Book Title: Dharmna Dash Lakshan Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah Publisher: Todarmal Smarak Trust View full book textPage 9
________________ દ્વિતીય આવત્તિના પ્રકાશન વેળાએ આ પુસ્તક તથા તેના લેખક વિષે પૂ. ગુરુદેવશ્રીના સહજ ઉદગાર-અભિપ્રાય પંડીતશ્રી હુકમચંદજી ભારીલ્સ લિખિત પુસ્તક “ધર્મના દશ લક્ષણ જ્યારે હિંદી ભાષામાં બહાર પડયું ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ સળંગ વાંચેલ નહિ. “આત્મધર્મમાં હસ્તે હપ્ત છપાતું ત્યારે પૂછીએ કોઈ કોઈ વાર વાંચેલ. જ્યારે ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ થયો ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ સળંગ વાચ્યું. લગભગ આઠ દિવસ વાંચ્યું હશે. કારણ કે તે દિવસોમાં પૂ. ગુરુદેવશ્રી તેમના બપોરના ૧૨ થી ૨-૦ના સ્વાધ્યાયમાં આ પુસ્તક વાચંતા અને બપોરના પ્રવચનમાં હમેશા કોઈને કોઈ રીતે આનો ઉલ્લેખ કરતાં એક દિવસ કહે : - “હુકમચંદજી એવો વિદ્વાન અને ક્ષયોપશમ વાળો માણસ-એક એક ધર્મનું એવું વર્ણન કર્યું. છે-' પછી મુ. રામજીભાઈને ઉદ્દેશીને પ્રવચનમાં કહે ભાઈ વાચ્યું છે તમે ? આખું? મેં તો કોઈ દી જોયું નો'તું- આત્મધર્મમાં આવતું હતું.” પણ કોણ જુવે ? આ તો બધુ એક સાથે આવ્યું- ઓહો હો ! તેની ત્યાગધર્મની વ્યાખ્યા , શું તેની સંયમની વ્યાખ્યા! ગજબ કરે છે માળો ! છે એની કહેવાની પદ્ધતિ ! લેખક અને વક્તા કોઈ જુદી જાત છે છે તો નાની - ઉમર ફક્ત ૪૪ વર્ષ ! પણ ગજબ લખ્યું છે. દાન અને ત્યાગમાં શું ફેર છે એનો મોટો વિસ્તાર કર્યો છે એને ! દાનમાં તો ત્રણ જણા જોઈએ દેનાર-લેનાર અને વસ્તુ-ત્યાગમાં તો પ્રભુ પોતે અંદરમાં જાય છે ત્યારે રાગનો ત્યાગ થઈ જાય છે એ ત્યાગધર્મ છે. દાન એ ધર્મ નથી. પુન્ય છે. - અહાહા...ચાહે ત્રણ લોકના નાથ તીર્થકરને પણ છદ્મસ્થપણામાં જે આહારPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218