Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 4
________________ પ્રથમ આવૃત્તિની પ્રકાશકીયમાંથી દશલક્ષણ મહાપર્વ એજ એકમાત્ર એવું પર્વ છે જે પરમ ઉદાત્ત ભાવનાઓનું પ્રેરક, વીતરાગનું પોષક તથા સંયમ અને સાધનાનું પર્વ છે. સંપૂર્ણ ભારતવર્ષનો જૈન સમાજ પ્રતિવર્ષ ખૂબ ઉત્સાસથી આ પર્વ ઊજવે છે. દશ દિવસ સુધી ઊજવાતા આ મહાપર્વના પ્રસંગ પર અનેક ધાર્મિક આયોજનો થાય, જેમાં વિદ્વાનોનાં ઉત્તમક્ષમાદિ દુશ ધર્મો પર વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે. બધી જગ્યાએ સુયોગ્ય વિદ્વાનોને મોકલવાનું સંભવિત હોતું નથી; તેથી જેવું ગંભીર અને માર્મિક વિવેચન આ ધર્મો સંબંધી થવું જોઈએ તેવું સહજ સંભવિત બનતું નથી. છેલ્લા ચાર દાયકાથી यू શ્રી કાનજીસ્વામી દ્વારા જે અધ્યાત્મની પવિત્ર ધારા નિરંતર પ્રવાહિત થઈ રહી છે, તેણ જૈન સમાજમાં એક આધ્યાત્મિક ક્રાન્તિ પેદા કરી દીધી છે. એમના ઉપદેશથી પ્રભાવિત થઈને લાખો લોકો આત્મહિત પ્રત્યે વળ્યા છે, સેંકડો આધ્યાત્મિક પ્રવક્તા-વિદ્વાન તૈયાર થયા છે. જ્યાં પૂજ્ય સ્વામીજી બિરાજમાન છે. એ જીવંત-તીર્થ સોનગઢથી પ્રતિવર્ષ આ પ્રસંગે સો કરતાં વધારે વિદ્વાનો પ્રવચનાર્થે બહાર જાય છે. આ પુસ્તકના લેખક ડૉ. હુકમચંદજી ભારિલ્લ પણ તે ગણ્યા-ગાંઠયા ઉચ્ચ કોટિના વિદ્વાનો પૈકી એક છે, જેમને પૂ. સ્વામીજી દ્વારા સન્માર્ગ પ્રાપ્ત થયો છે. દશલક્ષણ પર્વે પર પ્રતિવર્ષ જ્યાં પણ તેઓ જાય છે ત્યાં દશધર્મો પર તેમનાં માર્મિક વ્યાખ્યાનો થતાં આબાલ-ગોપાળ સૌ તેનાથી અત્યંત પ્રભાવિત 'બને છે. અનેક આગ્રહો-અનુરોધો થવા છતાં તથા એમનો પોતાનો વિચાર હોવા છતાં તે વ્યાખ્યાનો નિબદ્ધ થઈ શકયાં નહીં, પરંતુ જ્યારે અઢી વર્ષ પહેલાં ડો.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218