Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 6
________________ આ સમય દરમ્યાન આત્મધર્મના મરાઠી, કન્નડ અને તામિલ સંસ્કરણો પણ ડૉ ભારિલ્લજીના જ સંપાદન હેઠળ શરૂ થયા. તેથી તેમના સમ્પાદકીયોમાં પણ આ વ્યાખ્યાનો પ્રગટ થવા લાગ્યાં. આ પ્રમાણે હમણાં સુધી તે લગભગ દશ હજાર પ્રતિઓમાં તો પ્રકાશિત થઈ ચૂકયાં છે, થઈ રહ્યાં છે; તથાપી આ પુસ્તક સત્તર હજાર હિંદી અને પાંચ હજાર ગુજરાતીમાં પુસ્તકાકાર પ્રકાશિત થઈ રહ્યાં છે. મરાઠી, કન્નડ અને તામિલ આત્મધર્મમાં પ્રકાશિતત થઈ ગયા પછી એ ભાષાઓમાં પણ એને પુસ્તકાકાર પ્રકાશિત કરવાની યોજના છે. - લેખકની લોકપ્રિયતાની બાબતમાં અધિક શું લખીએ- એમના દ્વારા લખેલાં પુસ્તકો જેમની સૂચિ પૃષ્ઠ ર૭ પર અંક્તિ છે ગયા આઠ વર્ષમાં અનેક ભાષાઓમાં આઠ લાખની સંખ્યામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. - તેઓ માત્ર લોકપ્રિય લેખક જ નથી; પ્રભાવસંપન્ન વક્તા, કુશળ અધ્યાપક અને સફળ નિયોજક પણ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની એમના ઉપર પરમ કૃપા છે. તેઓશ્રી વારંવાર કહે છે- “પંડિત હુકમચંદ તત્ત્વપ્રચાર ક્ષેત્રમાં એક હીરો છે, વર્તમાનમાં થઈ રહેલા તત્ત્વ-પ્રચારમાં એમનો બહુ મોટો ફાળો છે.” . ' સાચી હકીકત તો એ છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આવા અનેક હીરા ઉત્પન્ન થઈ ગયા છે, જેઓ પોતાની આત્મકલ્યાણની દષ્ટિએ તત્ત્વપ્રચારના કાર્યોમાં નિઃસ્પૃહતાથી સંલગ્ન છે. એમના ઉપકારનો બદલો વાળવો તો અસંભવિત છે. પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ છત્રછાયામાં ડૉ. હુકમચંદજી દ્વારા અધ્યાત્મજગતને જે અનેક સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે, એનો સંક્ષેપમાં નિર્દેશ કરવો અહીં અસંગત નહિ ગણાય. - શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢના મુખપત્ર આત્મધર્મના હિન્દી, મરાઠી, કન્નડ અને તામિલ-એમ ચાર સંસ્કરણોના સંપાદન તો તેમના દ્વારા થઈ જ રહ્યાં છે; સાથે પ્રવચનકાર પ્રશિક્ષણ શિબિરનું સંચાલન પણ તેઓ પોતે કરે છે. આ બન્નેય કાર્યોથી તત્ત્વ-પ્રચાર થવામાં અભૂતપૂર્વ ગતિ મળી છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218