Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 125
________________ ૧૧૬ – દ્રષ્ટિનો વિષય જેમ દ્રવ્યનું વાસ્તુ સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં, વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, તેમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં, પ્રવાહકમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. જેમ વિસ્તારકમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહકમનું કારણ પરિણામોનો પરસ્પર ૨વ્યતિરેક છે. જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર (બધેય) પરસ્પર અનુસૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુત્પન્ન-અવિનષ્ટ હોવાથી ઉત્પતિ-સંહારધ્રૌવ્યાત્મક છે, તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન-અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ-સહારધ્રૌવ્યાત્મક છે. વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વપ્રદેશના વિનાશ સ્વરૂપ છે તે જ (અંશ) ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એકે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વપરિણામના વિનાશ સ્વરૂપ છે તે જ ત્યારપછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જે પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એક પ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે. આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામપદ્ધતિમાં ૧. વૃત્તિ = વર્તવું તે; હોવું તે; હોવાપણું; હયાતી ૨. વ્યતિરેક = ભેદ; (એકનો બીજામાં) અભાવ. (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે.) ૩. અનુસ્મૃતિ = અન્વયપૂર્વક જોડાણ. (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગૂંથાયેલા (જોડાયેલા) હોવાથી તે બધા પરિણામો એકપ્રવાહ૫ણે છે તેથી તેઓ ઉત્પન્ન કે વિનષ્ટ નથી.)

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142