Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 122
________________ પરિશિષ્ટ - પ્રકરણ - ૩ ૧૧૩ વિશેષરૂપે તેના ઘણાં ભેદ પણ બતાવવામાં આવ્યા છે :૧. કપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય ૨. ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય ૩. ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકન્ય ૪. કમોંપાધિસાપેક્ષ અશુદ્ધવ્યાર્થિકનય ૫. ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધવ્યાર્થિકનય ૬.ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનય ૭. અન્વય દ્રવ્યાર્થિકનય ૮. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય ૯. પદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકના ૧૦. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનય - ‘દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર અનુસાર – જે નય સમસ્ત સ્વભાવોમાં આ દ્રવ્ય છે - એ પ્રમાણે અન્વયરૂપે દ્રવ્યની સ્થાપના કરે છે, તે અન્વય દ્રવ્યાર્થિકનય છે. સામાન્ય ગુણ આદિને અન્વયરૂપે દ્રવ્ય એવી વ્યવસ્થા જે કરે છે, તે અન્વયદ્રવ્યાર્થિક છે અર્થાત્ અવિછિન્નરૂપે ચાલ્યા આવતા ગુણોના પ્રવાહમાં જે દ્રવ્યની વ્યવસ્થા કરે છે, તેને જ દ્રવ્ય માને છે, તે અન્વયદ્રવ્યાર્થિક છે. અનંતગુણાત્મકની જેમ વસ્તુ અનંતસ્વભાવાત્મક પણ છે. જેમકે આત્મા જ્ઞાનસ્વભાવી છે, દર્શનસ્વભાવી છે, સુખસ્વભાવી છે, અસ્તિસ્વભાવી છે, નાસ્તિસ્વભાવી છે, નિત્યસ્વભાવી છે, અનિત્યસ્વભાવી છે, ભિન્નસ્વભાવી છે, અભિન્નસ્વભાવી છે, એકસ્વભાવી છે, અનેકસ્વભાવી છે, કેવળજ્ઞાનસ્વભાવી છે ઈત્યાદિ. આ બધા સ્વભાવોમાં કોઈ ગુણસ્વભાવ છે, કોઈ પર્યાયસ્વભાવ છે. આમ આત્મા ગુણપર્યાયસ્વભાવી છે. આ બધા સ્વભાવોમાં ‘આ આત્મા છે એ રીતે અન્વયરૂપે દ્રવ્યની સ્થાપના કરવી તે અન્વયદ્રવ્યાર્થિકનયનું કાર્ય છે. જોકે દ્રવ્યના અનંતસ્વભાવોનું કથન કરવું સંભવ નથી, તોપણ

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142