Book Title: Dharmopadeshmala prakaranam
Author(s): Jaysinhsuri, Chandanbalashree
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ વિવરણ' ગ્રંથની પ્રથમવૃત્તિ અપ્રાપ્ય બનતાં પૂર્વના મહાપુરુષો રચિત આવો ઉત્તમ શ્રુતનો વારસો જળવાઈ રહે એવી ભાવના સતત મનમાં ઉદ્ભવતી રહે છે અને એ ભાવનાને સાકાર કરવા માટે શ્રતોપાસિકા સાધ્વી શ્રશ્ચંદનબાલાશ્રીને પ્રેરણા કરતાં તેમના સંપૂર્ણ સહયોગથી આ નવીનસંસ્કરણ તૈયાર કરવામાં આવેલ છે અને આ નવીનસંસ્કરણ ‘ભદ્રકર પ્રકાશનથી પ્રકાશિત થઈ રહેલ છે તે મારા માટે અતિ આનંદનો વિષય બનેલ છે. હૃતોપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રી પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ શ્રુતપ્રેમના કારણે મૃતભક્તિમાં લયલીન રહીને નિઃસ્વાર્થભાવે સ્વસ્વાધ્યાયના ઉદ્દેશથી શ્રુતભક્તિ કરી રહેલ છે તેની અનુમોદના સહજ થઈ જાય તેવું છે. પ્રસ્તુતગ્રંથના પ્રકાશનકાર્ય માટે મારા લઘુગુરુભ્રાતા વર્ધમાનતપોનિધિ ગણિવર્ય શ્રHથમ વિજ્યજીએ રાજપુર-ડીસા શ્રીસંઘને પ્રેરણા કરી અને તેમની પ્રેરણાને ઝીલીને રાજપુર-ડીસા શ્રીસંઘે આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ લીધેલ છે તે શ્રીસંઘની શ્રત પ્રત્યેની પરમોચ્ચ ભક્તિ સૂચવે છે. અન્ય પણ શ્રીસંઘો આવા આદર્શ આલંબનને ઝીલીને શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યનો પૂર્વના મહાપુરુષો રચિત ગ્રંથના સંશોધન-સંપાદનકાર્યમાં સદુપયોગ કરે તો અનેક પ્રાચીન ગ્રંથોના જીર્ણોદ્ધારનું કાર્ય સુંદર – સુલભ બની શકે તેવું છે. પ્રાંત અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વના મહાપુરુષો રચિત આવા ઉત્તમ ઉપદેશાત્મક ગ્રંથનું વાંચન-સ્વાધ્યાય વગેરે કરીને અંતરાત્માને મૈત્યાદિભાવોથી ભાવિત કરીને રાગ-દ્વેષનો ક્ષય કરીને પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરીએ અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરીને અષ્ટકર્મનો સંપૂર્ણ ક્ષય કરીને હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યાત્માઓ શાશ્વત સિદ્ધસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !! - પંન્યાસ વજસેનવિજય mala-t.pm5 2nd proof

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 418