Book Title: Drushtino Vishay Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 8
________________ પ્રસ્તાવના • vii વાંચવાની શરૂઆત કરતા પહેલાં આ પરિશિષ્ટ વાંચી જવા સુજ્ઞ પાઠકોને નમ્ર વિનંતી છે. દ્રષ્ટિના વિષય' પરની આ ચર્ચાનું મૂળ મુખ્યત્વેડો. ભારિલ્લજીએ લખેલા સમયસાર ગાથા ૭ પરના અનુશીલનમાં છે; તેથી એક રીતે જોતાં, આ પુસ્તક તે અનુશીલનનું પણ અનુશીલન છે; કારણ કે એ મૂળ ચર્ચાનું આ વિસ્તૃતિકરણ અને વિશેષ સ્પષ્ટીકરણ જ છે. આ એક પાઠ્યપુસ્તક હોવાથી પુસ્તકના અંતે પરીક્ષાપત્ર' રૂપે " કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યાં છે. વાચકોને વિનંતી છે કે પહેલાં પોતાની મેળાએ તે પ્રશ્નોના ઉત્તરો આપ્યાં બાદ તેમના જવાબો પુસ્તકમાંથી મેળવી લે. આ સંકલનને માનનીય પંડીત શ્રી અભયકુમારજી શાસ્ત્રી, દેવલાલીએ કાળજીપૂર્વક તપાસ્યું છે અને શ્રી કાંતિભાઈ મોટાણીએ તેનું પ્રફરીડીંગ કરી આપ્યું છે, તે બદલ તેઓ બન્ને પ્રતિ આભાર વ્યકત કરું છું. દ્રષ્ટિના વિષય પરનું આ સંકલન જિજ્ઞાસુ જીવોને સનાતન વીતરાગ શાસનમાં પ્રરૂપિત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના સ્વરૂપ વિષે સાચો અને પાકો નિર્ણય કરવામાં મદદરૂપ થાઓ – એ જ અભ્યર્થના. - સંકલનકાર પ્રસ્તુત પુસ્તક ‘દ્રષ્ટિનો વિષય ગુજરાતી પ્રકાશન ખાતે શ્રી જેચંદભાઈ શીવલાલ ગોસલીયા પરિવાર હસ્તે : રજનીભાઈ તરફથી રૂા.૧૫,૦૦૦/ સાભાર પ્રાપ્ત થયા છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 142