Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 126
________________ પરિશિષ્ટ - પ્રકરણ - ૪ - -૧૧૭ (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય સ્વભાવને નહિ 'અતિક્રમતું હોવાથી સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું - મોતીના હારની માફ્ટ. (તે આ રીતે.) જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે, પોતપોતાનાં સ્થાનોમાં પ્રકાશમાં સમસ્ત મોતીઓમાં, પછીપછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલાંપહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે 'નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલા પહેલાંના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો પ્રવાહ અવસ્થિત (-ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે. ભાવાર્થ - દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી “સત્ છે. તે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ-વિનાશ વિનાનો એકરૂપ-ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. ૯૯ ૧. અતિક્રમતું = ઓળંગતું; છોડતું. ૨. સત્ત્વ = સત્પણું; (અભેદન) દ્રવ્ય ૩. ત્રિલક્ષણ = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું ત્રિસ્વરૂપ; ત્રયાત્મક ૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું. ૫. નિત્યવૃતિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે.

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142