Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 134
________________ પરિશિષ્ટ - પ્રકરણ - પ – ૦ ૧૨૫ દ્રવ્યમાં સ્વકાળનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે. ભૂતકાળની પર્યાયોનો તો નાશ થઈ જ ગયો છે, ભવિષ્યની પર્યાયો હજુ ઉત્પન્ન થઈ નથી અને વર્તમાન પર્યાય સ્વયં દષ્ટિ છે, જે વિષયી છે; તે દષ્ટિના વિષયમાં કઈ રીતે મળી શકે ? વિષય બનાવનારના રૂપમાં તો તે ભળેલી જ છે; કેમકે વર્તમાન પર્યાય જ્યાં સુધી દ્રવ્ય તરફ ન ઢળે, તેની સન્મુખ ન થાય, તેને ન સ્પર્શે, તેમાં તન્મય ન થાય, તેમાં એકાકાર ન થઈ જાય ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા પણ સંપન્ન થઈ શકતી નથી. આમ વર્તમાન પર્યાય અનુભૂતિના કાળમાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે, પરંતુ આ અભેદ અન્ય પ્રકારનું છે, ગુણો અને પ્રદેશોના અભેદ જેવું નથી. આ રીતે દષ્ટિનું વિષયભૂત દ્રવ્ય કાળથી પણ ખંડિત થતું નથી અને ઉત્પન્નધ્વંસી પર્યાય, દષ્ટિના વિષયમાં ભળતી પણ નથી. - પ્રવચનસારની લક્ષ્મી ગાથાની અમૃતચંદ્રાચાર્ય કૃત તત્ત્વપ્રદીપિકા નામની ટીકામાં પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા અને પરિણામોની અખંડતાને વૃત્તિની સમગ્રતા કહી છે. તથા બન્નેના વ્યતિરેકોને ક્રમશઃ પ્રદેશ અને પરિણામ કહીને પ્રદેશોના ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે અને પ્રવાહકમનું કારણ પરિણામો પર્યાયો) નો પરસ્પર વ્યતિરેક છે - એમ કહ્યું છે. આ તથ્યના ઊંડાણમાં જતાં એક વાત સ્પષ્ટ થાય છે કે જે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે અને પ્રવાહકમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પ્રદેશો અને પરિણામોનો અન્વય અર્થાત્ અનુસૂતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ-ક્ષેત્ર અને કાળની સમગ્રતા

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142