ. ૧૨૮૮ના લેખ ક્રમાંક ૨ માં આવત ચાહડ નામ તરફ ધ્યાન દોરી શ્રી અત્રિ લાડની પિછાન અંગે આ પ્રમાણે અવલોકન કરે છે* “ “લાહડે ફરી એક વાર ઉપરના બીજા લેખ(સં. ૧૨૪૪)માં ઉલ્લેખિત ‘આહડનું' અને ઉદયનપુત્ર “વાહડ કે “ચાહડ'નું સ્મરણ કરાવે છે.” “ઈસુની તેરમી શતાબ્દીના તુલ્યકાલીન એક સાલ વિનાના એક લેખમાં ઉલ્લેખિત “ચાહડ’અને પ્રસ્તુત ‘લાહડ'વચ્ચે જ અભેદ હોય તો ઉપર્યુક્ત સામંતસિંહ તેનો પ્રપૌત્ર થયો તે એક મજાનો સંયોગ છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૮.) * શ્રી અત્રિએ ત્યાં એમની પાદટીપ ૧૭ મૂકી D. B. Diskalkar “Inscriptions of Kathiawad,” Ancient India, Vol 1-1 Inscription, No. 18, pp. 695નો હવાલો આપ્યો છે. ૨૪. આ ગ્રંથપ્રશસ્તિ મૂળ ડૉ. પિટર્સનના ત્રીજા રિપોર્ટ pp. 60 and 73 ઉપર પ્રગટ થયાનું અને પોતે મુનિશ્રી જિનવિજયજીસંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહના બીજા ભાગના અવલોકનમાં જોયાનું મુનિશ્રી જયંતવિજયજીએ નોંધ્યું છે : (જુઓ લેખસંદોહ૦, પૃ. ૪૪૮) પછીથી મુનિશ્રી જિનવિજયજીએ પુરાતન હિત મૈનપુતવા (Singhi Series No. 18), મુંબઈ ૧૯૪૩માં એ મોટી અને બીજી ત્રણ નાની ગ્રંથપ્રશસ્તિઓ સમાવિષ્ટ કરી છે. અહીં પરિશિષ્ટમાં તે સૌના મૂળ પાઠ અવતાર્યા છે. ૨૫. સરખાવો લેખસંદોહ, પૃ. ૪૪૯-૪૫૦. Page #22 -------------------------------------------------------------------------- ________________ २४ નિર્ચસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ર૬, એ ચારમાં સૌથી મહત્ત્વના તો જિનવિજયજીના ક્રમાંક ૨૯ના છે. જુઓ છેલ્લે પરિશિષ્ટ, २७. बैंगसंहोso, पृ. ४५१. ૨૮, લેખસંદોહ, લેખાંક ૩૩૨ અને ૩૩૪. * શ્રી અત્રિ “વસ્તુપાલવિહાર'ના સુપ્રસિદ્ધ છ શિલાલેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. * ગિરનારનો આ વરહુડિયા કુટુંબનો સં૧૨૯૯નો લેખ. २८. तथा सचिवेश्वरवस्तुपालेन इहु स्वयंनिर्मापित श्रीशत्रुजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकर श्रीऋषभदेव- . स्तंधनकपुरावतार श्रीपार्श्वनाथदेवसत्यपु(*)रावतारश्री महावीरदेवप्रशस्तिसहित-कश्मीरावतार श्रीसरस्वती मूर्ति देवकुलिका चतुष्ट-जिनयुगल-अम्बाऽवलोकना-शाम्ब-प्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टय तुरगाधिरूढस्वापितामह महं. ठ. श्रीसोम-निजपितृ ठ श्रीआशराज मूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथ(*)देव-आत्मीयपूर्वजाऽग्रजा-ऽनुज-पुत्रादिमूर्तिसमन्वितमुखोध्याटनक-स्तंभश्रीअष्टापद महातीर्थप्रभृति अनेककीर्तनपरम्पविराजिते श्रीनेमिनाथदेवाधिदेव विभूषितश्रीमदुञ्जयंतमहातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्यां प्राग्वाटज्ञातीय ठ. श्रीकान्हडपुत्र्याः ठ. राणुकुक्षिसंभूताया महं. श्रीललितादेव्यां (*) पुण्याभिवृद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीमहेंद्रसूरिसंताने शिष्य श्रीशांतिसूरिशिष्य श्रीआणंदसूरिश्रीअमरसूरिपट्टे भट्टारक श्रीहरिभद्रसूरिपट्टा-लंकरणप्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठित श्रीअजितनाथदेवादिविंशतितीर्थंकरालंकृतोऽयमभिनवः समंडप: श्रीसम्मेतमहातीथविताप्रासादः कारितः ॥ (*) આ લેખનો ઉતારો ‘વસ્તુપાલવિહારના ‘અષ્ટાપદ'વાળા' મંડપના ત્રણ સમાન લેખોમાંથી એકનો છે. સમેતશિખર' જેમાં છે તે મંડપના ત્રણ લેખોમાં “અષ્ટાપદ' શબ્દ અને “સમેતશિખર'શબ્દનાં સ્થાનો ઉલટાવ્યાં છે : અને તેમાં વસ્તુપાલ-તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ(વસ્તુપાળ) મુકાવેલી એવી હકીકત 40 . PHL BLAAM al 4444 James Burgess ll Antiquities of Kathiawar and kutch, Aswi II, London 1876 प्रसिद्ध येतो. ५छीन संसारो माथी वायनाना पाहो उदारता २६॥ छे. 30. श्रीस्तम्भनाख्यपुरतीर्थपति विधाव्य शत्रुञ्जयाचलजिनं च स उज्जयन्ते । ११-२९, पृ. ९. મુનિશ્રી ચતરવિજયજી દ્વારા સમ્પાદિત આ ગ્રંથ શ્રી જૈન આત્માનન્દ સભા-ગ્રંથરત્નમાલામાં વિ. સં. ૧૯૭૪માં ભાવનગરથી પ્રસિદ્ધ થયો છે. ३१. येनोज्जयन्तगिरिमण्डननेमिचैत्ये नाभेय-पार्श्वजिनसायुगं व्यधायि । अन्तः स्वयंघटितनाभिज-नेमिनाथ-श्रीस्तम्भनेशगहमप्युदधारि हारि ।।६०॥ शुभो भुनिप्रवर श्री पुष्यविश्य सूरि, सुकृतकीर्तिकालिन्यादि०, पृ. ३८. ३२. विशेषके रैवतकस्य भूभृतः श्रीनेमिचैत्ये जिनवेश्मसु त्रिषु । श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पावं च वीरं च मुदा न्यवीविशत् ॥८५।। (४ पृ. २८.) 33. हुमो म पाटी५ २८. ૩૪. વસ્તુપાલના ગિરનાર પરના “પાર્શ્વનાથ' તેમ જ “સત્યપુરનાં મંદિરનો ૧૫મી શતાબ્દીમાં આમૂલચૂલ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ઉદ્ધાર થઈ ગયો છે. ૩૫. ‘કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,’સ્વાધ્યાય, પુ ૪, અંક ૩ માં અમે ગિરનાર પરના મંત્રી બંધુઓના સુકૃતની વિસ્તૃત યાદી રજૂ કરેલી તેમાં પણ અમે એ ત્રણે મંદિરો એકબીજાથી વેગળાં જ બતાવ્યાં છે. (એજન ५० ३०८-३१०). ૩૬. જુઓ, પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, શ્રી યશોવિજય જૈનગ્રંથમાળા, ભાવનગર વિ सं. २०१२ ते १८, ५० ११२. 39. R. Narsimhachar, The Lakshmidevi Temple at Doddagaddavalli, MAS No III, Bangalore 1919, pp. 7. * આ લેખ માટે જુઓ આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ બીજો, મુંબઈ 1935, मां १८७, पृ० १५४ એ લેખનો મૂળપાઠ આ પ્રમાણે છે : वस्तुपालविहारेण हारेणेवोज्वलनिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुंजया तार ]श्रीआदिनाथप्रासादग्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहं श्रीललितादे विवि श्रेयौर्थं विशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि