Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 129
________________ ૧૨૦૦ • દ્રષ્ટિનો વિષય આ રીતે પરથી ભિન્ન, પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયોથી ભિન્ન તેમજ ગુણભેદથી પણ ભિન્ન જ્ઞાયકભાવ અનુભૂતિમાં આવતો શુદ્ધ કહેવાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની શુદ્ધતાનું વાસ્તવિક સ્વરૂપ આ જ છે અને આ જ શુદ્ધસ્વભાવ દષ્ટિનો વિષય છે, ધ્યાનનું ધ્યેય છે અને પરમશુદ્ધનિશ્ચયનયનો વિષયભૂત પરમપદાર્થ છે તથા પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનયનો વિષયભૂત પરમપરિણામિક ભાવ છે; એને જ અહીં શુદ્ધ-જ્ઞાયકભાવ શબ્દથી વર્ણવ્યો છે. અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે ગુણભેદ પણ વસ્તુનો સ્વભાવ છે, પર્યાયો પણ વસ્તુનો અંશ છે; તેમનો મૂળ વસ્તુમાં નિષેધ કઈ રીતે કરી શકાય ? આ જ પ્રકારનો પ્રશ્ન ઉઠાવતાં પંડિત જયચંદજી છાબડા આ ગાથાના ભાવાર્થમાં લખે છે : ‘આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે, માટે તે વ્યવહાર છે. જો પરમાર્થથી વિચારવામાં આવે તો એક દ્રવ્ય અનંત પર્યાયોને અભેદરૂપે પીને બેઠું છે, તેથી તેમાં ભેદ નથી. અહીં કોઈ કહી શકે છે કે પર્યાયો પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ નથી; તો પછી તેમને વ્યવહાર કેમ કહી શકાય ? તેનું સમાધાન આ છે - એ ઠીક છે, પરંતુ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ આપ્યો છે. અભેદદષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે સમજી શકાય છે. માટે ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એ અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પો થતાં રહે છે, તેથી જ્યાં સુધી રાગાદિક દૂર થઈ જતા નથી, ત્યાં સુધી ભેદને ગૌણ કરીને

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142