Book Title: Drushtino Vishay Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 6
________________ પ્રસ્તાવના સમ્યગ્દર્શનયુગપ્રવર્તક પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીકાનજીસ્વામી જેને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જ્ઞાયકભાવ, પરમપરિણામિકભાવ, કારણપરમાત્મા, કારણસમયસાર આદિ અનેક નામોથી અભિહિત કરતા હતા અને જેનો આશ્રય લઈને મોક્ષમહેલની પ્રથમ સીટી સમાન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વારંવાર પ્રેરણા આપતા હતા, તે દ્રષ્ટિ કા વિષય ઉપર પંડીતવર્ય ડો. હુકમચંદજી ભારિલે ઈ.સ.ર૦૦૦ ની શિબિરોમાં કરેલા નવા માર્મિક પ્રવચનોમાંથી સંપાદિત હિંદી પુસ્તક “દષ્ટિ કા વિષય”નું આ ગુજરાતી રૂપાંતર પાઠકોના હાથમાં મૂક્યાં પ્રસન્નતા થાય છે. - પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભૂતિમંડિતવાણી સાંભળવા છતાં તથા તેઓશ્રીના અલૌકિક પ્રવચનોના પુસ્તકો વર્ષોથી વાંચવા છતાં આપણને સમ્યગ્દર્શન કેમ થતું નથી ? અહીં સમજાવ્યા મુજબ તેનું મુખ્ય કારણ ફક્ત એ જ છે કે તેઓશ્રીએ પ્રતિપાદિત કરેલી જિનાગમની આ સૌથી મહત્વપૂર્ણ વિષયવસ્તુ દ્રષ્ટિના વિષય” ને સમજવામાં આપણી ક્યાંક ભૂલ રહી જાય છે. જે પ્રકારની પર્યાય વિનાના જ્ઞાયકભાવનો આશ્રય લેવાનું પૂ. ગુરુદેવશ્રી આપણને ફરમાવતા હતા, તે પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજ્યા નથી. દષ્ટિના વિષયમાં પર્યાય કઈ રીતે સામેલ નથી અને કઈ રીતે સામેલ છે એ સમજવામાં થતી સૂક્ષ્મ ભૂલને કારણે જેમાં આપણે અહંપણું સ્થાપવાનું છે, જેમાં આપણું સર્વસ્વ સમર્પણ કરવાનું છે; એ દ્રષ્ટિના વિષયનો આશ્રય આપણે લઈ શક્તા નથી અને તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિથી આપણે વંચિત રહી જઈએ છીએ.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 142