भार्यामहं श्रीसोखु श्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्री अष्टापदप्रासादः ० अपूर्वघाटरचनारुचितरमभिनवप्रासाद चतुष्टयं निजद्रव्येण कारयांचक्रे । ३८. वस्तुपालि वर मंति भुयणु कारिउ रिसहेसरु । अठ्ठावय- सम्मेयसिहरवरमंडपु मणहरु ||१५|| ૨૫ कउडिजकखु मरुदेवि दुह वि तुंगु पासाइउ ! धम्मिय सिरु धुणंति देव बलिवि पलोइउ ||१६|| - रेवंतगिरिरासु, द्वितीयं कडवं ( मुनिप्रवर श्री पुष्यविष्ठ५सूरि, 'सुकृतकीर्तिकल्लोलिन्यादि' पृ. १०१.) ३८. वत्थुपाल मंतिणा सित्तुज्जावयार भवणं अठ्ठावय-समंउ मंडवो कवडिहजकख मरुदेवीपासाया य कारविआ.... "रैवतगिरिकल्प", विविधतीर्थकल्प. આ ગ્રંથ મુનિશ્રી જિનવિજયજીએ સિંધી જૈનગ્રંથમાં ગ્રંથાંક ૧૦ તરીકે પ્રસિદ્ધ કર્યો છે : શાંતિનિકેતન વિ સ ૧૯૯૧. ४०. वस्तुपालविहारस्या पृष्टोनुत्तर सत्रिभं कपर्दीयक्षायतनमकारय य यंकृति ६-७० ३. (વસ્તુપાલચરિતના સંપાદક, પ્રસિદ્ધિસ્થાન અને પ્રસિદ્ધ કર્યાનું વર્ષ દુર્ભાગ્યે મારી નોંધમાં પ્રાપ્ત નથી.) પંદરમી શતાબ્દીના છેલ્લા ચરણમાં રચાયેલ રત્નસિંહસૂરિ શિષ્યની ‘શ્રી ગિરનારતીર્થમાળા’માં પણ આ ४ हडीडत छे. नि० भा० २-४ Page #24 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ वस्तुपालि मंतीसरि सेतुजउजिलि आणि भवदहि सेतज निरुवम रिसह जिणिदो; डांवर श्री समेतसिहगिरि जिमणइ अष्टापद नवलीपरि, वीस यु वीस जिर्णिदो. 12 यक्षराज कवडिल तिहिं पूष्ठिई माता मरुदेवा गजपूठिइ, चंद्रप्रभ प्रणमेसो. (જુઓ શ્રી વિજયધર્મસૂરિ, પ્રાચીનતીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લી, ભાવનગર સં. 1978, પૃ. 35) વિશેષ : લેખ પૂર્ણ થયા બાદ ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ રજો (શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ઝં. 54, અમદાવાદ 1960), સંદર્ભ માટે ઉપલબ્ધ થયો. તેમાં મુનિ ત્રિપુટીએ વરડિયાવંશ પર કંઈક વિસ્તારથી વિવરણ કરેલું જોવા મળ્યું (એજન પૃ. 390-392), તેમાંની કેટલીક બાબતો અહીં ઉદ્ધરેલ ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ર૯)માં મૂળે કહેલી છે, પણ તે આબૂ --ગિરનારના લેખોના સારભાગ આપવો જરૂરી નથી માન્યો. * વતી તેમ જ કાવ્ય) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ નથી એમ વાંચ્યું છે; અને નગરથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છે : (જુઓ “ગિરનારના, પૃ. 208) શિલાલેખની આગળની ૯મી પંક્તિમાં આવતો શબ્દ રે સાથે ૧૦મીનો પહેલો અક્ષર ને જોડી નથી જુદું પાડવું સયુક્તક લાગે છે. નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય કાચાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે ધોધ ?) એમ વાંચ્યું છે. પણ રુ એ હોવું ઘટે. આગળ ની જોડી [સાટુ. ધmut વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે.