________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત
ટિપ્પણો :
૧. આ શિલાલેખો ઉપરાંત કેટલાક શિલ્પખંડો પણ ત્યાંથી મળેલા. જુઓ અહી ટિપ્પા ક્રમાંક ૨.) શ્રી અત્રિ પોતાના લેખની પાદટીપ ક્રમાંક ૧માં નોંધે છે : “પ્રસ્તુત શિલ્પ-ખંડો અને શિલાલેખોની પ્રાપ્તિનાં સ્થળ અને કારણ બાબત લેખકના તાજેતરમાં પ્રસિદ્ધ થનાર અન્ય લેખમાં યોગ્ય માહિતી આપવામાં આવેલી હોઈ અહીં પુનરાવર્તન નથી કર્યું." શ્રી અત્રિનો એ સંદર્ભસૂચિત લેખ “A collection of some Jain Stone Images from Mount Girnar als às Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX માં pp. 51-59 પર છપાયો છે. ત્યાં ગિરનાર પરના નેમિનાથાદિ જૈન મંદિરો ફરતા કોટની વાત કર્યા બાદ શ્રી અત્રિને આ પ્રમાણે નોંધ મૂકી છે : In 1959 some work was undertaken in this region, by the authorities of the Jain Svetämbara Temples, and in the process some part of the wall round the shrines was demolished. There were reports that about the same time, some images were un earthed. On instructions given by the Archaeological survey of India the author of this article collected 13 items shown below for being placed in the Junagadh Museum."
(hil., p. 51.)
વિશેષ નોંધ : આ અંગ્રેજી અવતરણોમાં આવતી શ્રી અત્રિની બે પાદટીપો અહીં જરૂરી ન હોઈ ટાંકી નથી.)
૨૧
શ્રી અત્રિનાં કથનો પરથી આ શિલાલેખો દીવાલના ચણતરમાંથી નીકળ્યા છે એવો અર્થ નથી થતો પણ મને લાગે છે કે એ દીવાલ પડતાં તેની પૂરણીમાંથી નીકળ્યા હોવા જોઈએ, યા તો ત્યાંનાં મંદિરોના પ્રાંગણની ફરશબંધી ખોલતાં તેમાં જમીનમાં દટાયેલ હોય ને પ્રગટ થયા હોય. પહેલી સંભાવના વિશેષ રહેલી છે.
૨. જુઓ આગળની પાદટીપમાં ટાંકેલું શ્રી અત્રિના લેખનું અંગ્રેજી અવતરણ, તેમ જ વિગત માટે "A Collection," pp. 51-52.
૩. “ગિરનારના," સ્વાધ્યાય, પુ ૫, અંક ૨, પૃ. ૨૦૫.
૪. લાહડની આગળ સાહુ શબ્દ લેખમાં આપ્યો લાગતો નથી. શ્રી અત્રિની વાચનામાં એ નથી એટલે કોતરનાર કે મુત્સદ્દો ઘડનારનું એ સ્ખલન છે. ગુજરાતી ટીકામાં શ્રી અત્રિ “ખેઢા લાહડ” એમ એક સાથે વાંચે છે અને એ બન્નેને તેઓ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માને છે કે ગુજરાતમાં આજે પ્રચલિત નામ લખવાની રીત પ્રમાણે ખેઢા દીકરો ને લાડ બાપ એમ માને છે તે સ્પષ્ટ થતું નથી : (જુઓ ગિરનારના,” પૃ ૨૦૮
૫. જયાં વધારે કુટુંબીજનો સુકૃત સાથે સંક્ળાયેલાં હોય ત્યાં પહેલાં પ્રતિમા પ્રતિષ્ઠાની વિગતો આપી. પછી સમસ્ત કુટુંબીજનોનાં નામ જોડવાની પ્રથા આબૂના કેટલાક જૈન શિલાલેખોમાં અને અન્યત્ર જોવા મળે છે. આ મુદ્દો બહુ અગત્યનો ન હોઈ અહીં એવા લેખોની સૂચિ કે સંદર્ભ તુલનાર્થે ટાંકવાની જરૂર નથી. ૬. આ વિશે હું લેખના અંત ભાગે સૂચન કરીશ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org