________________
• દ્રષ્ટિનો વિષય . જૈનદર્શનમાં એક પણ પંક્તિ એવી નથી કે જે નય અથવા અપેક્ષા વિના લખાઈ હોય. આ વિષે આચાર્ય સમંતભદ્ર કહે છે કે આપણે સ્યાદ્વાદી છીએ. આપણા બધા કથનો અપેક્ષાથી જ છે. માટે જ્યાં અપેક્ષા ન લગાડેલી હોય, ત્યાં પણ તે કથન સાપેક્ષ જ છે - એમ જ સમજવું જોઈએ.
- વાસ્તવમાં કથન તો એમ છે કે “આત્માનુભૂતિના કાળમાં નિશ્ચયને મુખ્ય રાખવો જોઈએ, વ્યવહારને નહિ,” તો લોકોએ “આત્માનુભૂતિના કાળમાં” – એ તો છોડી દીધું અને બાકી એ કથન ગ્રહણ કરી લીધું કે “નિશ્ચયને મુખ્ય રાખવો જોઈએ, વ્યવહારને નહિ.”
- તત્ત્વના અવલોકન (અન્વેષણ) નો જે કાળ છે, તેમાં સમય અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિ અર્થાત્ નયપ્રમાણ દ્વારા પહેલાં જાણે. પછીથી આરાધના સમયે – કે જે અનુભવકાળ છે - તેમાં નયપ્રમાણ નથી; કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે.
નિશ્ચયથી વધારે વ્યવહારનો કાળ છે. જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી, તેઓને તો હંમેશા વ્યવહાર જ મુખ્ય છે; કારણ કે તેમનો તો પૂરો કાળ તત્ત્વાન્વેષણનો છે.
આમ તત્ત્વાન્વેષણના કાળમાં વ્યવહાર મુખ્ય રહે છે અને અનુભૂતિના કાળમાં નિશ્ચય. આ રીતે વ્યવહારનયની પણ ઉપયોગિતા છે, તેને પૂરેપૂરો ઉડાવી શકાતો નથી.
વાસ્તવમાં તો ગૌણ કોને કહે છે ? આપણે હવે એ પણ શીખવું પડશે. જે “જગત વ્યવહાર' એક સમય માટે પણ ગૌણ થઈ જાય, તો તરત જ સમ્યગ્દર્શન થઈ જાય અને (આપણને) સમ્યગ્દર્શન તો છે નહીં, એનો અર્થ એ છે કે એક સમય માટે પણ વ્યવહાર ગૌણ થયો નથી, કારણ કે નિશ્ચય તો અનુભવના કાળમાં પ્રગટ થાય છે, અત્યારે તો વ્યવહાર જ છે.