Book Title: Drushtino Vishay Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 7
________________ • દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિના વિષય સંબંધી થતી આવી ભૂલો કઈ રીતે ટળે, તે ડો. ભારિલ્લજીએ બહુ ખૂબીથી આ નવ પ્રવચનો દ્વારા સમજાવ્યું છે. તેના પરથી બ્ર. યશપાલજી જૈને સંપાદિત કરેલા હિંદી પુસ્તક, ‘દ્રષ્ટિવા વિષય નો ગુજરાતી ભાષામાં સીધો અનુવાદ કરવાને બદલે તેને એક પાઠ્યપુસ્તકના રૂપમાં પ્રસ્તુત કરવાનો આ નમ્ર પ્રયાસ છે. મૂળ પુસ્તકમાં જે નવ પ્રવચનો ક્રમસર છાપવામાં આવ્યાં છે, તેમાંથી મુખ્ય વિષયોને ચૂંટીને તે દરેક વિષયનું જુદા જુદા પ્રકરણ તરીકે અહીં સંકલન કરવામાં આવ્યું છે. તે દરેક વિષય પર આ પ્રવચનોમાં અપાયેલી માહિતીને મુદ્રાઓ (bullets) ના રૂપમાં દરેક પ્રકરણમાં સંગ્રહિત કરવામાં આવી છે. જો કે આમાં બને તેટલું ઓછું પુનરાવર્તન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તેમ છતાં કેટલુંક પુનરાવર્તન અનિવાર્યપણે આવી જાય તે સ્વાભાવિક જ છે. આશા છે કે પાઠકોના અભિપ્રાયને દ્રઢ બનાવવામાં તે મદદરૂપ થશે. . આ પુસ્તકની વિશિષ્ટતા એ પણ છે કે પૂર્વોક્ત નવ પ્રવચનો ઉપરાંત જૈન અધ્યાત્મ અકેડેમી ઓફ નોર્થ અમેરિકા (JAANA - જાના') દ્વારા એડીસન, ન્યુજર્સીમાં જુલાઈ ૨૦૦૨ માં યોજાયેલા દ્વિતીય આધ્યાત્મિક શિબિર દરમ્યાન ડો. ભારિલ્લજીએ આ જ વિષય પર આપેલા પ્રવચનો અને પ્રશ્નોત્તરોનું પણ આમાં સંકલન કરવામાં આવ્યું છે. પ્રકરણ ૧ : “ભૂમિકા', પ્રકરણ ૫ : દ્રવ્ય-સામાન્ય તથા પ્રકરણ ૧૩ : જ્ઞાનગોષ્ટિ - એ બધાં આ શિબિરની જ ઉપજ છે. - ‘દ્રષ્ટિના વિષય ને સાંગોપાંગ સમજવા માટે જેનો આધાર અહીં મુખ્યપણે લેવામાં આવ્યો છે એવા મૂળ વિષયોનો પરિશિષ્ટરૂપે સમાવેશ કર્યો છે, જેથી વાચકોને તેમનો સંદર્ભ સહેલાઈથી મળી રહે. પુસ્તકPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 142