Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay

View full book text
Previous | Next

Page 13
________________ નિસીહિ' કહી સંડાસા (સાંધા) અને જમીન પૂંજી અવગ્રહમાં પ્રવેશ કરે... પછી આવસ્સિયાએ” કહી પાછળ પૂંજી અવગ્રહથી બહાર નીકળવાનું પછી બીજા વાંદણામાં પ્રવેશ કરે. પણ બહાર નીકળે નહિ એટલે “આવસ્સિયાએ” કહે નહિ. આમ ૨ વાર પ્રવેશ થયો અને ૧ વાર નીકળવું ( નિષ્ક્રમણ) થયું. આ રીતે કુલ ૨૫ આવશ્યક વાંદણામાં જાળવવા જોઈએ. • વિધિપૂર્વક વાંદણા દઈ (અહીં બીજા વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી બહાર નીકળવાનું નથી. અવગ્રહમાં રહ્યા છતાં જ પછીની ક્રિયા દેવસી અતિચાર (દેવસિઅં આલોઉં), વંદિતુ “અદ્ભુઢિઓમિ આરાણાએ’ સુધી કરવાનું છે. જુઓ પ્રશ્ન-૧૮ આ મુજબ. પરંપરા છે. બીજી પ્રચલિત આચારણા મુજબ બીજા વાંદણાં પૂરા થયા પછી અવગ્રહની બહાર નીકળી જવું. પછી આગળની ક્રિયા કરવી તથા આ મુજબ દરેક વાંદણાઓમાં બીજું વાંદણુ આપ્યા પછી અવગ્રહની બહાર નીકળી જવું.). હવે પૂર્વે ધારી રાખેલા દિવસ સંબંધી અતિચારોની ચારિત્રની વિશુદ્ધિ માટે સારી રીતે કાયાને નમાવીને ઇચ્છા. સદિ. ભ. દેવસિએ આલોઉં. બોલતો ગુરુસમક્ષ અતિચારોની આલોચના કરે. આ સૂત્ર પછી સાધુ ઠાણે કમણે ચંકમણે સૂત્ર અને શ્રાવક સાત લાખ બોલી, મનમાં ધારેલા અતિચાર ગુરુ સામે પ્રકાશે. (આલોચે.) પ્રશ્ન-૧૫: ત્યાર પછી “સબસ્સવિ દેવસિઅ' સૂત્ર કયા હેતુથી ઉચ્ચરાય છે? જવાબ : આ સૂત્ર દિવસના મનવચનકાયાના સર્વ અતિચારનું સંગ્રહ કરનારું છે. માટે ગુરુ પાસે દંડ (પ્રાયશ્ચિત) માંગે છે. પછી ગુર પડિક્કમેહ’ એ પ્રમાણે કહી પ્રતિક્રમણ રૂપ બીજા પ્રાયશ્ચિતનો ઉપદેશ કરે છે. શિષ્ય તે પ્રાયશ્ચિતના સ્વીકાર સ્વરૂપે ઇચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડ' કહે છે. (૧૦ પ્રકારના પ્રાયશ્ચિતમાં પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત છે.) તે પછી વિધિપૂર્વક યોગમુદ્રાપૂર્વક વિરાસનમાં બેસી સમભાવમાં રહીને ઉપયોગવાળા મનથી પદે પદે સંવેગની પ્રાપ્તિ કરતાં ડાંસમચ્છરના ડાંસને નહિ ગણતા. સાધુ શ્રમણ સૂત્ર (પગામસજ્ઝાય) અને શ્રાવક વંદિતા સૂત્રને પ્રશ્ન-૧૬ : મુનિ શ્રમણ સૂત્ર કહે તે પહેલાં પ્રારંભમાં નવકાર, કરેમિ ભંતે. ચત્તારિ મંગલ, ઇચ્છામિ ઠામિ અને ઈરિયાવહીયં સૂત્ર કયા હેતુથી કહે છે ? જવાબ: બધા કાર્યો પરમેષ્ઠિ નમસ્કાર પૂર્વક કરવાના છે. માટે પ્રારંભમાં નવકાર મંત્ર ભણે છે. સમભાવમાં સ્થિર થઈને પ્રતિક્રમણ કરવું જોઈએ માટે કરેમિ ભંતે (સામાયિક સૂત્રો કહે છે. પછી માંગલિકને માટે ચત્તારિ મંગલમ, બોલે છે. પછી દિવસના અતિચારોને આલોચવા માટે ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્રને કહે છે, અને જવા આવવાના અતિચારની આલોચના માટે “ઇરિયાવહિયં સૂત્રને મુનિ બોલે છે અને (૧૨) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 410