Book Title: Dharmopadeshmala prakaranam Author(s): Jaysinhsuri, Chandanbalashree Publisher: Bhadrankar Prakashan View full book textPage 9
________________ ધર્મોપદેશમાલાવિવરણ” એક ઉપદેશાત્મકગ્રંથ !! માળામાં સામાન્ય રીતે ૧૦૮ મણકા, રત્નો અથવા પુષ્પો હોવાની માન્યતા છે, પરંતુ આધર્મોપદેશમાલામૂળ ગ્રંથમાં પ્રાકૃત ૯૮ ગાથા જ મળે છે. આ ગ્રંથની પાછળથી રચાયેલી બીજી જે વિવરણ-વૃત્તિઓના અંતમાં ૪ ગાથા અધિક મળે છે, તે પ્રક્ષિત જણાય છે. આજથી એક હજાર અને એકસો વર્ષો પૂર્વે વિ.સં. ૯૧૫માં પરમપૂજયકૃષ્ણમુનિ શિષ્યરત્નશ્રુતદેવીના પરમ પ્રસાદને પ્રાપ્ત કરનાર પરમપૂજ્ય આચાર્યભગવંતશ્રીજયસિંહસૂરિમહારાજ જેવા મહાનસમર્થધર્મોપદેશકધર્માચાર્યનાવિવરણથી વિભૂષિત ઉપદેશાત્મક શૈલીનો આધર્મોપદેશમાલાવિવરણ ગ્રંથ અનેક વિદ્વજનોના ચિત્તનું અનેક પ્રકાર આકર્ષણ કરનાર બન્યો છે. આ ધર્મોપદેશમાલાવિવરણ ગ્રંથ પરમપૂજય કૃષ્ણમુનિા શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્યભગવંત જયસિંહસૂરિમહારાજે પરમપૂજય ધર્મદાસગણિવર્યશ્રીની “ઉપદેશમાલાના અનુકરણરૂપે બનાવેલ છે, એ આ ગ્રંથની રચના જોતાં સ્પષ્ટ જણાય છે. કારણ કે આમાં સૂચવેલા ઉપદેશો અને તેમની પુષ્ટિ માટે ઉલ્લેખેલાં કથાનકોનો મોટો ભાગ, એ ‘ઉપદેશમાલાના જ આધારે ગ્રથિત કરવામાં આવ્યો છે ‘ઉપદેશમાલામી ઉપદેશાત્મક ઉક્તિઓ વધારે વિસ્તૃત અને વધારે વૈવિધ્ય ભરેલી છે, ત્યારે પ્રસ્તુત “ધર્મોપદેશમાલાની રચના સંક્ષિપ્ત અને સૂચનાત્મક રૂપ છે ગ્રંથકારશ્રીએ ૯૮ ગાથાના આ લઘુપ્રકરણમાં ભિન્ન ભિન્ન ઉપદેશોની સૂચક ૧૫૮ જેટલી કથાઓની નામાવલિ ગ્રથિત કરી દીધેલી છે. પ્રસ્તુત ગ્રંથ ધર્મોપદેશમાલાવિવરણની પ્રથમવૃત્તિ સિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ” ભારતીય વિદ્યાભવનમુંબઈથી ગ્રંથાંક-૨૮ તરીકે પ્રકાશિત થયેલ છે અને તે પ્રથમવૃત્તિનું સંપાદનકાર્ય “ભારતીય વિદ્યાભવનના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રજિનવિજયજીની પ્રેરણાથી પ્રાચ્યવિદ્યાભવને વડોદરાના પંડિત શ્રી લાલચંદ્રભગવાનદાસ ગાંધીએ કરેલ છે. ગ્રંથપ્રકાશનનું સર્વ શ્રેયઃ તેઓ સર્વેના ફાળે જાય છે. આમ છતાં પ્રસ્તુત “ધર્મોપદેશમાલાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 418